લીંબુ ફુદીના શરબત – ઉનાળામાં એનર્જી બુસ્ટ કરવા અને રિફ્રેશ થવા આ શરબત…

લીંબુ ફુદીના શરબત:-

  • • ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે તેવો લીંબુ ફુદીના નો શરબત..

• આ શરબત પીવાથી ઇમ્યુનિટી વધારે છે અને શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે.

  • • તો ચાલો મિત્રો વિડીયો રેસીપી દ્રારા લીંબુ ફુદીના શરબત ની રેસીપી.
  • • મિત્રો રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

• સામગ્રી:-

  • • ફુદીના ના પાન
  • • 3 ચમચી ખાંડ
  • • 3 લીંબુ
  • • ½ ચમચી સંચર
  • • 4 થી 5 ગ્લાસ પાણી
  • • 1 ચમચી શેકેલા જીરાનો પાવડર
  • • બરફના ટુકડા

• રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ એક મિક્ષ્ચર જારમાં ફુદીના ના પાન, ખાંડ, લીંબુ નો રસ, સંચર ઉમેરી પેસ્ટ બનાવી લો.

• સ્ટેપ 2:-હવે એક મોટા વાસણમાં 4 થી 5 ગ્લાસ પાણી ઉમેરી લો. અને એમાં પેસ્ટ બનાવી હતી એ ઉમેરી લો. અને મિક્સ કરી લો.

• સ્ટેપ 3:-હવે એમાં એક લીંબુ નો રસ ઉમેરી લો. અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી મિક્સ કરી લો. તો તૈયાર છે ઉનાળાની ગરમી માં ઠંડક આપે એવો લીંબુ ફુદીના નો શરબત

• સ્ટેપ 4:-સવિૅંગ ગ્લાસ માં સવૅ કરી લો. અને બરફના ટુકડા ઉમેરી લો. તો ખૂબ જ ટેસ્ટી અને ઠંડક આપે એવો શરબત રેડી છે.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *