મગના લોટનું ગરમાગરમ ટેસ્ટી અને હેલ્ધી ખીચું બનાવવાની રીત

આજે આપણે મગ ના લોટ નું ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી ખીચું બનાવવાની રીત જોઈશું.આ ખીચું સુપર ટેસ્ટી અને હેલ્ધી પણ છે તો તમે એકવાર ઘરે બનાવજો આ એકદમ પ્રોટીન થી ભરપૂર છે તો તમે એકવાર જરૂર થી બનાવજો.આ ઘર માં બાળકો થી લઇ વડીલો સુધી સૌ કોઈ ને ખૂબ જ પસંદ આવશે.આવું ખીચું લાઇફ માં તમે ક્યારેય નઈ બનાવ્યું હોય.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.તો આ વિડિયો ને અંત સુધી જોજો.

સામગ્રી:

  • મગ નો લોટ
  • આદુ અને મરચા ની પેસ્ટ
  • મીઠું
  • તેલ
  • જીરું
  • બેકિંગ સોડા
  • મેથીયો મસાલો

રીત

1- મગ ના લોટ નું ખીચું બનાવવા માટે આપણને જોઈશે અઢી કપ પાણી.હવે આમાં એક ચમચી આદુ અને મરચા ની પેસ્ટ નાખીશું.હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.ત્યારબાદ એક ચમચી જીરૂ નાખીશું.

2- હવે તેમાં એક મોટી ચમચી તેલ ઉમેરી શું.હવે આપણે ૧/૪ ટી સ્પૂન બેકિંગ સોડા નાખીશું જો તમારી પાસે પાપડીયો ખારો હોય તો તમે તે પણ નાખી શકો છો.

3- હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું.હવે તેને ઢાંકીને ઉકળવા માટે મૂકી દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આ સરસ ઉકળી ગયું છે. હવે ગેસ આપણે થોડો ધીમો કરી દઈશું.

4- હવે એક કપ મગ નો લોટ છે તો થોડો થોડો એડ કરીશું અને હલાવતા રહીશું.આ ખૂબ જ હેલ્ધી કેમકે આ મગ ના લોટ નું છે.અને આપણ ને કહેવત તો ખબર છે ને કે મગ લાવે પગ. એટલે આ ખીચું તમે નાસ્તા માં ખાવ તો ખૂબ જ ફેલ્ધી ઓપ્શન છે.

5- તેને સતત હલાવતા રહીશું જેથી ગાઠા ના પડે.જે તમે વિડિયો માં જોઈ શકો છો આને સતત બે થી ત્રણ મિનિટ સુધી હલાવતા રહીશું.હવે આને પાંચ થી સાત મિનિટ સુધી કુક કરી લઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.

6- તેને થોડી થોડી વારે હલાવતા રહીશું જેથી નીચે ચોંટે નહી.હવે ફરી ઢાંકી ને કુક થવા દઈશું.હવે પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસ બંધ કરી દઈશું.ખીચું રેડી છે હવે તેમાં એક ચમચી તેલ નાખીશું.

7- હવે આને બરાબર મિક્સ કરી લઈશું.હવે આને એક બાઉલ માં કાઢી લઈશું.ગરમા ગરમ મગ ના લોટ નું ખીચું તૈયાર છે જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે આની ઉપર થોડું તેલ ઉમેરી શું અને ઉપર મેથીયો મસાલો ભભરાવી લઈશું.

8- તો તૈયાર છે મગ ના લોટ નું ગરમા ગરમ ખીચું.આવું ખીચું તમે ક્યારેય નઈ બનાવ્યું હોય તો એકવાર જરૂર થી ટ્રાય કરજો.અને આ વિડિયો ને અંત સુધી ચોક્કસથી જોજો.

વિડિઓ રેસિપી :
રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *