લસણીયા બટાકા નું શાક – બહુ જ ઓછી સામગ્રીથી થઇ જશે તૈયાર આ લસણીયા બટાકાનું શાક…

આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી લસણીયા બટાકા નું શાક. આ લસણીયા બટાકા ના શાક ને તમે બાજરીના રોટલા સાથે ખાવ તો તમને મજા જ પડી જાય છે. અને ઘરમાં જ રહેલી સામગ્રીમાં અને ફટાફટ ફક્ત દસ મિનિટમાં લસણીયા બટાકાનું શાક બની જાય છે. નાના મોટા બાળકોને ખુબ જ પસંદ આવે છે. જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ફક્ત બટાકા અને ટામેટા હોય તો પણ આ શાક બનાવી શકો છો. તો તમે આ વીડિયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો બનાવીએ એકદમ ચટાકેદાર લસણીયા બટાકા નું શાક.

સામગ્રી

  • બાફેલા બટાકા
  • લસણ
  • ડુંગળી
  • ટામેટા
  • કાશ્મીરી લાલ મરચું
  • તેલ
  • ધાણાજીરું પાવડર
  • ગરમ મસાલો
  • ફ્રેશ લીલા ધાણા
  • મીઠું
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • દહીં
  • ખાંડ

રીત-

1-સૌથી પહેલા આપણે 12 નંગ નાના બટાકા લઈશું. અને તેને બાફી ને છોલીને તૈયાર કરી લઈશું. હવે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં ૧૨ થી ૧૩ નંગ લસણ લઈશું. તેને આપણે મિક્સર જારમાં લઈશું.

2- હવે બે ટામેટાં ઝીણાં સમારીને લઈશું. બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું. કાશ્મીરી લાલ મરચાંથી આપણા શાક નો કલર એકદમ ચટાકેદાર લાલ આવશે.

3- હવે તેને પીસીને પેસ્ટ બનાવી લઈશું. આપણો મસાલો પીસાઈ ગયો છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ લાલ ચટક કલર આવી ગયો છે. કાશ્મીરી લાલ મરચાથી આપણા શાકનો કલર આવો આવશે. હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું.

4- હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. સૌથી પહેલા આપણે એક પેન મુકીશું. તેમાં ચાર મોટી ચમચી તેલ લઈશું. તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે.

5- હવે આપણે તેમાં બાફેલા બટાકા એડ કરીશું.તેને લગભગ ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લઈશું. જેથી તેનું ઉપરનું પડ ક્રિસ્પી થઈ જાય. તેને સતત હલાવતા સાંતળી લેવાનું છે.

6- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બે મિનિટ થઈ ગઈ છે. આપણા બટાકા સરસ સંતળાય ગયા છે. હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈશું. જેથી આપણા બટાકા ટેસ્ટી લાગે.

7- હવે આપણે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. અને અડધી ચમચી હળદર નાખીશું. અને અડધી નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું. અને થોડું મીઠું નાખીશું.

8- હવે મસાલાને એક મિનીટ માટે સાંતળી લઈશું. આપણે ગેસ ધીમો જ રાખીશું. હવે આપણે બટાકાને એક પ્લેટમાં કાઢી લઈશું. લસણીયા બટાકા બનાવો તો આ સ્ટેપ કરવો ખૂબ જરૂરી છે. નઈ તો તમને બટાકા ખાવામાં મોડા લાગશે.

9- હવે આપણે તેજ તેલમાં વઘાર કરીશું.હવે તેલ ગરમ છે તો જીણુ સમારેલું લસણ એડ કરીશું. આપણે લસણને પણ સાંતળી લઈશું.જેથી તેની કચાસ નીકળી જાય. તેની ફ્લેવર સરસ શાકમાં આવી જાય.

10- હવે આપણે 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી લીધી છે. તે એડ કરીશું. તેને પણ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તેને સતત હલાવતા રહેવાનું છે. આપણે ગેસ મીડીયમ જ રાખીશું. અને ડુંગળીને સાંતળી લઈશું.

11- હવે આપણે તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરીશું. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કર્યા પછી તેને ઢાંકીને એક મિનિટ માટે કુક કરી લઈશું. જેથી તેમાંથી તેલ બધુ છૂટું પડવા માંડે.

12- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હવે તેમાં પણ મસાલા કરી લઈશું. ૧ નાની ચમચી ધાણાજીરું પાવડર નાખી શું. અડધી નાની ચમચી હળદર નાખી શું. સ્વાદ મુજબ મીઠું નાખીશું.

13- હવે આપણે મસાલાને સરસ મિક્સ કરી લઈશું. મસાલા ને આપણે અડધી મિનિટ માટે સતત ફેરવતા તેને સાંતળી લેવાના છે. હવે આપણે તેમાં બે મોટી ચમચી દહીં નાખીશું. આપણે દહીને ફેટી ને જ નાખવાનું છે.

14- હવે આપણે તેને સતત હલાવતા મિક્સ કરી લઈશું. દહીં ની જગ્યાએ તમે બે ચમચી ઘરની મલાઈ પણ ઉમેરી શકો છો. દહી સરસ રીતે મિક્સ થઇ જાય પછી તેમાં સાંતળેલા બટાકા નાખીશું. અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું.

15- જો તમારી જોડે બાફેલા બટાકા હોય તો ૬ થી ૭ મિનિટમાં જ આ શાક બની જાય છે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા બટાકા સરસ મિક્સ થઈ ગયા છે. હવે તેમાં અડધો કપ પાણી એડ કરીશું. આપણે તેને મિક્સર જારમાં નાખીશું. જેથી આપણો બધો મસાલો મિક્સ થઈ જાય.

16- હવે તેને સરસ મિક્સ કરી ઢાંકીને આપણે તેને ૩ થી ૪ મિનિટ માટે સરસ કુક થવા દઈશું. રસા નું પ્રમાણ તમે તમારા મુજબ લઈ શકો છો.

17- હવે ત્રણ મિનિટ થઈ ગઈ છે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું શાક સરસ થઇ ગયું છે. તેલ છૂટું પડવા માંડ્યું છે અને ગ્રેવી પણ ઘટ્ટ થઈ ગઈ છે. પરી વખત તેને મિક્સ કરીને અડધી નાની ચમચી ખાંડ નાખી શું. ખાંડ એટલે નાખવાની કે જે ટામેટાની ખટાશ છે તે બેલેન્સ થઈ જાય. અને અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું.

18- હવે બધું મિક્સ કરીને અડધી મિનિટ માટે કુક કરી લઈશું. હવે અડધી મિનિટ થઈ ગઈ છે. અને હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો બન્યું છે ને એકદમ ચટાકેદાર અને એકદમ મસ્ત કલર આવ્યો છે. હવે આપણે તેમાં ફ્રાય લીલા ધાણા નાખીશું.અને હવે આપણે ગેસ બંધ કરી લઈશું. હવે આપણે ગરમા-ગરમ સર્વ કરીશું.

19- તો જોઈને ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને લસણીયા બટાકા નું શાક.એકદમ સરળ રીત. તમે આ શાક રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો છો. તો તમે આ રીત થી ચોક્ક્સ થી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *