લીંબુ શરબત – સ્ટોરેજ કરીને આખો ઉનાળો એનર્જી મેળવી શકો છો…

મિત્રો, ધોમ ધખતા ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. એમાંય વળી ઉનાળાની બળ-બળતી બપોરે આઈસ્ક્રીમ તેમજ જાત-જાતના ઠંડાપીણા પીવા ગમે છે. આપણે ગરમી અને તાપથી બચવા બજારમાં મળતા કેમિકલયુક્ત ઠંડાપીણા અવારનવાર પીઈએ છીએ જે સ્વાથ્ય માટે હાનિકારક છે. આવા અનહાઈજેનીક પીણાં પીવા કરતા આપણે ઘરે જ ઘણા શરબત કે જ્યુસ બનાવીને પીવા જોઈએ જે આપણને ગરમીથી બચાવે અને એનર્જી આપે.

ઠંડાપીણામાં લીંબુ શરબત એ એક એવું પીણું છે જે સૌને અતિ પ્રિય છે તેમજ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને ફ્રેશનેસ બક્ષે છે. જે ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી અને ફટાફટ બને છે.

મિત્રો, લીંબુ શરબતને સ્ટોરેજ પણ કરી શકાય અને જયારે પણ પીવાની ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ બનાવીને સેવન કરી શકાય, આજે હું કઈ રીતે સ્ટોરેજ લીંબુ શરબત બનાવવું તેની રેસિપી શેર કરું છું જે આપણે એકવાર બનાવી ફ્રીઝમાં સ્ટોર કરી આખો ઉનાળો ઠંડા શરબતનો આનંદ માણી શકીએ.

સામગ્રી :


250 ગ્રામ લીંબુ

250 ગ્રામ ખાંડ

તૈયારી :

લીંબુનો રસ કાઢી ગાળી લો.

ખાંડને બદલે સાકર પણ લઇ શકાય, જો સાકર યુઝ કરો તો સાકરનો પાવડર કરી લેવો.

રીત :


1) સૌ પ્રથમ એક વાસણમાં ખાંડ લો, તેમાં 250 મિલી પાણી ઉમેરો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખી ગરમ થવા દો.


2) સતત હલાવતા રહી ખાંડને ઓગાળો. ખાંડને માત્ર ઓગાળવાની છે ચાસણી બિલકુલ બનવા દેવાની નથી. ખાંડ બરાબર ઓગળી જાય અને બબલ્સ દેખાવાનું શરુ થાય એટલે સ્ટવની ફ્લેમ બંધ કરી દેવી અને તૈયાર થયેલા ખાડ-પાણીના મિશ્રણને ઠંડુ પડવા દો.


3) ખાંડ-પાણીનું મિશ્રણ ઠંડુ પડે પછી તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લો.


4) બસ તો તૈયાર છે આપણું સ્ટોરેજ લીંબુ શરબત જેને બોટલ અથવા એરટાઈટ કન્ટેનરમાં ભરી રેફ્રિજરેટરમાં મૂકી દો. આ રીતે તૈયાર કરેલ શરબત પાંચેક મહિના સુધી સારું રહેશે.


જયારે શરબત પીવું હોય ત્યારે એક ગ્લાસ પાણીમાં બે ટેબલ સ્પૂન જેટલું શરબત અને ચપટી મીઠું ઉમેરી ઇન્સ્ટન્ટ બનાવી શકાય.

તો મિત્રો, જરૂર બનાવો ઇન્સ્ટન્ટ લીંબુ શરબત, જેથી ઘરના સ્ભ્યો તેમજ મહેમાનોને ક્વિક સર્વ કરીને ખુશ કરી શકાય અને આપણો ટાઈમ પણ બચાવી શકાય.

નોંધ : ટેસ્ટ વેરિયેશન માટે સર્વ કરતી વખતે મરી પાવડર, ચંચળ પાવડર તેમજ શેકેલ જીરાનો પાવડર પણ ઉમેરી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *