લીંબુ મરચાનું અથાણુ – એકપણ ટીપું તેલ વગર બનાવો લીંબુ મરચાનું સ્વાદિષ્ટ અથાણું,એવું એવું તો ટેસ્ટી બને છે ફટાફટ ચટ થઈ જશે…

મિત્રો, શિયાળાની સીઝન એટલે જાતજાતના ફ્રેશ લીલા શાકભાજી તેમજ ફળોની ઋતુ. આ સીઝનમાં સરસ મજાના ફ્રેશ લીલા મરચા પણ માર્કેટમાં આવે છે તો મરચા ખાવાના શોખીનો માટે આજે હું લીલા મરચા તેમજ લીંબુનું અથાણું બનાવવાની રેસિપી લાવી છું

આ અથાણામાં એકપણ ટીપું તેલ નથી યુઝ કરવાનું તો પણ અથાણું ખુબ જ ટેસ્ટી બને છે જેને તમે નાસ્તા સાથે કે પછી રેગ્યુલર જમવાની ડીશ સાથે પણ ખાઈ શકો છો. આ અથાણું બનાવવું સાવ આસાન છે અને વળી ઇન્સ્ટન્ટ બની જાય છે તો થોડું થોડું બનાવીને ફ્રેશ ખાઈ શકાય તો ચાલો બતાવી દઉં કઈ રીતે બનાવશો આ અથાણું.

સામગ્રી :

  • Ø 250 ગ્રામ લીલા મરચા
  • Ø 250 ગ્રામ લીબું
  • Ø 3 ટેબલ સ્પૂન રાઈના કુરીયા
  • Ø 1 ટેબલ સ્પૂન મેથીના કુરીયા
  • Ø 1 ટેબલ સ્પૂન ધાણાના કુરીયા
  • Ø 1/2 ટેબલ સ્પૂન જીરું
  • Ø 8-10 નંગ મરી દાણા
  • Ø 2 નંગ લવીંગ
  • Ø 1/4 ટેબલ સ્પૂન હળદર પાઉડર
  • Ø મીઠું સ્વાદ મુજબ
  • Ø લીબુનો રસ

તૈયારી :

અત્યારે જાત-જાતના લીલા મરચા મળતા હોય છે તમે તમારા ટેસ્ટ મુજબ તીખા કે મોળા મરચા લઈ શકો છો. લીબું પાકા ,પીળાં અને દાગ વગરના લેવાના જેથી અથાણું ખરાબ ન થાય. લીંબુ તેમજ મરચાને ચોખ્ખા પાણીથી ઘોઈ કોરા કરી લેવાના છે.

રીત :

1) સૌ પ્રથમ આચાર મસાલો તૈયાર કરી લેવાનો છે. તે માટે મસાલાને હળવા એવા શેકી લેવાના જેથી તેમાં રહેલી ભીનાશ દૂર થાય જે અથાણાંને લાંબો સમય સારું રાખશે. તો પેનમાં સૌ પ્રથમ 1 ટેબલ સ્પૂન રાઈના કુરિયાં લો અને 30 સેકન્ડ સુધી સ્લો ફ્લેમ રાખી શેકી લો. જેથી તેમાં રહેલો ભેજ દૂર થઈ જાય.

2) ત્યારબાદ રાઈના આ કુરિયાને પ્લેટમાં કાઢી એજ પેનમાં ફરી 2 ટેબલ સ્પૂન રાઈના કુરીયા લો સાથે જ 1 ટેબલ સ્પૂન મેથીના કુરીયા, 1 ટેબલ સ્પૂન ધાણાના કુરીયા ,1/2 ટેબલ સ્પૂન જીરું ,8-10 નંગ મરી દાણા અને 2 નંગ લવીંગ એડ કરો. આ મસાલાને એકાદ મીનીટ માટે શેકી લો જેથી તેમાં રહેલો ભેજ ખતમ થઈ જાય.

3) એકાદ મિનિટ પછી આ મસાલાને પ્લેટમાં કાઢી થોડા ઠંડા પડવા દો.

4) મસાલા ઠંડા થાય ત્યાં સુધીમાં અથાણું બનાવવા માટે લીબું અને મરચાને નાનકડા ટુકડામાં કાપી લેવાના છે. લીંબુના નાના ટુકડા કરવા તેમજ મરચાની ચીરીઓ કરો ટુકડામાં કાપી લેવા.

5) મસાલો ઠંડો પડી ગયા બાદ તેને અધકચરો વાટી લો.

6) મસાલો અઘકચરો વાટી લીધા બાદ તેને કાપેલા લીબું અને મરચા સાથે એડ કરો.

7) સાથે જ એક ટેબલ સ્પૂન વાટ્યા વગરના રાઈના કુરીયા ,વરીયાળી ,હળદર પાઉડર, મીઠું અને લીબુનો રસ એડ કરી મિક્સ કરી લો.

8) બધું સારી રીતે મિક્સ કરો જેથી લીબું -મરચાના દરેક ટુકડા પર મસાલો ચડી જાય. મેં અહીંયા રાય કુરીયાનું પ્રમાણ વધારે લીધું છે. કારણ કે તેનો સ્વાદ લીલા મરચાના અથાણામાં ખુબજ સરસ આવે છે. અથાણામાં મીઠાનું પ્રમાણ ચડિયાતું રાખવાનું છે. કેમકે અહીંયા આપણે તેલનો ઉપયોગ કર્યો નથી. અહીંયા લીબું અને લીબુનો રસ એ પ્રિઝર્વેટિવ્ઝ તરીકે કામ કરે છે. તેથી આપણું અથાણું ઝડપ થી ખરાબ થતું નથી.

9) તો મિત્રો, તૈયાર છે લીંબુ મરચાનું સ્વાદિષ્ટ અથાણું આ અથાણાંને એક દિવસ માટે બહાર રાખવાનું પછી તેને સાફ અને એરટાઈટ કાચની બોટલમાં ભરીને ફ્રિજમાં રાખી શકાય. આ અથાણું 10 થી 12 દિવસ માટે આરામથી ખાઇ શકાય.આ અથાણું તાજે – તાજું બનાવીને ખાઈ શકાય. મેં અહીંયા પ્રિઝર્વેટિવ્ઝ તરીકે લીબુનો રસ લીધો છે તેના ઓપ્શનમાં વિનેગર પણ એડ કરી શકાય જેથી અથાણું લાંબો સમય સારું રહે.

તો મિત્રો, આ શિયાળાની સીઝનમાં તમે પણ આ રીતે બનાવજો અને હા મિત્રો બનાવતા પહેલા એકવાર આ વિડીયો જરૂર જોઈ લેજો જેથી અથાણું બનાવવામાં સરળતા રહે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

વિડીયો લિંક :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *