લાઈવ ઢોકળા – લગ્નપ્રસંગના જમણવારમાં બનતા લાઈવ ઢોકળા હવે ઘરે બનાવો…

આજે આપણે લાઈવ ઢોકળા બનાવીશું.જે આપણે લગ્ન પ્રસંગ માં જમણવાર માં બને છે.અને આથા વગર ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું.અને મસ્ત ખાટા ઢોકળા બનશે.જ્યારે આપણે ઢોકળા બનાવીએ ત્યારે એવું થતું હોય છે કે ગળા માં ડચૂરો બાજતો હોય છે અને સોફ્ટ નથી બનતા આવા બધા પ્રોબ્લેમ થતા હોય છે.પણ આજે આપણે એવા ઢોકળા બનાવીશું અને તેમાં એવી સામગ્રી એડ કરીશું કે જેના કારણકે આપણા ઢોકળા સોફ્ટ બનશે અને મોઢા મૂકતા જ ઓગળી જાય એવા બન્યા છે તો ચાલો હવે શરૂ કરી દઈએ.

સામગ્રી:

  • સોજી
  • હાંડવા નો લોટ
  • ચણા નો લોટ
  • હળદર
  • મીઠું
  • ફ્રૂટ સોલ્ટ
  • છાસ
  • લીલા મરચા
  • મલાઈ
  • તેલ
  • લાલ મરચું પાવડર

રીત

1- હવે ખીરું તૈયાર કરી લઈશું.હવે આપણે દોઢ કપ હાંડવા નો લોટ લઈશું.તમે જે લગ્ન પ્રસંગ માં ખાવ છો તેવા જ બનશે.હવે તેમાં અડધો કપ સોજી લઈશું.

2-હવે અડધો કપ ચણા નો લોટ લઈશું. હવે ચપટી હળદર એડ કરીશું.હવે એક ચમચી મીઠું એડ કરીશું.હવે અડધો કપ ખટાશ પડતી છાસ લઈશું.જ્યારે તમે ઢોકળા બનાવતા હોય ત્યારે તમારે ખીરું પાતળું રાખવાનું છે ઢોકળા પાતળા જ ખાવાની મજા આવે છે જાડા ખાવાની મજા નથી આવતી.

3- હવે ખીરું તૈયાર થઈ ગયું છે હવે આ ખીરું ને અડધો કલાક રહેવા દઈશું. જેથી સોજી છે તે સરસ ફૂલી જાય. અને હાંડવા ઢોકળા નો લોટ છે તે પણ સરસ રીતે મિક્સ થઈ જશે.અને પછી મસ્ત મજાના ઢોકળા બનાવી લઈશું.

4- હવે તેમાં બાકી ની સામગ્રી એડ કરીશું.હવે એક ચમચી લીલા મરચા એડ કરીશું.હવે એક ચમચી મલાઈ એડ કરીશું. ઘણી વાર આપણે ઢોકળા ખાતા હોય ત્યારે જે ડચૂરો આવે છે તો મલાઈ એડ કરવાથી આ પ્રોબ્લેમ નઈ આવે.અને જે ઢોકળા છે તે એકદમ સરસ રેડી થશે.

5- હવે એક ટી સ્પૂન તેલ એડ કરીશું. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે અડધી ટી સ્પૂન મીઠું એડ કરીશું. જ્યારે આપણે ઢોકળા બનાવીએ ત્યારે મીઠા નું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. કારણકે જ્યારે ઢોકળા બાફીએ ત્યારે તેમાં મીઠું હોય તે ઓછું થઈ જતું હોય છે.

6- હવે આ મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આમાં આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરીશું.તમે સોડા પણ એડ કરી શકો છો તેલ અને પાણી બન્ને ને ગરમ કરી લેવાનું છે એટલે કે એક ટેબલ સ્પૂન તેલ અને એક ટેબલ સ્પૂન ગરમ પાણી ઉમેરી દેવાનું છે અને તેની અંદર સોડા એડ કરવાનો છે.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આ રીતે સોડા એડ કરી લેવાનો છે.

7- જેથી ખીરું સરસ ફૂલી ગયું છે ખીરું સરસ તૈયાર થઈ ગયું છે હવે તેને થાળી માં લઇ લઈશું.આપણે થાળી ને પહેલા થી તેલ લગાવી લીધી છે તો તેમાં ખીરું કાઢી લઈશું.અને જે સ્ટીમર છે તેને પણ ગરમ કરી લીધું છે જેથી ઢોકળા છે તે બફાવા લાગે.હવે તેમાં ખીરું લઈ લઈશું.તમે વિડિયો માં જોઈ શકો છો કે ખીરું છે તેનો કલર એકદમ સરસ આવી ગયો છે તેનું કારણ છે કે તેની અંદર હળદર ઉમેરી હતી.

8- જ્યારે આપણે ખીરું બનાવીએ ત્યારે જ હળદર ઉમેરવાની છે નઈ તો ખીરું સોડા ના કારણે તેનો કલર લાલ થઇ જશે.હવે ઉપર થી લાલ મરચું પાવડર છાંટી લઈશું.હવે ઢાંકી ને દસ થી બાર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા ઢોકળા સરસ તૈયાર થઈ ગયા છે અને હવે તેને બહાર કાઢી લઈશું. અને તેની પર એક ટી સ્પૂન તેલ રેડીશું. હમેશા તમે જ્યારે લાઈવ ઢોકળા બનાવતા હોય ત્યારે તેની પર આ રીતે તેલ ફેલાવી લેવાનું છે આમ કરવાથી તમારે ઉપર થી તેલ પણ નઈ લેવું પડે અને ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે.

9- હવે તેને કટ કરી લેવાના છે. એકદમ સોફ્ટ ઢોકળા રેડી થયા છે.લાઈવ ઢોકળા આપણે લગ્ન પ્રસંગ માં ખાતા હોયએ છે તેવા જ ઢોકળા અત્યારે તૈયાર થયા છે તેને કટ કરતી વખતે પણ ધ્યાન રાખવાનું છે કે ચમચો ઉઠાવી ને કટ કરવાનું જો સીધે સીધું કટ કરશો તો તમારા ઢોકળા તૂટી જશે.

10- તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સોફ્ટ ઢોકળા રેડી થયા છે અને કેટલી જાળી પડી છે બહુ જ સોફ્ટ થયા છે ઢોકળા.હવે ગરમા ગરમ ઢોકળા આપણે સર્વે કરી લઈએ. આને આપણે મેઠા ના મસાલા સાથે સર્વે કર્યા છે તમે ચટણી સાથે પણ સર્વે કરી શકો છો.તો તમે તમારા ઘરે લાઈવ ઢોકળા આ જ રીતે બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *