ઇન્સ્ટન્ટ લાઈવ સફેદ ઢોકળા લગ્ન પ્રસંગ માં બને એવા જ ઘરે બનાવીશું

આજે આપણે ઇન્સ્ટન્ટ લાઈવ સફેદ ઢોકળા લગ્ન પ્રસંગ માં બને એવા જ ઘરે બનાવીશું.આ સ્વાદ માં બહુ જ સરસ બને છે.આપણે ઘરે બનાવીએ ત્યારે કંઇક ને કંઇક પ્રોબ્લેમ આવતો હોય છે બહુ ડ્રાય થઈ જતા હોય છે તો આવા બધા જ પ્રોબ્લેમ સોલ થઈ જશે.આજે આપણે આ સફેદ ઢોકળા ઘરે કઈ રીતે બને તે શીખીશું.એ પણ ઇન્સ્ટન્ટ એટલે કે તમે ઇચ્છો ને અડધો કલાક માં જ બનાવી શકો છો.તો ચાલો આપણે આ રેસિપી ચાલુ કરી લઈએ.

સામગ્રી:

  • ચોખા નો લોટ
  • ચોખા
  • મેથી
  • અડદ ની દાળ
  • મીઠું
  • ફ્રૂટ સોલ્ટ
  • છાસ
  • લીલા મરચા
  • કોથમીર
  • ચીલી ફ્લેક્સ
  • વાટેલા મરી
  • મલાઈ
  • તેલ
  • સોજી

રીત

1- સૌથી પહેલા આપણે ખીરું બનાવી લઈશું.તેના માટે બે કપ ચોખા લીધા છે અને અડધો કપ અડદ ની દાળ લીધી છે અને પછી તેને ક્રશ કરી લીધી છે.અને બાર થી પંદર દાણા મેથી પણ એડ કરી છે.હવે ચોખા ક્યાં લેવાના તો જે તમે રૂટિન યુઝ કરતા હોય તે લઈ શકો છો આના સિવાય કણકી પણ તમે લઈ શકો છો.

2- આ લોટ દળીએ ત્યારે લીસોના થવો જોઈએ કરકરો લોટ રાખવાનો છે.હવે અડધો કપ સફેદ ઢોકળા નો લોટ લઈ લઈશું.આ ખીરા ને અડધો કલાક રહેવા દઈશું.અને પછી ફટાફટ આપણા ઢોકળા,હવે તેની સાથે પા કપ ચોખા નો લોટ લઈ લઈશું.અને પા કપ સોજી લઈ લઈશું,હવે આપણે અડધો કપ છાસ લઈ લઈશું.

3- હવે બધું મિક્સ કરી લઈશું હવે જરૂર મુજબ પાણી એડ કરી દઈશું. આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ એટલે તેમાં સોજી નાખી છે તો તે હજુ પાણી પીસે.હવે ઢાંકી ને ખીરું ને અડધો કલાક માટે રહેવા દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણું ખીરું ઘટ્ટ થઈ ગયું છે એટલે તેમાં થોડું પાણી એડ કરીશું.

4- હવે તેને મિક્સ કરી લઈશું.હવે એક ચમચી મલાઈ ઉમેરી લઈશું.જેથી ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થાય છે હવે એક ટી સ્પૂન તેલ એડ કરીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે આ ખીરા ને એકવખત બ્લેન્ડ કરી લઈશું. જેથી આપણું ખીરું સરસ તૈયાર થઈ જાય.


5- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે જે ખીરું છે તેનો કલર પણ બદલાઈ ગયો છે અને ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે એક ટી સ્પૂન લીલા મરચા અધકચરા સમારેલા એડ કરીશું. ત્યારબાદ બારીક સમારેલી કોથમીર એડ કરીશું.

6- હવે ખીરું તૈયાર છે હવે સ્ટીમર ને સ્ટીમ કરવા મૂકી દીધું છે હવે તેની અંદર ફ્રૂટ સોલ્ટ ઉમેરી લઈશું.તમે સોડા પણ ઉમેરી શકો છો.જો તમે સોડા એડ કરો તો એક ટી સ્પૂન સોડા તેની પર એક ટી સ્પૂન તેલ અને બે ટી સ્પૂન ગરમ પાણી એડ કરી બરાબર તેને મિક્સ કરી લેવાનું.

7- આપણે અહીંયા ફ્રૂટ સોલ્ટ એડ કરવાના છે તો પા ટી સ્પૂન એડ કરીશું. હવે તેને એક સાઈડ જ હલાવી લઈશું.હવે આ ખીરું ઢોકળા માટે તૈયાર છે હવે તેને બાફવા માટે મૂકી દઈશું.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું.હવે સ્ટીમર માં સ્ટીમ કરવા મૂકી દઈશું થાળી ને પણ આપણે તેલ થી ગ્રીસ કરી લીધી છે.

8- હવે તે થાળી માં ખીરું લઈ લઈશું. આપણે ખીરું તૈયાર કર્યું છે તેમાંથી બે થાળી તૈયાર થાય છે આ ઢોકળા જાડા નથી બનાવવાના પાતળા જ બનાવવા ના છે તો જ સારા લાગશે.હવે આની ઉપર અધકચરેલા મરી ઉમેરવામાં આવે છે આનો સ્વાદ બહુ સરસ લાગે છે.એટલે થોડા પ્રમાણ માં મરી લઈ લઈશું.

9- હવે તેની સાથે ચિલી ફ્લેક્સ પણ ભભરાવી લઈશું.જેથી તેનો કલર સરસ આવે છે.હવે ઢોકળા ને લગભગ પંદર મિનિટ માટે કુક થવા દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ સરસ અને સોફ્ટ ઢોકળા તૈયાર થયા છે.

10- મોઢા માં મૂકતા જ ઓગળી જાય તેવા બન્યા છે.તમે ખાશો ને તો તમને પણ મજા પડી જશે.હવે તેને કટ કરી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે જ્યારે તમે ઢોકળા કટ કરો ત્યારે આ રીતે કરવાના જેથી એકદમ સરસ પીસ પડશે.અને એકદમ જાડી વાળા બન્યા છે ને? અને કલર માં પણ એકદમ સરસ છે ગરમા ગરમ ઢોકળા તૈયાર થઈ ગયા છે.એકદમ પોચા ઢોકળા છે હવે તેને સર્વે કરી લઈશું.

11- હવે એક પ્લેટ માં કાઢી લઈશું.હવે ઉપર થી થોડું તેલ રેડિશું.મસ્ત ગરમા ગરમ ઢોકળા તૈયાર છે આ ઢોકળા તમે ચોક્કસથી એકવાર ઘરે બનાવજો.એકદમ સોફ્ટ અને પરફેક્ટ ઢોકળા તૈયાર થશે.તો એકવાર જરૂર થી બનાવજો.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *