લીંબુનું અથાણું બનાવાની પરફેક્ટ માપ સાથેની રીત

આજે આપણે લીંબુનું અથાણું બનાવીશું. લીંબુ માંથી વિટામીન સી મળે છે. પાચનમાં પણ બહુ હેલ્થ ફૂલ છે સાથે સાથે બહુ ચટાકેદાર પણ લાગે છે. અને લીંબુ ના ફાયદા બહુ છે જે કેન્સરને અટકાવવામાં આવે છે. અત્યારે કોરોના વાયરસ મહામારીમાં આપણા શરીરમાં ઇમ્યુનિટી વધારવા માટે લીંબુ ખૂબ ઉપયોગી છે અને સ્કિન માટે પણ.

લીંબુનો રસ પીવાથી ઇમ્યુનિટી ખૂબ વધે છે. લીંબુ ની છાલ પર ખુબ પોષકતત્ત્વો રહેલા છે. ને લીંબુ ના છોતરા માં શરીરમાંથી ઝેરીલા કચરા ને કાઢવા માટે મોટી શક્યતા મળી છે. તેથી આપણે લીંબુ નું અથાણું બનાવીએ તો ઘરના બધા ખાય.તો ચાલો આપણે વેસ્ટ માંથી બેસ્ટ લીંબુ નું અથાણું બનાવીશું.

સામગ્રી

  • લીંબુ
  • ગોળ
  • મીઠું
  • હળદર
  • લાલ મરચું પાવડર

રીત

1- સૌથી પહેલા આપણે અઢીસો ગ્રામ લીંબુ લીધા છે તેનેસારી રીતે ધોઈ લઈશું. તેમાં સહેજ પણ પાણીના રહે તેમ કોરા કરી લઈશું. જો તેમાં પાણીનો ભાગ રહેશે તો બગડી જશે.

2- આપણે પાક્કા લીંબુ લીધા છે. લીંબુના ચાર ટુકડા કરવાના છે.

3- હવે લીંબુનો રસ બીયા નીકળી જાય તેવી રીતે કાઢી લઈશું.

4- હવે તેને આખા લીંબુ નીચોવાના નથી. તેમાંથી થોડો રસ કાઢી લેવાનો છે. એટલે તમે વીડિયોમાં જોઈ શકો છો કે થોડો જ રસ છે.

5- તેવી જ રીતે બધા લીંબુનો રસ થોડો જ કાઢવા નો છે.

6- હવે બધા લીંબુ નીચોવી લીધા છે લીંબુમાં હવે થોડો જ રસ છે બહુ વધારે નથી.

7- બીજા એક બાઉલમાં થોડો રસ કાઢી લીધો છે. એવી જ રીતે બધા લીંબુ નીચોવી લીધા છે.

8- હવે જે બાકી નો રસ છે તેને ફેકી નથી દેવાનો.

9- હવે આ રસને આપણે યુઝ કરી શકે છે કેવી રીતના આ રસને આપણે આઇશ ની ટ્રે માં કાઢીને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે.

10- પછી તેના આઇસ ક્યૂબ કાઢીને એક જીપ બેગમાં ભરી લેવાનો છે. એટલે જ્યારે આપણા ઘરમાં લીંબુ ના હોય ત્યારે તે યુઝ કરી શકીએ છે.

11- હવે આપણે જોઈએ અથાણું કેવી રીતે બનાવીશું.

12- લીંબુ ના અથાણા બનાવવા માટે લીંબુના આપણે છોતરા લીધા છે.

13- એટલા માટે જ કીધું હતું કે વેસ્ટ માંથી બેસ્ટ હા છોતરા ને જેમાં આપણે બે મોટી ચમચી મીઠું નાખીશું.

14- હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું.

15- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.

16- હવે તેને બે દિવસ તપેલીમાં ઢાંકીને રાખવાનું છે.

17- હવે તેને એરટાઇટ કાચની બરણીમાં ભરીને ૨૫થી ૩૦ દિવસ સુધી મૂકી રાખવાનું છે.

18- ૨૫થી ૩૦ દિવસ પછી તેનો કલર બદલાઈ જશે. અને તેની છાલ સોફ્ટ થઈ જશે.

19- તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેની છાલ નો કલર બદલાઈ ગયો હશે.

20-હવે ૨૫થી ૩૦ દિવસ પછી લીંબુ નું અથાણું સોફ્ટ થઈ ગયું હશે. એકદમ સોફ્ટ થઈ જાય છે ત્યારે આપણે તેમાં બે ચમચી ગોળ નાખીશું.

21- હવે તેમાં ૧ ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું.જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો તમે વધારે નાખી શકો છો.

22- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું.

23- અત્યારે બધો ગોળ ઓગળશે નહીં. એને આપણે ખાલી મિક્સ કરીને મૂકી દઈશું.

24- બે દિવસ પછી ઓગળી ગયો હશે. પછી તમે તેને ઉપયોગમાં લઈ શકો છો.

25- હવે તે મિક્સ થઈ ગયું છે. લીંબુ નું અથાણું હવે રેડી છે. હવે તેને કાચની બરણીમાં ભરી લઈશું.

26- તો આપણું ચટાકેદાર વિટામિન સીથી ભરપુર લીંબુ નું અથાણું રેડી છે. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *