ઇન્સ્ટન્ટ લાઈવ ખાટ્ટા ઢોકળા – હવે ઢોકળા ખાવા માટે આથો આવવાની રાહ જોવાની જરૂરત નથી…

આજે આપણે ગુજરાતીઓ ના ફેવરિટ અને દેશ વિદેશ માં ફેમસ એવા લાઈવે ખાટ્ટા ઢોકળા ની રેસીપી જોઇશુ, ગુજરાતી લગ્ન પ્રસંસગ માં જાઓ એટલે લાઈવ ઢોકળા હોય જ છે , આજે આપણે ઇન્સ્ટન્ટ ખાટ્ટા ઢોકળા ની રેસીપી જોવાના છીએ જેમાં તમારે આથો લાવવાની કે દાળ પલાળવાની પણ જરૂર નથી તો જયારે પણ ઢોકળા ખાવાનું મન થાય તો તમારે દિવસ ની રાહ નઈ જોવી પડે તો ચાલો સૌ ના ફેવરિટ એવા ખાટ્ટા ઢોકળા ની ઇન્સ્ટન્ટ રેસીપી જોઈ લઈએ।

  • ૩ કપ ઢોકળા નો લોટ
  • ૪ કપ દહીં
  • અડધો કપ જીણી સમારેલી કોથમીર ,
  • ૧ ચમચી લીલા મરચાં આદુ ની પેસ્ટ,
  • ૧.૫ ચમચી મીઠું
  • અડધી ચમચી હળદર નાખી દો,
  • ૧ ચમચી લસણ અને લાલ મરચા ની ચટણી
  • ૨ ચમચી,
  • ૧/૪ ચમચી સોડા
  • ૨ ચમચી ગરમ પાણી

સૌ થી પેલા એક મિક્સિંગ બાઉલ માં ૩ કપ ઢોકળા નો લોટ લેવાનો છે , આ લોટ બનાવવા માટે તમારે ૧ ભાગ કણકી ચોખા લેવાના , તેનું અડધું માપ ચણા ની દાળ , અડધું માપ તુવેર અને મોગર મગની દાળ મિક્સ અને પા ભાગ અડદ ની દાળ આ બધી વસ્તુ ને મિક્સ કરી અને લોટ બનાવી લેવાનો છે। આ લોટ ને તમે ફ્રિજ માં એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી ને રાખી શકો છો,

હવે ખાટ્ટું દહીં નાખતા જઈ અને મિક્સ કરતા જવાનું છે, અહીં મેં ૪ કપ દહીં લીધું છે। તમારે જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે દહીં લઇ ને મિક્સ કરતા જવું અને દહીં ખાટ્ટું જ લેવું જો મોળું દહીં લેશો તો એટલો સરસ ટેસ્ટ નઈ આવે,

આ રીત નું બેટર બનાવી લઇ ઢાંકી અને ૧૦-૧૫ મિનિટ માટે રહેવા દો। બેટર થોડું ઢીલું કરવા માટે થોડું દહીં નાખી મિક્સ કરી દો।

હવે તેમાં અડધો કપ જીણી સમારેલી કોથમીર , ૧ ચમચી લીલા મરચાં આદુ ની પેસ્ટ,, ૧.૫ ચમચી મીઠું નાખી મિક્સ કરી લો। અડધી ચમચી હળદર નાખી દો, ૧ ચમચી લસણ અને લાલ મરચા ની ચટણી નાખી દો , ઢોકળા ને સોફ્ટ બનાવવા માટે ૨ ચમચી તેલ નાખી અને મિક્સ કરો લો , હવે તેમાં ૧/૪ ચમચી સોડા નાખી ઉપર ૨ ચમચી ગરમ પાણી નાખો, અને એક જ દિશા માં બરાબર હલાવો, તમે જોઈ શકો છો, કે બટર ફૂલી રહ્યું છે।

હવે સ્ટીલ કે એલ્યૂમીનિમ ની ડીશ માં બરાબર તેલ લગાવી લો , અને તેમાં ઢોકળા નું બટર રેડી દો , પાતળું કે જાડું તમને જેવા ઢોકળા પસંદ હોય તે રીતે નાખો બેટર , ત્યાર બાદ ઉપર લાલ મરચું પાઉડર સ્પ્રિન્કલ કરી દો।

એટલા બેટર માં થી આ સાઈઝ ની બે થાળી ઢોકળા બનશે।

ઢોકળીયા માં મેં પાણી ગરમ કરવા મૂકી દીધેલું હવે તેમાં ઢોકળા ની ડીશ સ્ટીમ કરવા મૂકી દેવાની છે ૧૨-૧૫ મિનિટ માટે । ઢાંકતી વખતે વરાળ થી હાથ દાજે નઈ તે રીતે ઢાંકો , અને પાણી ગરમ થાય તેના પછી જ ઢોકળા સ્ટીમ કરવા મુકો જો પેલે થી ઢોકળા મૂકી દેશો તો ઢોકળા સોફ્ટ નઈ બને।

૧૨-૧૫ મિનિટ થાય પછી આ રીતે ચપ્પુ થી ચેક કરી લેવું આ રીતે સાફ બાર આવે તો સમજવું કે સ્ટીમ થઇ ગયા છે નઈ તો ૧ મિનિટ વધારે સ્ટીમ થવા દેવા।

એકદમ સરસ ઢોકળા સ્ટીમ થઇ ગયા છે , ઉપર નું લેયર ડરાય ન થઇ જાય તેના માટે ઉપર કાચું તેલ લગાવી લો , બને તો શીંગતેલ જ લેવું ઢોકળા માં શીંગ તેલ નો ટેસ્ટ જ વધુ સારો લાગે છે।

હવે થોડા ઠંડા થાય એટલે કટ કરી લેવા એકદમ સોફ્ટ બન્યા છે ઢોકળા , ગરમ ગરમ ઢોકળા ને લસણ ની ચટણી કે શીંગ તે સાથે સર્વ કરો। મેં અહીં શીંગ તેલ માં લાલ મરચું મીઠું નાખી સાથે બીજી ટામેટા ગોળ ની ચટણી સર્વ કરી છે। આ ચટણી બનાવની રેસીપી લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં મળી જશે

તો કેવી લાગી તમને આજ ના આ ઇન્સ્ટન્ટ ઢોકળા ની રેસીપી કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવો અને આ વિડિઓ ને તમારા ફ્રેંડ્સ ફેમિલી જોડે શેર કરી દો।

ગેસ્ટ અવાના હોય ત્યારે પણ આ બેસ્ટ ઓપ્શન રહેશે , આવવાના થોડી વાર પેલા બેટર ને દહીં માં પલાળી મૂકી દેવું , અને જયારે ખાવા હોય ત્યારે બીજા મસાલા અને સોડા એડ કરી સ્ટીમ કરી અને ગરમ ગરમ સર્વ કરો।

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *