આફ્રિકન મંડાઝી બનાવાની પરફેક્ટ રેસિપી – નાના મોટા દરેકને પસંદ આવશે આ નવીન વાનગી ચા કોફી સાથે બેસ્ટ ઓપશન…

આજે આપણે આફ્રિકન મંડાઝી ની વાનગી ની રેસઈપી જોઈશું. મંડાઝી એક પાઉં (બ્રેડ)ની રેસિપી છે અને આફ્રિકા ના લોકો તેને સવારે ચાની સાથે અને મરાગે ની કઢી સાથે ખાતા હોય છે.મારગે એટલે રાજમાં ની કઢી સાથે ખાતા હોય છે અને ખુબજ સ્વાદીષ્ટ અને સોફ્ટ હોય છે.આપણે આફ્રિકા માં કોઈ પણ જગ્યાએ જઇયે ત્યાં આપણને મળી જતી હોય છે અથવા સ્ટ્રીટ ફૂડ તરીકે મળતું હોય છે.

આને તમે ઠંડી અથવા ગરમ પણ ખાઈ શકો છો.અને જે ત્રણ દિવસ સુધી સારી રહે છે.મંડાઝી ને ઈલાયચી ની ફ્લેવર વાળી અથવા નારીયેર ના દૂધ માંથી બનવવામાં આવે છે.આજે આપણે ઇલાઈચીના ફ્લેવર વળી બનાવીશું. મંડાઝીને તમે ફ્રાય કરીને પણ બનાવી શકો છો. અથવા બેક કરીને પણ બનાવી શકો છો.પરંતુ આજે આપણે ફ્રાય કરીને બનાવીશું.જેથી જે લોકો પાસે ઓવન નથી તે પણ ઈઝીલી બનાવી શકે છે.

સામગ્રી

  • યીસ્ટ પાવડર
  • ખાંડ
  • મેંદો
  • મિલ્ક પાવડર
  • મીઠું
  • ઈલાયચી પાવડર

રીત

1- સૌથી પહેલા આપણે લઈશું. યીસ્ટ બે પ્રકારનું હોય છે એક રાયના દાણા જેવું અને એક બીજું ખસ ખસ જેવું હોય છે. આપણે અહીંયા ખસખસ જેવું લઈશું. આપણે તેને હુંફાળા ગરમ પાણીમાં પલાળી દઈશું.

2- આપણે યીસ્ટમાં ખાંડ નાખવી ખૂબ જરૂરી હોય છે. આપણે તેમાં એક મોટી ચમચી ખાંડ નાખીશું. અને તેમાં હૂંફાળું ગરમ પાણી નાખીશું. આપણે તેને દસ મિનિટ રાખીશું. જો વાતાવરણ ઠંડું હોય તો તેને ગરમ જગ્યા પર મૂકી દેવાનું. તો તે જલ્દી પ્રુફ થઇ જશે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ફૂલીને બબલ્સ આવી ગયા છે.

3- જો આ સ્ટેજ પર તમારું યીસ્ટ ફુલે નહીં તો તમે લોટમાં ના નાખતા. જેથી તમારો લોટ ફૂલે નહીં. જેથી તમારે યીસ્ટને પલાળવું પડશે. કાંતો તમારું યીસ્ટખરાબ હશે એવું હશે. હવે આપણે બીજી ત્રણ ચમચી ખાંડ એડ કરીશું. અને તેને ઓગાળી સાઈડ પર નાખીશું. તમે આ સ્ટેજ પર દળેલી ખાંડ પણ લઈ શકો છો.

4- હવે આપણે લોટ ને બાંધવા માટે મોટો બાઉલ લઈ લઈશું. તેમાં આપણે બે કપ મેંદો લઈશું. અને તેને માપી ને લેવાનો. તમે કોઈપણ વાડકી નું માપ લઈ શકો છો. હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી શું. અને બે મોટી ચમચી મિલ્ક પાવડર નાખી શું. જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ દૂધ પણ લઇ શકો છો. હવે આપણે એમાં ઇન્ડિયન ટેસ્ટ લાવવા માટે ઈલાયચીનો પાવડર લઈશું. બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું.

5-હવે એક ચમચી ઓલિવ ઓઈલ નાખીશું. તેની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો. અને આપણે તેને સરસ મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ ગયા પછી તેમાં યીસ્ટનું મિશ્રણ નાખીશું. ખાંડ ઓગળી ગઈ હશે એટલે પહેલાં તેને હલાવીને પછી નાખીશું. અને પછી તેને મિક્ષ કરી લઈશું. પછી જરૂર લાગે તો તમારે હૂંફાળું જ પાણી લેવાનું છે.

6- ધ્યાન રાખવાની છે કે લોટ બાંધતી વખતે હુંફાળું જ પાણી યુઝ કરવાનું છે. આપણે રોટલી જેવો લોટ બાંધવાનો છે. થોડો ઢીલો બાંધવાનો છે. બહુ કઠણ બાંધવાનો નથી. પછી આપણે સિલિકોન સીટ પર લઈ લઈશું. અને લગભગ 5 થી 6 મિનિટ સુધી તેને મસળી લઈશું. પહેલી વખત તમે મસળતો હાથમાં ચોંટશે કારણ કે લોટ ઢીલો છે. પણ જેમ જેમ તેને ખેંચતા જશો તેમ લોટ આપણો સોફ્ટ થશે.

7- હવે તેમાં એક નાની ચમચી તેલ નાખી શું. અને લોટને ખેંચી ને મસળી લઈશું. આમ કરવાથી આપણા મંડાઝી સોફ્ટ બને છે. હવે આપણો લોટ સરસ સોફ્ટ અને સિલ્કી થઈ ગયો છે. હવે આપણે બાઉલમાં તેલથી થોડું ગ્રીસ કરી લઈશું. જેથી આપણો લોટ ચોંટે નહીં. અને લોટ મા પણ ઉપરથી તેલ થી ગ્રીસ કરી લઈશું. અને તેને ઢાંકીને 45 મિનિટ સુધી રહેવા દઇશું.

8- હવે 45 મિનિટ થઈ ગઈ છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો લોટ ફૂલી ગયો છે. અને એકદમ જાળી જાળી પડી ગઈ છે. હવે આ સ્ટેજ પર તેને મસળવાનો નથી. બસ હવે આમાંથી લાંબો રોલ બનાવી લઈશું. અને ચાર મોટા ભાગ કરી લઈશું. આટલા લોટમાંથી ૧૬ મંડાઝી બનશે. હવે એક ભાગને સરસ મસળી ને સિલ્કી બનાવી લઈશું. અને તેની પર થોડો સૂકો લોટ ડસ્ટ કરીશું.

9- હવે આપણે રોટલી વણી લેવાની છે જાડી એવી વણી લેવાની છે.હવે તને વચ્ચે થી કટ કરી લેવાની છે. 4 કટ આપી દેવાના છે. એક પ્લેટ પર સૂકો લોટ ભભરાવી ને તેમાં મંડાઝી મૂકી દઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકું છું કે આપણી બધી જ મંડાઝી બની ગઈ છે. હવે આપણે તેની પર કોટનનું કપડું ઢાંકી દઈશું.

10- આપણે તેને 20 મિનિટ માટે ડબલ પ્રુફ માટે મૂકી દઈશું. પછી જ તેને ફ્રાય કરીશું. મંડાઝી 20 મિનિટ માટે ઢાંકીને રાખવી ખૂબ જરૂરી છે. તો જ તે સોફ્ટ બનશે. હવે 20 મિનિટ થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો ફરીથી તે ફૂલીને ડબલ થઇ ગઇ છે.

11- હવે તેને આપણે ફ્રાય કરી લઈશું. હવે આપણે તેલ મૂકીશું. ધીમા ગેસ પર મુકવાનું છે. બહુ તમારું તેલ ગરમ ના હોવું જોઈએ. નહીં તો એકદમ કલર ઉપરથી આવી જશે અને અંદરથી કાચી રહેશે.

12- વીડિયોમાં જોઈ શકો છો કે તેલમાં તે હલકી છે. ડૂબ સે નહિ તે ઉપર જ રહેશે. અને એકદમ ફૂલવા માંડસે. બંને સાઈડથી સરસ એકદમ બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું.

13-આપણે પલટાવતી વખતે પણ ધ્યાન રાખવાનું છે કે સરસ પલટાવી લેવાની છે. હજુ તેને પલટાવતાં પલટાવતાં ડાર્ક બ્રાઉન કલર આવી જશે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ફુલી ગઈ છે.

14- આપણી મંડાઝી એટલે બ્રાઉન થઇ ગઇ છે. હવે તેને બીજી સાઈડ પણ બ્રાઉન થવા દઈશું. હવે બાકીની આ જ રીતે ફ્રાય કરી લઈશું.

15- હવે આપણી મંડાઝી થઈ ગઈ છે તો તેને એક ટી સી પેપર પર કાઢી લઈશું. તમે ઠંડી પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે આફ્રિકન મંડાઝી થઈ ગઈ છે.તો તમે જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *