લીલા ચણાનો પાક – ખૂબ જ સ્વાદિષ્ટ, હેલ્ધી તેમજ દેખાવે પણ ટેમ્પટિંગ છે એકવાર જરૂર ટ્રાય કરજો.

લીલા ચણાનો પાક

મિત્રો, લીલા ચણા હર કોઈને ખુબ જ ભાવે છે. તેમને શેકીને પણ ખવાય છે અને તેની અવનવી વાનગીઓ પણ બને છે. આજે હું લીલા ચણાની એક યુનિક રેસિપી શેર કરવા જઈ રહી છું જે છે લીલા ચણાનો પાક, જે ખૂબ જ સ્વાદિષ્ટ, હેલ્ધી તેમજ દેખાવે પણ ટેમ્પટિંગ છે, તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો લીલા ચણાનો પાક

સામગ્રી :


1/2 કપ લીલા ચણા

1/2 કપ ગોળ

3 ટેબલ સ્પૂન ઘી

થોડા ડ્રાયફ્રૂટ્સ

તૈયારી :

લીલા ચણાને શેકીને સુકવી લેવા, ત્યારબાદ તેનો કરકરો લોટ બનાવી લેવો.


ડ્રાયફ્રૂટ્સની કાતરી કરી લેવી.

રીત :


સૌ પ્રથમ એક બાઉલમાં લીલા ચણાનો લોટ લો. તેમાં અડધી ચમચી ઘી અને એક ટેબલ સ્પૂન દૂધનો ધાબો આપી બરાબર મિક્સ કરો. ત્યારબાદ હાથથી થપથપાવીને ડાબી દો. 15 મિનિટ્સ સુધી ઢાંકીને રહેવા દેવું. 15 મિનિટ્સ પછી હાથથી છૂટું કરી લેવું, ગઠ્ઠા બિલકુલ ના રહેવા દેવા.


કડાઈમાં 3 ટેબલ સ્પૂન ઘી લો, તેમાં ગોળ નાખી મીડીયમ આંચ પર પીગળવા દો. ગોળ પીગળે ત્યાં સુધી સતત હલાવતા રહેવુ. ગોળ પીગળી જાય અને બબલ્સ દેખાય એટલે તુરંત ધાબો દીધેલ લોટ ઉમેરો. સ્ટવની ફ્લેમ ઑફ કરી બરાબર મિક્સ કરી લો. ત્યારપછી તેને ગ્રીઝ કરેલી પ્લેટ કે મોલ્ડમાં ઢાળી દો, ઉપરથી ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી લો.


ઠંડો થાય પછી મનગમતા શેઇપમાં કાપી લો.


તૈયાર છે લીલા ચણાનો પાક, જેને વાર-તહેવાર પર બનાવી શકાય અને મહેમાનોને સ્વિટના ઓપ્શનમાં સર્વ કરી શકાય. તો ચોક્કસ ટ્રાય કરજો આ લીલા ચણાનો પાક, બધાને ખુબજ પસંદ આવશે.

ગળ્યું ઓછું પસંદ હોય તો ગોળનું પ્રમાણ ઘટાડી શકાય. દૂધનો ધાબો દીધેલ છે માટે ઘી ઓછું નાખીને પણ બનાવી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *