ચોમાસુ સ્પેશિયલ લીલી મકાઈનો ઉપમા – ઝરમર વરસતા વરસાદમાં ખાવાની ખુબ મજા પડશે…

આજે આપણે ચોમાસુ સ્પેશિયલ લીલી મકાઈ નો ઉપમા બનાવીશું.આ ખૂબ જ ઝડપ થી બની જાય છે અને હેલ્ધી પણ ખૂબ જ હોય છે સવાર ના નાસ્તા માં માટે કે સાંજ ની ભૂખ માટે એકદમ પરફેક્ટ છે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.તો ચાલો બનાવી લઈએ મકાઈ નો ઉપમા.

સામગ્રી:

  • સ્વીટ કોર્ન
  • મીઠું
  • હળદર
  • લીલું મરચું
  • કોથમીર
  • આદુ
  • હીંગ
  • જીરું
  • તેલ
  • અડદ ની દાળ
  • રવો
  • રાઈ
  • મીઠા લીમડાના પાન
  • ગરમ મસાલો
  • લીંબુ નો રસ
  • દૂધ
  • ડુંગળી

રીત

1- સૌથી પહેલા સ્વીટ કોર્ન લઈ લઈશું. અત્યારે માર્કેટ માં ભરપુર પ્રમાણ માં મકાઈ મળે છે.એક મોટી મકાઈ માંથી દાણા કાઢી ને તેને બાફી ને લઈ લીધી છે અને બે ચમચી દાણા રહેવા દીધા છે માઇક્રોવેવ માં ત્રણ જ મિનિટ માં બફાઈ જાય છે.

2- તમે પાણી માં પણ બાફી શકો છો. હવે એક પેન લઈ લઈશું અને તેમાં ત્રણ મોટી ચમચી રવો લઈ લઈશું.તેને તેલ કે ઘી વગર શેકી લઈશું.તેને બે મિનિટ ધીમા ગેસ પર શેકી લઈશું.સોજી સરસ શેકાય ગઈ છે અને સુગંધ પણ આવવાં લાગી છે.

3- હવે રવા ને કાઢી લઈશું.હવે તેજ પેન માં બે ચમચી તેલ એડ કરીશું.તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી રાઈ નાખીશું.ત્યારબાદ એક નાની ચમચી જીરૂ નાખીશું અને એક નાની ચમચી અડદ ની દાળ નાખીશું.

4- હવે ત્રણેય વસ્તુ ને સરસ શેકાવા દઈશું.અને રાઈ ને સરસ ફૂટવા દેવાની છે.હવે તેમાં પા ચમચી હિંગ નાખીશું. ત્યારબાદ પાંચ થી છ મીઠા લીમડાના પાન નાખીશું.ત્યારબાદ ત્રણ લીલા મરચા ને ઝીણા સમારેલા એડ કરીશું. અને અડધી નાની ચમચી આદુ ને વાટી ને લઈ લીધું છે.

5- હવે આને અડધી મિનીટ માટે સાંતળી લઈશું.હવે એક નાની ડુંગળી ને ઝીણા ટુકડા કરી લીધા છે તેને એડ કરીશું.ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું,આ સ્ટેજ પર ગાજર,વટાણા અને કેપ્સિકમ પણ નાખી શકો છો.


6- હવે આપણે મસાલા કરી લઈશું.પહેલા આપણે અડધી નાની ચમચી હળદર નાખીશું,સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે જે સોજી ને શેકી ને રાખી હતી તે એડ કરીશું,હવે જે ક્રશ કરી ને રાખેલી મકાઈ નાખીશું.

7- હવે આને પણ સરસ મિક્સ કરી લઈશું.આને આપણે એક કપ દૂધ લઈશું.પણ બધું સાથે નથી નાખવાનું થોડું થોડું કરી ને એડ કરીશું.જો એકસાથે નાખશો તો તમારો ઉપમા ઢીલો થઈ જશે દૂધ બધું સોસાઇ ગયું છે એટલે થોડું એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જઈશું.

8- દૂધ ના બદલે તમે પાણી પણ લઈ શકો છો.હવે તેને ધીમા ગેસ પર ઢાંકી ને કુક થવા દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે બધું જ દૂધ સોસાઈ ગયું છે તો હવે બાકી નું બધું જ દૂધ એડ કરી દઈશું.

9- હવે બધું સરસ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેને ઢાંકી ને કુક કરી લઈશું.હવે બે મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ કે આપણો ઉપમા કેવો થઈ ગયો છે ખૂબ જ ઝડપ થી બની જાય છે.અને એકદમ સરસ થઈ ગયો છે જે તમે વિડિયો માં જોઈ શકો છો.

10- હવે આપણે છેલ્લે આપણે પા ચમચી ગરમ મસાલો નાખીશું.અને અડધા લીંબુ નો રસ નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું. આપણો મકાઈ નો ઉપમા બની ને તૈયાર થઈ ગયો છે.હવે લીલા ધાણા નાખીશું,આ ઉપમા ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે આ સવાર ના નાસ્તા માં અથવા સાંજે નાસ્તા માં ભૂખ લાગે ત્યારે બનાવી ને ખાઈ શકો છો.

11- હવે આને ગરમા ગરમ સર્વ કરી લઈશું.આમાં આપણે મકાઈ ના દાણા પણ નાખ્યા છે જ્યારે આપણે ખાઈએ ત્યારે મોંમાં આવે ત્યારે મસ્ત ક્રન્ચ ટેસ્ટ આવશે.હવે તે પણ મિક્સ કરી લઈશું હવે આપણે ગરમા ગરમ ઉપમા ને સૌ કરીશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સરસ લીલી મકાઈ નો ઉપમા બન્યો છે.સવાર માં આનો નાસ્તો ખૂબ જ હેલ્ધી હોય છે.બનાવવામાં પણ એકદમ સરળ છે ફકત દસ જ મિનિટમાં બની ને તૈયાર થઈ જાય છે તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *