લીલવાના મોમોઝ – લીલવાની કચોરીનું અપડેટેડ વર્ઝન આ સીઝનમાં એકવાર જરૂર ટ્રાય કરજો…

લીલવાના મોમોઝ

સૌથી કંટાળાજનક હોય તો તે છે તુવેરોને ફોલવી…ફોલવી કોઈને ના ગમે પણ એમાંથી બનતી વાનગી સૌને ભાવે….!!!

એમાંય માંડ માંડ ફોલતા હોવ અને જો એમાંથી એક મુઠી કોઈ બાળક લેવા જાય તો મમ્મી તરત જ રોકી દે છે ….કાચા ના ખવાય પેટમાં દુખે…..કહીને….😂

પણ દરેક શિયાળામાં દરેક ઘરમા એકવાર બનતી આ લીલવાની કચોરીને એક નવું સ્વરૂપ આપીને લઈને આવ્યા છે ફરી એકવાર શોભના શાહ જેઓ હંમેશા એમની વાનગીઓમાં નવીનતા સાથે જ આવે છે. તો ચાલો એમની પાસેથી આજે બનાવતાં શીખીએ.

લીલીતુવેરની_કચોરી….લીલવાના મોમોઝ

🌹સામગ્રી…

પુરણ માટે..

 • 250 gm લીલી તુવેર દાણા, મિક્ષી માં ક્રશ કરી લેવા.
 • 1 ટી સ્પૂન તલ,
 • 2 ટી સ્પૂન સુકુ કે લીલું કોપરાનું ખમણ,
 • 2 ટી સ્પૂન આદુ મરચાં પેસ્ટ,
 • 1.5 ટી સ્પૂન વાટેલું લીલું લસણ,
 • 1.5 ટી સ્પૂન ખાંડ,
 • 1.5 ટી સ્પૂન લીંબુ નો રસ,
 • 1 કપ સુધારેલી કોથમરી,
 • મીઠું, આખું જીરું, હિંગ,
 • તેલ.

પૂરી માટે..

 • 1.5 કપ મેંદો,
 • પોણો કપ ઘઉંનો લોટ,
 • 3 ટેબલ સ્પૂન ઝીણો રવો,
 • તેલ, મીઠું.

રીત….

પૂરણ માટે..

સૌ પ્રથમ તુવેરના દાણાને એક ઉભરો આવે એટલા બાફી લો. હવે એને એકદમ કોરા કરી દો.

હવે અધકચરા ક્રશ કરી લો.

એક પેન માં 2 ટેબલ સ્પૂન તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી આદુમરચાં અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો, પછી કાજુ, કિસમિસ, તલ અને કોપરું નાખી સાંતળી, તુવેરના ક્રશ કરેલા દાણા નાખી થોડી વાર ચડવા દો, પછી લીંબુ નો રસ અને ખાંડ નાખો, 2 મિનિટ રહેવા દઈ છેલ્લે કોથમરી નાખી ઠંડુ થવા દો..

પૂરી માટે..

ત્રણે લોટ ભેગા કરી મુઠ્ઠી પડતું મોણ અને મીઠું નાખી પાણી થી મધ્યમ કઠણ લોટ બાંધી 10 મિનિટ રહેવા દો.

નાના લુવા લઈ પૂરી વણી વચ્ચે પુરણ મૂકી કચોરી ની જેમ વાળી શકો છો અથવા એને મોમોઝની જેમ પણ તૈયાર કરી શકાય છે બાળકોને એકની એક રીતે જોઈને અણગમૈ આવતો હોય તો એનો આકાર બદલીને આ રીતે આકર્ષક બધાવીને આપી શકાય છે.

હવે ગરમ તેલમાં મધ્યમ તાપે ગુલાબી રંગની તળી લો..ગરગાગરમ પીરસો😊

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *