શિયાળું સ્પેશિયલ લીલવાની કઢી અને બાજરીનો રોટલો બનાવવાની એકદમ સરળ રીત

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “શિયાળું સ્પેશિયલ લીલવાની કઢી અને સાથે બાજરીનો રોટલો” શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત ધીમે ધીમે થઈ ગઈ છે.જોતા જ મોઢામાં પાણી આવા લાગે અને તરત જ ખાવાનું પણ થઈ જઈ એવી ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી કઢી અને બાજરીનો રોટલો.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને ખૂબ જ ભાવશે.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • છાસ
  • તુવેરના દાણા
  • ચણાનો લોટ
  • મીઠા લીમડાના પાન
  • આદુ મરચાની પેસ્ટ
  • લીલુ લસણ
  • કોથમીર
  • ગોળ

રીત-

1-સૌથી પહેલા આપણે તુવેરના દાણા મિક્સરમાં અધકચરા પીસી લઈશું. હવે 500 એમએલ છાસ લઈશું. તેમાં એક મોટી ચમચી ચણાનોલોટ નાખીશું. પછી તેને વલોવી લઈશું.

2- હવે આપણે તેને ગેસ પર ધીમા તાપે મૂકી દઈશું. સૌથી પહેલા આપણે એક મોટી ચમચી આદુ-મરચાની પેસ્ટ નાખી શું. હવે તુવેર ના દાણા પીસેલા હતા તે એડ કરીશું.

3-હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. એક ચમચી જેટલો ગોળ એડ કરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. બોઈલ આવે ત્યાં સુધી રહેવા દઇશું ગેસ પર. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કઢી થોડી ઘટ્ટ પણ થઈ ગઈ છે.

4- હવે એક ઉભરો આવે એટલે એક ચમચી જેટલું લીલુ લસણ નાખીશું. હવે ગેસ ધીમો કરી દઈશું. હવે તેનો વઘાર કરી લઈએ. વઘાર માટે આપણે એક ચમચી ઘી લઈશું. હવે તેમાં એક સૂકું લાલ મરચું નાખી શું. એક તજનો ટુકડો અને બે લવિંગ નાખીશું.અને બે કાળી મરી નાખીશું.

5-હવે એક ચમચી જીરું નાખી શું.થોડી હિંગ નાખીશું. અને હવે મીઠા લીમડાના પાન નાખીશું. હવે આ વઘાર આપણી કઢી માં નાખીશું. હવે તેને હલાવી લઈશું. હવે તેને પાંચ મિનિટ ઉકળવા દઈશું. જેથી તુવેર ના દાણા છે તે ચડી જાય.

6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે કઢી ઉકળી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે સર્વે કરીશું.

7-બાજરીનો રોટલો બનાવવા માટે એક કપ બાજરીનો લોટ લઈશું. લોટ બાંધવા માટે તેમાં એક કપ પાણી લઈશું અને તેમાં મીઠું ઓગાળી લઈશું. હવે તેમાં થોડું-થોડું પાણી એડ કરતાં જઈશું. જરૂર પ્રમાણે પાણી એડ કરતાં જઈશું. અને લોટ બાંધતા જઈશું.

8-હવે તેને મસળી લઈશું. જેથી રોટલા સરસ ફુલ સે. હવે તેને વણી લઈશું. તેનું ગુલ્લુ લઈશું અને કહે ને પાટલી પર મૂકી શું અને ઉપર થોડો કોરો લોટ ભભરાવી શું. હવે તેને હલકા હાથે વણી લઈશું.

9- તેને બહુ પાતળો નથી કરવાનો થોડો જાડો રાખવાનો છે. પીવાનું પાણી એક્સાઇડ ચોપડી લેવાનું છે. લોઢી ગરમ થઈ ગઈ છે. હવે તેને હલકા હાથે હાથ માં લઇ ને પાણી વારી સાઈડ નીચે આવે તેવી રીતે મુકીશું.

10- હવે બીજી બાજુ પણ પાણી લગાવીશું. આ પાણી સુકાઈ જાય પછી તેને બીજી બાજુ ફેરવી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાણી સુકાઈ ગયું છે તો બીજી બાજુ ફેરવી લઈશું.

11-હવે બીજી બાજુ શેકતી વખતે થોડો ગેસ ફાસ્ટ કરીશું.હવે રોટલા ને ચડી જવા દઈશું. સરખો ચડી લેવાનો.અને તેને થોડી થોડી વારે જોતા રહીશું.હવે બરાબર થઈ ગયું છે.હવે તેને કૃપયા થી રોટલા ને પકડી લઈશું અને ડાયરેક્ટ ગેસ પર મૂકી દેવાનું અને તેને ફૂલાડી દઈશું.

12-હવે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. તેના પર ઘી લગાવી શું. તો ચાલો આપણે તેને લીલવા ની કઢી સાથે સર્વ કરીશું. લીલવા ની કઢી પર આપણે થોડા લીલા ધાણા નાંખી શું. તો તમે ચોક્કસથી આ રેસિપી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *