લેમન કોરિએન્ડર સૂપ – હવે હેલ્થી અને ટેસ્ટી સૂપ ઘરે બનાવો એ પણ હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી..

શિયાળો આવે એટલે ગરમ વસ્તુ જ ખાવા પીવાની ઈચ્છા થાય જેના થી કડકડતી ઠંડી માં થોડી રાહત મળે. તો આજે આપણે એવી જ એક સૂપ ની રેસીપી જોઇશુ , જે બનશે પણ ખૂબ જ ઝડપ થી અને હેલ્થી પણ ખરી તો ચાલો સામગ્રી અને રીત જોઈ લઈએ.

સામગ્રી :

  • ૧.૫ ચમચી તેલ
  • ૪-૫ લસણ ની કળીની પેસ્ટ
  • નેનો ટુકડો આદુ નો ખમણેલો
  • ૧ લીલું મરચું સમારેલું
  • ૧ ડુંગળી જીણી સમારેલી ડુંગળી
  • ૧.૫ કપ પાણી
  • અડધી ચમચી કોર્ન ફ્લોઉર અને પાણી ની સ્લરી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • અડધી ચમચી મરી પાઉડર
  • ૧ લીંબુ નો રસ
  • અડધો કપ જીણી સમારેલી કોથમીર.

સૌ થી પેલા એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે લસણ ની પેસ્ટ નાખી દો. અને લસણ ને ૧૦ સેકન્ડ જેટલું સાંતળી લો.

પછી તેમાં ડુંગળી નાખી દો , અને લસણ ડુંગળી બંને ને ૨૦.૩૦ સેકન્ડ સુધી સાંતળી લો , પછી તેમાં લીલું મરચું સમારેલું, ખમણેલું આદુ નાખી દો.

આ બધી વસ્તુ ને ૧ મિનિટ માટે ધીમા ગેસ પર સાંતળી લેવાની છે.

પછી તેમાં પાણી ઉમેરી દો , પાણી ઉકાળવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું , મરી પાઉડર , કોર્ન ફ્લોર ની સ્લરી નાખી હલાવી લો.

હવે તેમાં એક લીંબુ નો રસ નાખી દો , જીણી સમારેલી કોથમીર નાખી દો. અને સૂપ ને ૨-૩ મિનિટ જેવું ઉકાળવા દો . પછી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો.

વિટામિન સી થી ભરપૂર એવું આ હેલ્થી સૂપ આવે એ શિયાળા માં જરૂર થી બનાવજો , જે શિયાળા ની ઠંડી માં રાહત આપશે અને સાથે શરદી -કફ માં પણ ખુબ ઉપયોગી છે. અને ખુબજ ઓછા ટાઈમ બની જાય છે. આ એક ખુબ સારું ટોક્સિન પણ છે અઠવાડિયા માં ૨-૩ વાર પીવું શરીર માટે ફાયદાકારક છે. ખુબજ ટેસ્ટી બન્યું છે સૂપ , તો એક વખત ઉપર મુજબ ની રેસીપી પ્રમાણે જરૂર થી ટ્રાય કરજો અને કેવી લાગી રેસીપી તે પણ કોમેન્ટ માં જરૂર થી જણાવજો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *