કોલ્હાપુરી લસણવાળા મમરા – એક ખુબજ ફેમસ અને લગભગ બધા ના ઘર માં બનતી રેસીપી…

આજે આપણે બનાવીએ એક ખુબજ ફેમસ અને લગભગ બધા ના ઘર માં બનતી રેસીપી ” કોલ્હાપુરી લસણવાળા મમરા” લસણ વાળા મમરા લગભગ બધા ના જ ફેવરીટ હશે. બહાર મળતા ચટપટા મમરા આપણ ને નાના મોટા બધાને ખુબજ ભાવતા હોય છે, તો આજે આપણે બહાર જેવા જ ક્રિસ્પી અને ચટપટા મમરા બનાવની રેસીપી જોઈ લઈએ.

સામગ્રી:

કોલ્હાપુરી મમરા (તમે સાદા મમરા પણ લઇ શકો)

લસણ અને લાલ મરચા પાઉડર ની ચટણી

લીંબુ નો રસ

મીઠું

મીઠો લીમડો

જીણા લસણ ના ટુકડા.

બૂરું ખાંડ

લાલ મરચું પાઉડર

તેલ

શીંગ દાણા

હિંગ

હળદર

આમચૂર પાઉડર

અહીં બધી સામગ્રી મેં જેટલા મમરા લીધા છે તે પ્રમાણે લીધી છે ૩૦૦ ગ્રામ જેટલા મમરા લીધા છે. તો તે પ્રમાણે સામગ્રી છે તમે જેટલા મમરા લો તે પ્રમાણે સામગ્રી વધારે ઓછી કરી લેવી.

સૌ થી પેલા પેકેટ માં થી મમરા નીકળી લઇ બરાબર સાફ કરી લો . એક કડાઈ માં મમરા ને કોરા જ શેકી લેવાના છે , માધ્યમ આંચ પર. મમરા ને સતત હલાવતા રેવાનું છે , ૩-૪ મિનિટ સુધી મમરા ને શેકી લેવાના છે , આ રીતે કોરા મમરા શેકી લેવા થી મમરા માં રહેલો ભેજ નીકળી જશે અને લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે.

હવે એક કડાઈ માં તેલ ગરમ કરી શીંગદાણા ને સાંતળી લો, સંતળાઈ જાય એટલે એક બાઉલ માં નીકાળી લો.

પછી તે જ ગરમ તેલ માં નાખી દો ૮-૧૦ મીઠા લીમડા ના પાન , ૮-૧૦ લસણ ની કળી ના ટુકડા, લસણ ને કકડવા દેવાનું છે. પછી તેમાં એક ચમચી હિંગ, એક ચમચી હળદર નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં ૧ ચમચી લસણ અને લાલ મરચા પાઉડર ની ચટણી નાખી દેવાની છે

ચટણી ને તેલ માં બરાબર રીતે મિક્સ કરી લેવાની છે. ગેસ ને એકદમ ધીમો રાખવાનો છે નઈ તો બધા મસાલા બળી જશે. હવે અડધા લીંબુ નો રસ નાખી દો .

હવે ગેસ બંધ કરી દઈ મમરા જે પેલા શેકેલા છે તેને નાખી દો, બંધ ગેસ ઉપર જ મમરા ને મિક્સ કરી લો. મિક્સ થઇ ગયા પછી ધીમો ગેસ કરી મમરા ને ૧ મિનિટ માટે શેકી લો , પછી તેમાં ૧ ચમચી મીઠું , ૧ ચમચી આમચૂર પાઉડર , ૧ ચમચી દળેલી ખાંડ અને સાંતળેલા શીંગ દાણા નાખી દો અને બધું બરાબર રીતે મિક્સ કરી લો.

અને તૈયાર છે તમારા એકદમ ક્રિસ્પી અને ચટપટા લસણ વાળા મમરા.

એક વાર આ રીતે મમરા ચોક્કસ થી બનાવજો અને કોમેન્ટ માં પણ તમારો અભિપ્રાય જણાવજો.

રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *