Layerd બેક red and white પાસ્તા – નાના મોટા દરેકને પસંદ આવશે આ પાસ્તા…

Layerd બેક red and white પાસ્તા

બાળકોમાં પિઝાની જેમ જ પાસ્તા ખુબ જ પ્રિય છે. પાસ્તાના વિવિધ આકાર બાળકોને આકર્ષે છે. અને પાસ્તાનો સોસ બાળકોને ખુબ ભાવતો હોવાથી તેઓ પાસ્તા પણ શોખથી ખાતા હોય છે.

અને એ પણ ઘઊં નો લોટ વાપરી ને white સોસ બનાવીશું અને ટમેટા નો ઉપયોગ કરી રેડ સોસ બનાવીશું …એટલે થોડું healthy બની જશે ….તો ચલો શીખી લઇએ …

સામગ્રી :

White sause :

  • – 2 ચમચી ઘઊં નો લોટ
  • – 1 કપ દૂધ
  • – સ્વાદ મુજબ મીઠું
  • – પા ચમચી મરી પાવડર
  • – 1/2 કપ ચીઝ છીણેલું
  • – 1 ચમચી બુત્તેર અથવા ઘી

Red sause:

  • – 2 નગ ટામેટા
  • – 1 ચમચી લસણ ની ચટણી અથવા 4 કળી લસણ
  • – 1/2 કપ ટોમઁટો કૅચપ
  • – 1 ચમચી મિક્સ હર્બ્સ
  • – પા ચમચી ચિલ્લી ફ્લકેસ
  • – સ્વાદ મુજબ મીઠું
  • – 2 બોવેલ મેક્રોની પાસ્તા
  • – 2 ગ્લાસ પાણી
  • – 1 નગ કેપ્સિકમ
  • – 1/2 નગ કાંદા
  • – 1 ચમચી મિક્સ હર્બ્સ
  • – 1 ચમચી બટર

રીત :

1.સૌ પ્રથમ પાસ્તા ને ઉકળતા પાણી માં મીઠું નાખી બાફી લેવા …અને 5-10 મિનિટ માં બોઈલ થઇ જશે ..પછી તેલ લગાવી છુટા કરી દેવા … તે પછી બટર માં વેજી ઉમેરી સાતળી લેવા અને તેમાં પાસ્તા ,મિક્સ હર્બ્સ અને મીઠું ઉમેરી રેડી કરી એક બોવેલ માં કાઢી લેવું ..

2.હવે એક પેન માં બટર લઇ તેમાં ઘઊં નો લોટ ઉમેરી 2-3 મિનિટ સેકી લઇ તેમાં દૂધ ઉમેરી દેવું …પછી સોસ ઘટ થવા મળે એટલે તેમાં મીઠું અને મરી પાવડર ઉમેરી દઈ ગેસ બન્ધ કરી દઈ એક વાડકી માં કાઢી લેવું ..

3.એક મિક્સર જાર માં ટામેટા ,લસણ અને મરચું પાવડર ઉમેરી કૃશ કરી લેવું ..હવે એક કડાઈ માં આ સોસ ઉમેરી તેમાં મીઠું ,કેચપ અને
ચિલ્લી ફ્લકેસ ઉમેરી 2 મિનિટ ગેસ પર રહેવા દઈ એક વાડકી માં કાઢી લેવું .

4..હવે એક માઇક્રો ટીન માં પાસ્તા નું લયર પછી white sause પછી red sause પાછું પાસ્તા નું લયર આ રીતે કરી પછી છીણેલું ચીઝ પાથરી માઇક્રો વેવ માં 180 ડિગ્રી પર 10 મિનિટ માટે બેક કરવું …તો ગરમ ગરમ રેડી થશે …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *