ઘી લેફ્ટ ઓવર થાબડી – ઘી બનાવતા જે વાઈટ કીટુ વધે છે તેમાંથી બનાવો આ થાબડી…

ઘી લેફ્ટ ઓવર થાબડી :

હાલ બજારમાં મળતા ઘી કરતાં ઘરમાં જ બનાવેલું ઘી પ્યોર હોય છે. ઘણા ઘરે ઘી બનાવવું હોય તો બજાર માંથી વ્હાઇટ બટર લાવતા હોય છે. તેને ઉકાળીને તેમાંથી ઘી બનાવવામાં આવતું હોય છે. તો ક્યારેક દૂધ ની મલાઇ ઉકાળીને ઘી બનાવવામાં આવતું હોય છે. તો ઘણીવાર દૂધની મલાઇને દહીંથી જમાવીને તેમાંથી માખણ બનાવીને, તેને ઉકાળીને ઘી બનાવાય છે. આમ ઘી બનાવ્યા પહેલાની અલગ અલગ પ્રોસેસ હોવા છતાં ઘી બની ગયા પછી, ઘી ને ગાળી લીધા પછી જે ઘીનું સોલિડ્સ કે ઘીનું લેફ્ટ ઓવર મળતું હોય છે તેમાંથી ઘણા પ્રકારની સ્વીટ બનતી હોય છે. જેવાકે લાડુ, કેક, બરફી વગેરે……

દુધની મલાઇને જમાવીને જે માખણ બનાવવામાં આવે છે, તેને ગરમ કરી ઘી બન્યા પછી જે લેફ્ટ ઓવર હોય છે તેમાં ખટાશ હોય છે તેથી તેમાંથી સ્વીટ બનાવવામાં આવે તો ખટાશવાળી બનતી હોય છે તેથી તેનો ઉપયોગ સ્વીટ બનાવવામાં કરવામાં આવતો નથી…. આજે હું અહીં દૂધની મલાઇ જમાવ્યા વગર સીધી જ ઉકાળી ઘી બનાવ્યા બાદ, ઘી ગાળીને જે મોળું ઘી લેફ્ટઓવર કે ઘી સોલિડ્સ મળે છે, તેની થાબડીની રેસિપિ આપી રહી છું. તો ચોક્કસથી આ સ્વાદિષ્ટ અને હેલ્ધી થાબડી બનાવજો.

ઘી લેફ્ટ ઓવર થાબડી બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ ઘી લેફ્ટ ઓવર (ઘી સોલિડ્સ)
  • 1 કપ મિલ્ક
  • ½ કપ સુગર
  • 2 ટેબલ સ્પુન મિલ્ક પાવડર
  • 5-6 ખજુર સીડ લેસ-કાપેલો
  • 1 ટી સ્પુન એલાઇચી પાવડર
  • 2 ટેબલ સ્પુન બદામનો અધકચરો કરેલ ભૂકો
  • 2 ટેબલ સ્પુન ગ્રેટેડ કોકોનટ

ગાર્નિશિંગ માટે:

  • 1 ટી સ્પુન ગ્રેટેડ કોકોનટ
  • 1 ચેરી
  • થોડી નાની બદામ
  • થોડી ટુટી ફ્રુટી
  • 1 ટી સ્પુન પિસ્તા અધકચરા કરેલા

ઘી લેફ્ટ ઓવર થાબડી બનાવવાની રીત :

એક થીક બોટમ પેનમાં 1 કપ દૂધ ગરમ કરો.

ઉભરો આવે એટલે તેમાં 1 કપ ઘી લેફ્ટ ઓવર (ઘી સોલિડ્સ) ઉમેરી દ્યો. તેમાં ઘી હોવાથી ઘી લેફ્ટઓવર જામી ગયુ હોય તો સ્પુન વડે પ્રેસ કરીને ઉકળતા દૂધમાંજ છૂટું પાડી લ્યો.

મિડિયમ ફ્લૈમ પર બરાબર મિક્ષ કરીને સતત હલાવતા રહો.

સાથે જ તેમાં ½ કપ સુગર ઉમેરી દ્યો.

સુગર ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો અને સતત હલાવતા રહો.

બોટમ પર લાગીને દાઝીના જાય તેનું ખાસ ધ્યાન રાખો.

થોડું ઘટ્ટ થાય એટલે તેમાં 2 ટેબલ સ્પુન ગ્રેટેડ કોકોનટ ઉમેરીને મિક્ષ કરો.

2 મિનિટ કૂક કરો. ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પુન મિલ્ક પાવડર ઉમેરી મિક્ષ કરો. 2 મિનિટ કૂક કરો.

હવે તેમાં 1 ટી સ્પુન ખાંડેલી એલચીનો પાવડર તેના ફોતરા સહિત ઉમેરી દ્યો. જેથી એલચીની વધારે અરોમા આવશે. મિક્ષ કરી લ્યો.

હવે તેમાં કાપેલા 5-6 સીડ લેસ ખજુર ઉમેરો. તેનાથી પણ સારી સ્વીટનેસ આવશે.

જો તમારે સુગરનો ઉપયોગ ના કરવો હોય તો કાપેલા 7-8 સીડ લેસ ખજૂર વધારે ઉમેરો. જેથી થાબડી વધારે હેલ્ધી બનશે.

ખજુર તેમાં મિક્ષ થઇને એકરસ થઇ જાય ત્યાં સુધી કૂક કરો.

હવે તેમાં બદામનો અધકચરો ભૂકો ઉમેરો. તેમાં બીજા ડ્રાય ફ્રુટનો અધકચરો કરેલો ભૂકો પણ ઉમેરી શકાય છે.

બરાબર મિક્ષ કરી લ્યો. હવે મિશ્રણ પેનની બોટમ છોડે અને થોડું ઘી પણ છૂટું પડતું લાગે ત્યાં સુધી કૂક કરો. અથવા થાબડી જેટ્લું થીક થઇ જાય ત્યાંસુધી કૂક કરો.

થાબડી બની જશે એટલે સરસ અરોમા આવશે.

થાબડી ગરમ, ઠંડી કે રુમટેમ્પ્રેચર પર હોય તેવી પણ સર્વ કરી શકાય છે.

થાબડી બની ગયા પછી ઠરે એટલે તેના બોલ્સ કે પેંડા પણ બનાવી શકાય છે. જેથી સ્વીટ તરીકે પીરસવામાં અનુકૂળ રહે છે.

મેં અહીં થાબડી થોડી ઠરે એટલે એક બાઉલ ગ્રીસ કરી તેમાં જરા પ્રેસ કરીને ભરી છે. ત્યારબાદ એક પ્લેટ લઇ તે બાઉલ પર મૂકીને ફ્લીપ કરીને થાબડી ડીમોલ્ડ કરી છે.

1 ટી સ્પુન ગ્રેટેડ કોકોનટ, 1 ચેરી, થોડી નાની બદામ, થોડી ટુટી ફ્રુટી અને 1 ટી સ્પુન અધકચરા કરેલા પિસ્તાથી થાબડી અને સર્વિંગ ટ્રે પણ ગાર્નિશ કરી છે.

તો હવે ગરમા ગરમ થાબડી સર્વ કરવા માટે રેડી છે.

આ થાબડી ફરાળમાં પણ સર્વ કરી શકાય છે.

બધાને આ થાબડી ખૂબજ ભાવશે. ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *