લેમન મોજીતો નો સુગર – ઉનાળામાં સિકંજી તો પીતા જ હશો હવે ડ્રિન્ક બનાવો અને પીવો મોજ આવી જશે…

ગરમી માં આપડે અલગ અલગ પ્રકાર ના ડ્રિન્ક પીતા હોઈએ છે , બહાર કે પછી ઘરે બનાવી ને, આજે આપણે જે સૌ થી વધારે પીવાય છે તેવું લેમોન મોજીતો ડ્રિન્ક બનાવીશુ . મોટા ભાગે લોકો બહાર જ આ ડ્રિન્ક પીતા હોય છે , પણ આપણે આજે ઘરે જ એકદમ બહાર કેફે જેવું લેમોન મોજીતો બનાવીશું જેમાં , ગળ્યા સ્વાદ માટે ખાંડ નો ઉપયોગ નથી કર્યો . તો ચાલો રેસીપી જોઈ લો.

સામગ્રી

૨ ગ્લાસ મોજીતો બનાવ ની સામગ્રી આપેલી છે તમારે જેટલા ગ્લાસ બનાવવા હોય તેટલી સામગ્રી લેવી.

  • થોડા ફુદીના ના પણ
  • ૩-૪ લીંબુ ના નાના ટુકડા છાલ સાથે
  • ૨ લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૨ ચમચી આદુ નો રસ
  • ૧ ગ્લાસ પાણી
  • ૧ ગ્લાસ સાદી સોડા
  • ચાટ મસાલો
  • બરફ ના ટુકડા ૬-૭ જેટલા
  • ૨ ચમચી મધ

સૌ થી પેલા ફુદીના ના પાન હાથે થી તોડી ને લઇ લો , અને ક્રશ કરી લેવાના છે , અહીં મેં ખાયણી- દસ્તા નો ઉપયોગ કર્યો છે તમે તેના બદલે કોઈ પણ ગ્લાસ , જાર કઈ પણ લઇ શકો અને ચમચી કે જે તમને ફાવે તેના થી ક્રશ કરી શકો.

લીંબુ ને છાલ સાથે આ રીતે ક્રશ કરવા થી તેમાં થી થોડું તેલ છુટ્ટુ પડશે જે ટેસ્ટ અને અને ફ્લેવર બંને ખુબ સરસ આપશે, બંને વસ્તુ ફોટો અને વિડિઓ માં બતાવ્યા પ્રમાણે ક્રશ થઇ જાય એટલે સર્વિંગ ગ્લાસ માં લઇ લેવાના છે.

ત્યાર બાદ તેમાં બરફ ના ટુકડા નાખી દો , ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખી દો ,

એક – એક ચમચી આદુ નો રસ બંને ગ્લાસ માં નાખી દો, બંને ગ્લાસ માં એક – એક લીંબુ નો રસ નાખી દો ,

બંને ગ્લાસ અડધા અડધા પાણી થી ભરી દો, બરાબર મિક્સ કરી લો ,હવે બંને ગ્લાસ માં સાદી સોડા નાખી દો , ગળ્યા સ્વાદ માટે ઉપર થી બંને ગ્લાસ માં એક – એક ચમચી મધ નાખી અને મિક્સ કરી લો ,

ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દો , લીંબુ ની પતલી સ્લાઈસ કરી અને મૂકી દો ડેકોરેશન માટે , બસ રેડી છે એકદમ રિફ્રેશિંગ એવું લેમન મોજીતો.

તો ઉનાળા ની આ ગરમી માં ચોક્કસ થી બનાવી ને પીવો.

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *