મધપૂડો – ખુબ જ ટેસ્ટી ચટાકેદાર શાકનું નામ છે, એવો તે જોરદાર સ્વાદ છે કે બધા આંગળા ચાટતા રહી જશે…

મિત્રો, આજે હું આપની સાથે એક ખુબ જ ટેસ્ટી પરંપરાગત ડીશ મધપૂડો બનાવવાની રેસિપી શેર કરું છુ, જે કદાચ તમે ક્યારેય ટેસ્ટ નહિ કરી હોય અથવા તો તેનું નામ પણ નહિ સાંભળીયુ હોય. અત્યારના મોડર્ન યુગમાં આપણે આવી ડીશો લુપ્ત થઈ વિસરાતી જાય છે. આપણા દાદી-નાનીના ટાઈમની આ સૌની પસંદ ડીશ છે જે શિયાળાની ઋતુમાં અવારનવાર બનાવવામાં આવતી. મધપૂડો નામ સાંભળીને એવું લાગે કે આ કોઈ સ્વીટ ડીશ હશે પણ ના મિત્રો, મધપૂડો એ ખુબ જ ટેસ્ટી ચટાકેદાર શાકનું નામ છે, એવો તે જોરદાર સ્વાદ છે કે બધા આંગળા ચાટતા રહી જશે તો તમે પણ એકવાર બનાવજો અને લુપ્ત થતી આ રેસિપીને જીવંત રાખજો. તો ચાલો જોઈ લઈએ મધપૂડો બનાવવાની રેસિપી.

સામગ્રી :

  • Ø 1/2 કપ બાફીને મેશ કરેલા બટેટા
  • Ø 1 કપ ટમેટાની પ્યુરી
  • Ø 1/2 કપ લીલા કાંદા
  • Ø 1/4 કપ બાફેલા લીલા વટાણા
  • Ø 2 ટેબલ સ્પૂન લીલું લસણ
  • Ø 2 ટેબલ સ્પૂન કાંડાની પેસ્ટ
  • Ø 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  • Ø 1 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ
  • Ø 1 ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ
  • Ø 1/4 કપ ફ્રેશ કોથમીર
  • Ø 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર
  • Ø 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું
  • Ø 1/4 ટેબલ સ્પૂન ગરમ મસાલો
  • Ø 1/2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ
  • Ø ચપટી રાઈ-જીરું
  • Ø ચપટી હળદર
  • Ø સૂકું લાલ મરચું, બળીયા ફૂલ, તજ, લવિંગ તેમજ મીઠી લીમડી
  • Ø 3 ટેબલ સ્પૂન તેલ
  • રીત :

    1) મધપૂડો બનાવવા માટે સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું એડ કરી રાઈને સારી રીતે તતડી જવા દો.

    2) ત્યારબાદ તેમાં સૂકા મસાલા જેવા કે સૂકું લાલ મરચું, તમાલપત્ર, બાદિયા, તજ લવિંગ તેમજ મીઠા લીમડાના પત્તા એડ કરો.

    3) પછી તેમાં સૂકા લસણની પેસ્ટ ઉમેરી સાંતળો, સ્ટવની ફ્લેમ સ્લો રાખી લસણ આછું બ્રાઉનિશ થાય ત્યાંસુધી સાંતળો.

    4) લસણ બ્રાઉનિશ થાય એટલે તેમાં લીલું મરચું તેમજ આદુની પેસ્ટ ઉમેરો અને ત્રીસેક સેકન્ડ માટે સાંતળી લો.

    5) ત્રીસેક સેકન્ડ પછી તેમાં બારીક ચોપ કરેલા કાંદા એડ કરો, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દો. કાંદાને થોડા ટ્રાન્સ્પરેન્ટ થવા દો.

    6) પછી તેમાં લીલું લસણ એડ કરી લસણને કક્ડી જવા દો.

    7) લસણ કકડી જાય એટલે હળદર પાવડર તેમજ લાલ મરચાની પેસ્ટ એડ કરો. લાલ મરચું ના હોય તો તેને સ્કિપ કરી શકો છો. બરાબર મિક્સ કરી લો અને એકાદ મિનિટ માટે ચડવા દો.

    8) એકાદ મિનિટ પછી તેમાં ટમેટાની પ્યુરી એડ કરી દો. ટમેટાની પ્યુરી બનાવતા પહેલા મેં ટમેટાને બાફી લીધા છે, તમે ટમેટાને બાફ્યા વિના પ્યુરી બનાવી એડ કરી શકો છો. 3 થી 4 મિનિટ માટે ટમેટાને ચડવા દો.

    9) ચારેક મિનિટ પછી તેમાં ધાણાજીરું પાવડર, ગરમ મસાલો તેમજ પાણી એડ કરો. મિક્સ કરી લો.

    10) ત્યારબાદ લાલ મરચું પાવડર પણ એડ કરી દો અને બરાબર મિક્સ કરી લો.

    11) મિક્સ કરી લીધા બાદ બાફેલ બટેટાનું મેશ ઉમેરો, બટેટાને બાફીને મેશ કરી લેવાનું છે.

    12) ફરી મિક્સ કરી તેમાં એક સીટી વગાડી બાફેલા વટાણા તેમજ લીલા કાંદા એડ કરી દો. મિક્સ કરી લો અને પાંચેક મિનિટ માટે ચડવા દો.

    13) પાંચેક મિનિટ પછી તેમાં લીંબુ નો રસ તેમજ ફ્રેશ કોથમીર એડ કરી મિક્સ કરી લો અને સ્ટવની ફ્લેમ ઓફ કરી દો.

    14) હવે વધારિયામાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે તેમાં સ્ટવની ફ્લેમ ઑફ કરી તેમાં અડધી ચમચી લસણવાળી ચટણી ઉમેરી મિક્સ કરી લો.

    15) ત્યારબાદ આ વધારાને શાકમાં એડ કરી થોડીવાર ઢાંકણ ઢાંકી દો જેથી વધારાનો સરસ ફ્લેવર બેસી જાય. આ શાકને સ્મોકી ફ્લેવર આપવા કોલચાને ગરમ કરી નાની વાટકીમાં મૂકી તેના પર 3 – 4 ટીપા ઘી મૂકી વાટકીને શાકની કડાઈમાં મૂકી થોડીવાર માટે ઢાંકણ બંધ કરી દો.

    16) તો મિત્રો, તૈયાર છે આ સ્વાદિષ્ટ મધપૂડો જેને બાજરીના રોટલા સાથે ગરમાગરમ સર્વ કરો. ખુબ જ ટેસ્ટી બને છે અને બધાને ખુબ ભાવશે તો આ શિયાળામાં તમે પણ એકવાર અચૂક બનાવજો તેમજ એકવાર નીચે આપેલ વિડીયો જરૂર જોઈ લેજો જેથી તમારો મધપૂડો પણ મારા મધપૂડાની જેમ પરફેક્ટ બને.

    વિડીયો લિંક :


    રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

    મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

    દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *