લીંબુના આ ઉપયોગો વિષે જાણશો તો ચકિત થઈ જશો !

શું તમે લીંબુના આ ઉપયોગો વિષે જાણો છો

જાણશો તો ચકિત થઈ જશો

સામાન્ય રીતે લીંબુને કંઈ ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું નથી. લીંબુને આપણે માત્ર ખટાશ તેમજ બહુ બહુ તો લીંબુના શરબત તરીકે જ ઉપયોગમાં લઈએ છીએ અને તે જ રીતે તેને યાદ કરીએ છીએ પણ શું તેના અન્ય જરૂરી ઉપયોગો વિષે જાણવાનો આપણે ક્યારેય પ્રયાસ કર્યો છે ખરો ? પણ લીંબુ એ સ્વાસ્થ્ય માટે તો ઉપયોગી છે જ પણ તે સિવાય પણ તેના કેટલાક એવા ઘરગથ્થુ ઉપયોગો છે જે તમારી નાનીનાની મુશ્કેલીઓને છૂ કરી શકે છે.

આજનો આ લેખ વાંચીને તમે અમારો આજનો આ લેખ તો સેવ્ડ આઇટમમાં સેવ કરી જ લેશો પણ તમે તમારા રસોડામાં લીંબુ અચૂક રાખશો.

રેફ્રિજરેટર ફ્રેશનર – ફ્રીજને રિફ્રેશિંગ રાખવા

ઘણા લોકો રેફ્રિજરેટરમાંની ગંધ-દૂર્ગંધને દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે. પણ તમને એ નહીં ખબર હોય કે લીંબુ પણ ખુબ જ સરળતાથી ફ્રીજની દુર્ગંધ દૂર કરી શકે છે.

તે માટે તમારે એકાદ લીંબુનો રસ કાઢી તે રસમાં રૂ અથવા સ્પોન્જ પલાળવાનું છે. હવે આ લીંબુના રસમાં પલાળેલા રૂ કે સ્પોજને તમે ફ્રીજમાં મુકી શકો છો અને કેટલાક કલાક તેને ફ્રીજમાં રાખ્યા બાદ તમે જોઈ શકશો કે ફ્રીજમાંની દુર્ગંધ દૂર થઈ ગઈ હશે.

નખ માટે

જો તમારા નખ શુષ્ક અને ખરબચડા હોય તો ખુબ જ થોડા પ્રમાણમાં ઓલિવ ઓઈલ લો અને તેમાં લીંબુના રસના ત્રણ-ચાર ટીપાં નાખો અને તેમાં તમારા નખ પલાળી રાખો. નખ પલાળ્યા બાદ તેને ધોઈ નાખો અને ત્યાર બાદ તમે તેના પર ક્યુટિકલ તેલનું મસાજ કરો.

લીંબુના રસથી નખ સફેદ થાય છે અને તેના પરના ડાઘ દૂર થાય છે. તેની એસિડિટીના કારણે લીંબુનો સદીયોથી મેનિક્યોરમાં ઉપયોગ કરવામાં આવે છે.

શ્વાસ સંબંધી સમસ્યા માટે

લીંબુનો આ ઉપયોગ ખરેખર ચકીત કરનારો છે. જે લોકોને અસ્થમાની સમસ્યા હોય અથવા જેમને છાતીમાં કફ ભરાઈ જવાની સમસ્યા હોય તેમણે લીંબુનું પાણી પીવું જોઈએ તેનાથી છાતીમાનો કફ છુટ્ટો થાય છે અને શરીરમાંનો કફ ઘટે છે.

જો તમને શરદી હોય અથવા તમારું ગળુ સુકાઈ ગયું હોય તો લીંબુ ચુસવાથી કે પછી લીંબુનો રસ પીવાથી તમને મદદ મળે છે. લીંબુમાંની જીવાણુરોધી સંપત્તિના કારણે તે કફ સામે ઉત્તમ કામ કરે છે.

દાંતને સફેદ કરવા માટે લીંબુનો ઉપયોગ

થોડો બેકિંગ સોડા તેમજ લીંબુનો રસ મિક્સ કરી, તમે તમારા સ્મિતને ઉજળુ બનાવી શકો છો. હા આ પ્રયોગથી તમે તમારા દાતને વધારે સફેદ બનાવી શકો છો. બેકિંગ સોડા તેમજ લીંબુના મિશ્રણથી જે રસાયણ ઉત્પન્ન થાય છે તેનાથી તમારા દાંત સફેદ બને છે.

તમે આ મિશ્રણને ટુથ બ્રશ કે પછી આંગળીથી કરી શકો છો. તેમ છતાં તમારે એ વાતનુ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણનો વધારે પડતો ઉપયોગ કરવો નહીં તેનાથી દાંત પર લાગેલું એનેમલ દૂર થઈ જાય છે. અને હા, આ મિશ્રણને તમારે તમારા દાંત પર એક મિનિટ કરતાં વધારે રહેવા દેવાનું નથી.

ઘરના વાસણો ચમકાવવા

ભારતીય ગૃહિણીઓ માટે તો લીંબુનો આ ઉપયોગ જરા પણ અજાણ્યો નહીં હોય. રસોડાની વસ્તુઓ જેમ કે ચોપિંગ બોર્ડ, વેલણ અને બીજી લાકડાની વસ્તુઓ એ કીટાણુઓ તેમજ દુર્ગંધ માટે ચુંબકનું કામ કરે છે. પણ લીંબુ આ બધી જ સમસ્યાને પળવારમાં દૂર કરે છે કારણ કે તે જીવાણુઓ તો મારે જ છે પણ સાથે સાથે દુર્ગંધને પણ દૂર કરે છે.

તે માટે તમારે માત્ર અરધુ લીંબુ લેવાનું છે અને આ બધી જ વસ્તુઓ ધોયા બાદ તેના પર ઘસવાનું છે. ત્યાર બાદ તેને 20થી 30 મિનિટ તેમજ રાખી મુકવું. ત્યાર બાદ તેને ફરી પાણી વડે ધોઈ નાખવું.

ફૂડ પ્રિઝર્વેટીવ તરીકે

તમે માનો કે ન માનો પણ તમે લીંબુનો ઉપયોગ ફળોને વધારે સમય સાંચવવા માટે કરી શકો છો. આશ્ચર્ય કહેવાય નહીં ? લીંબુના માત્ર થોડાં ટીપાં બટાટા, સફરજન, જમરુક અને ફ્લાવરને કાળા થતાં અટકાવે છે. આ ઉપરાંત તમે એવોકાડોમાંથી બનાવેલા ગ્યુકામોલ ડીપને પણ લીંબુના બે-ત્રણ ટીપાં નાખી વધારે સમય માટે પ્રીઝર્વ કરી શકો છો. લીંબુમાનું સાઇટ્રીક એસિડ ખોરાકને કાળો થતાં અટકાવે છે.

દરેક પ્રકારની ચોખ્ખાઈમાં ઉપયોગી

તમે લીંબુ તેમજ પાણીનું મિશ્રણ બનાવી લગભગ દરેક પ્રકારનું ક્લિનર બનાવી શકો છો અને તેને તમારા મોંઘા રસાયણયુક્ત ક્લિન્ઝરની જગ્યાએ વાપરી શકો છો. લીંબુને સીધું જ શાવર હેન્ડલ, નળ, કે અન્ય મેટલ પર ઘસવાથી તે તેને બેક્ટેરિયા ફ્રી બનાવશે.

તે ઉપરાંત તે તેના પરની જામેલી ઝડ ધૂળ, ક્ષારના ડાઘ વિગેરે દુર કરે છે. તેનો તમે ધોળા કપડાંને બ્લીચ કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો. એક કપ લીંબુનો રસનો ઉપયોગ તમે કપડાં પલાળતી વખતે કરશો તો તેનું પણ તમને સારું પરિણામ મળશે.

બીલાડીને દૂર રાખે છે

જો તમને ઘરમાં આસપાસની રખડતી બિલાડીઓ પરેશાન કરતી હોય તો તે માટે પણ તમને લીંબુ મોટી રાહત આપી શકે છે. ભારતના ઘરોની તો આ એક કાયમી સમસ્યા રહી છે કે આસપાસની રખડતી બિલાડીઓ ઘરનું બારણું ખુલ્લું જોયું નથી કે અંદર પ્રવેશી નથી. ઘરમાં પ્રવેશ્યા બાદ તે સીધી જ રસોડા પર તરાપ મારે છે અને પછી શું થાય છે તે આપણે બધાં સારી રીતે જાણીએ છીએ.

લીંબુની સુગંધ ભલે આપણને માણસોને ખુબ સારી લાગતી હોય પણ બિલાડીઓને લીંબુની સુગંધથી નફરત છે. લીંબુના રસ વાળુ પાણી તમે જે જગ્યાએ સ્પ્રે કરશો તે જગ્યાએથી બિલાડીઓ હંમેશા દૂર રહેવાનું પસંદ કરશે. તેનો ઉપયોગ તમે વંદા, ઉધઈ અને કીડીઓ દૂર રાખવા માટે પણ કરી શકો છો.

કુદરતી ડીઓડરન્ટ તરીકે

લીંબુના રસનો ઉપયોગ તમે કુદરતી ડીઓડરન્ટ તરીકે કરી શકો છો અને તે ખરેખર અસરકારક છે. લીંબુને એક સર્વેમાં કુદરતી ડીઓડરન્ટ તરીકે 10માંથી 8 અંક આપવામાં આવ્યા છે. તે માટે તમારે નાહ્યા બાદ તરત જ અરધું લીંબુ લઈ તમારી બગલમાં ઘસવાનું રહેશે. તેને તેમ પાંચ મિનિટ રાખી ત્યાર બાદ પાણીથી ધોઈ દેવું. માત્ર આટલું કરવાથી કલાકો સુધી દુર્ગંધ નહીં આવે.

ત્વચા સંભાળ માટે

લીંબુમાંથી તમે તમારી ત્વચાની સંભાળ માટે એક ખુબજ સરળ ફેશિયલ માસ્ક તૈયાર કરી શકો છો. તે માટે તમને માત્ર લીંબુ અને મધની જ જરૂર પડશે. અને આ બન્ને વસ્તુનું મિશ્રણ જાણે તમારા ચહેરા પર જાદુ કરશે. મધમાં સમાયેલી એન્ટિસેપ્ટિક પ્રોપર્ટી તમારી ત્વચા પર થતાં ખીલ અટકાવશે અને સાથે સાથે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરશે.

અને સાથે સાથે લીંબુમાનું વિટામીન સી, તમારી ત્વચાને ઉજળી બનાવશે. ઉત્તમ પરિણામ માટે આ માસ્કને લગભગ 20 મિનિટ માટે તેમ જ રાખી મુકવી. આ જ ટ્રીટમેન્ટથી તમને બ્લેકહેડ્સમાં પણ રાહત મળશે.

ફર્નિચર પોલીશ તરીકે

અરધા કપ લીંબુના જ્યુસમાં એક કપ ઓલિવ ઓઇલ મિક્સ કરી તેનો ઉપયોગ તમે તમારા લાકડાના ફર્નિચરને પોલીશ કરવા માટે કરી શકો છો. આ રસાયણમુક્ત મિશ્રણ તમારા લાકડાના ફર્નિચરને શુષ્ક થતાં અટકાવશે.

આ ઉપરાંત જો તમારું ફર્નિચર સતત સુર્યના તાપમાં રહેતું હોય તો તે સામે પણ તેને રક્ષણ આપે છે. જે લોકો પોતાના ઘરમાં એન્ટિક ફર્નિચર ધરાવતા હોય તેમના માટે આ રસાયણમુક્ત મિશ્રણ એક ઉત્તમ વિકલ્પ છે, કારણ કે તે તેને વધારાનું રક્ષણ પુરુ પાડે છે.

કૂદરતી માઉથ વોશ

લીંબુના રસમાં રહેલા સાઇટ્રીક એસિડના કારણે તે તમારા મોઢાના પીએચ સ્તરમાં ફેરફાર કરે છે, લીંબુ એ એક ઉત્તમ કૂદરતી માઉથ વોશ છે. તેમાં રહેલું સાઇટ્રિક એસિડ દુર્ગંધ મારતા શ્વાસોછ્વાસ માટે કારણરૂપ જીવાણુઓનો નાશ કરે છે.

જો કે તમારે એ વાતનુ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તેને થોડીક જ મિનિટમાં બહાર કાઢી દેવું. લીંબુમાનું એસિડ તમારા દાંત પરના એનેમલને નુકસાન કરી શકે છે.

ફૂગ દૂર કરવા માટે

ઘણા લાંબા સમયથી મુકી રાખવામાં આવેલા કપડાં પર ક્યારેક ક્યારેક ભેજના કારણે ફૂગ લાગી જાય છે. જો તમારાથી તે દૂર ન થતી હોય અને તમે તે કપડાંને નાખી દેવાનું કે કોઈને આપી દેવાનું વિચારતા હોવ તો તે પહેલાં તમારે લીંબુનો આ પ્રયોગ અજમાવી જોવો જોઈએ.

થોડું મીઠું અને લીંબુનો રસ લઈ તેની એક પેસ્ટ બનાવો. હવે આ મિશ્રણને ફુગવાળા ભાગ પર લગાવો. હવે તેને સુર્ય પ્રકાશમાં સુકાવા દો. તમે આ પ્રક્રિયાનું બે ત્રણવાર પુનરાવર્તન કરી શકો છો. તમને ચોક્કસ સારું પરિણામ જોવા મળશે.

સંધિવા તેમજ સાંધાના દુઃખાવામાં રાહત માટે

થોડી ખાંડવાળુ લીંબુનું શરબત બનાવી તેનું સેવન કરશો તો તમને ઉબકામાં રાહત મળશે. તેની દાહવિરોધી સંપત્તિના કારણે લીંબુ સંધિવામાં પણ રાહત આપી શકે છે. સંધિવા ગ્રસ્ત ભાગને લીંબુના પાણીમાં બાળવાથી તમને દુખાવા તેમજ સોજામાં રાહત મળશે.

આ ઉપરાંત જો લીંબુનો રસ પીવામાં આવે તો તમને યુરિક એસિડથી છૂટકારો મળે છે જે મોટે ભાગે સાંધામાં ભરાયેલો હોય છે અને તેના કારણે જ સંધિવાનો દુખાવો થાય છે.

પેટના દુઃખાવામાં રાહત

લીંબુમાં એસિડનું પ્રમાણ વધારે હોવાથી, તેમાં રહેલું એસિડનું સ્તર હાઇડ્રોક્લોરિક એસિડને ઉત્તેજન આપે છે. તેના કારણે પેટમાંનો ખોરાક ભાંગે છે. હુંફાળુ લીંબુ પાણી પીવાથી પેટના દુઃખાવામાં રાહત થાય છે.

લીંબુ આપણા શરીરમાંના એચસીએલનું ઉત્પાદન વધારે છે. એકવાર તેમ થતાં જ તે પાચનને સુચારુ બનાવે છે. આ ઉપરાંત લીંબુ પાણી પીવાથી તમારું પાચન તંત્ર સરળતાથી કામ કરે છે અને સરળતાથી કચરો બહાર કાઢે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *