લીલી હળદરના લડડું – ખૂબ જ લાભકારી એવી લીલી હળદરના ટેસ્ટી અને હેલ્ધી લાડુ બનાવતા શીખો…

શિયાળો હજી ચાલી રહ્યો છે સાથે જ લીલી હળદર બજારમા સરસ મળી રહી છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે. હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક જાતની બીમારીઓથી બચી શકાય છે

હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘા માં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી, લીલી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે.
તો ચાલો મિત્રો આજે ખૂબ જ લાભકારી એવી લીલી હળદરના ટેસ્ટી અને હેલ્ધી લાડુ બનાવતા શીખીએ..

લીલી હળદર ના લડડું.

સામગ્રી :-

  • લિલી હળદર – ૫૦૦ ગ્રામ
  • દેશી ગોળ – ૫૦૦ ગ્રામ
  • મખાનાં -૧૦૦ ગ્રામ
  • કાજૂ – ૫૦ ગ્રામ
  • બદામ – ૫૦ ગ્રામ
  • અકરોડ – ૫૦ ગ્રામ
  • દ્રાક્ષ – ૫૦ ગ્રામ
  • મગજતરી ના બી – ૧/૨ કપ
  • ગ્રેટેડ કોકોનટ – ૧કપ
  • ઘી – ૧૦૦ ગ્રામ
  • મરી પાવડર – ૧ ચમચી

રીત :- ૧- સૌથી પહેલા કઢયી માં ઘી લયી તેમાં બદામ, કાજુ, દ્રાક્ષ, રોસ્ટ કરી લેવા. પછી બાઉલમાં કાઢી તેમાં મખાનાં, મગજતરી ના બી રોસ્ટ કરી લેવા.

૨- હવે હળદરને છોલી પછી છીણી લેવી .કઢયીમાં ૨ ચમચી ઘી લયી તેમાં છીણેલી હળદર ને શેકી લેવું.હવે બાઉલ માં કાઢી તેમાં સમારેલો ગોળ ઉમેરવો મેલ્ટ થાય ત્યાંસુધી થવા દેઉ.

૩- હવે રોસ્ટ કરેલા મખાનાં અને મગજતરી ને ક્રશ કરી ગોળ માં ઉમેરવું.પછી કાજુ, બદામ , અકરોડ, ને ક્રશ કરી તેમાં ઉમેરવું.

૪- હવે તેમાં શેકેલી હળદર અને કોપરાના છીન ને ઉમેરવું. સરખું હલાવી બધું મિક્સ કરવું.છેલ્લે મરી પાવડર નાખી સરખું મિક્સ કરી લેવું. હવે મિશ્રણને ઠંડું થવા દેઉ.

૫- પછી તેના લડડું વાળવા. તો તૈયાર છે એકદમ હેલ્થી લડડું ……….

ટીપ:- મરી પાવડર મિક્સ કરવાથી સ્વાદ સાથે પાચનશક્તિ પણ સારી રે છે.

લિલી હળદર ના ફાયદા :-

૧- શરદી , ખાસી ,આંખ માં ઝામર થઈ હોય તો ઉપયોગ માં લેવાય છે.

૨- જેને કોઢ થયો હોય તે માટે ઉપયોગ થાય છે.

૩- બાળકોના પેટમાં કૃમિ નો નાશ પામે છે.

૪- મૂત્ર ના રોગ માં પણ ઉપયોગ થાય છે.

૫- લોહી ને શુદ્ધ કરે છે.

૬- શ્વાસ, ની તકલીફ અને હેડકી મટાડે છે.

૭-અંદર કે બાહર કોઈપણ જખમ મટાડે છે.

૮- જોઇન્ટ્સ ના તકલીફ માં પણ ઉપયોગ થાય છે .

૯- લિલી હળદર માં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, ફોર્સફોરસ, કેલસિઉમ, વિટામિન A અલ્પ માત્રા માં મળે છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *