લીલા પુડલા ફ્રેન્કી – બાળકોને હેલ્થી અને ટેસ્ટી વાનગી ખવડાવવા માંગો છો? બનાવો આ ફ્રેન્કી…

કેમ છો મિત્રો,

અત્યારે તો વેકેશન ટાઇમ ચાલી રહ્યો છે. આખો દિવસ છોકરાઓ ઘરે હોય એટલે થોડી થોડી વારે ભુક લાગી ચાલુ જ હોય છે. અને હમણાં તો બાંધયનું બહાર ખાવાનું પણ બંદ છે તો રોજ રોજ શુ બનાવાનું આ મોટો પ્રશ્ર્ન હોય છે .

અને બધાયને કઈક ને કંઈક નવું જ જોઈતું હોય છે…

તો આ ફ્રાંકી ચોક્કસ થી try કરજો.

બનાવામાં સહેલી પણ છે અને એકદમ પૌસ્ટિક તો ખરીજ….

ફ્રાંકી નું નામ આવે એટલે છોકરા ઓ પણ એકદમ હોંશે થી ખાશે…તમે એમા ચીજ પણ છીણીને નાખી શકો છો….

લીલા પુડલા ફ્રેન્કી

સામગ્રી :-

  • ૧ વાટકી મગ – ફણગાવેલા
  • ૧ વાટકી – પાલક પ્યૂરી
  • ૨ વાટકી – સાતું નો લોટ
  • ૧ ચમચી – હળદર
  • ૧ કેપ્સિકમ ના ટુકડા
  • રાઈ,જીરું, હિંગ – વઘાર માટે
  • મીઠું – સ્વાદપ્રમાને
  • કોથમરી
  • તેલ

રીત:-

સૌ પ્રથમ મગ ધોઈ લેવા.મરચા અને કોથમરી ઝીણી સમારી લેવી.

પાલક ની પ્યૂરી બનાવી.

પ્યૂરી માં લોટ મિક્સ કરવું.થોડુ મીઠું મિક્સ કરવું.

હવે તેલ ગરમ કરી તેમાં જીરું, રાઈ, હિંગ નાખી હળદર, મીઠું નાખી ફણગાવેલા મગ નાખી ધીમા તાપે સિજવી પછી કોથમરી નાખવી.

હવે નોનસ્ટિક તવીઉપર થોડું તેલ લગાવી પુડલા નું બેટર પાથરી પુડલા ઉતારવા.

હવે તેણીઉપર ફણગાવેલા મગ નું સ્ટફિંગ પાથરી સ્ટફ્ કરવું.

ફ્રાંકિ ની જેમ કરી લેવું. હવે સરખુ શેકી લેવું.

ગરમાગરમ સર્વ કરવું.

ટીપ:- ચણાની દાળ, અને ઘઉ નું સરખું માપ લઇ તેને શેકી ને પીસી લેવું તેને સાતું નો લોટ કેવાય છે .આ લોટ બઉ પૌસ્ટિક હોય છે. પચવામાં પણ હલકું હોય છે. મગ અને પાલક માં પણ જીવનસત્વ વધારે હોય છે…..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *