મગદાળ ના દહીંવડા – નાના મોટા દરેકના ફેવરિટ એટલે દહીંવડા, હવે બનાવો મગદાળમાંથી…

દહીંવડા એટલે બધાના ફેવરિટ અને ગમે ત્યારે ખાઈ શકાય , મોટા ભાગે દહીંવડા અડદ ની દાળ અને ચોખા ના બનતા હોય છે આપણે આજે ફોતરાં વળી મગ ની દાળ ના બનાવીશુ. જે ખૂબ જ ઝડપ થી અને ઓછી સામગ્રી માં બની જશે. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૧.૫ કપ મગની દાળ ક્રશ કરેલી
  • ૧ ચમચી – આદુ લસણ લીલા મરચા ની પેસ્ટ
  • ૧ ચમચી – મીઠું
  • ૨ ચપટી – ખાવાનો સોડા
  • ૧ ચમચી જેટલો લીંબુ નો રસ
  • લાલ મરચું પાઉડર સ્પ્રિન્કલ કરવા.
  • ટાળવા માટે તેલ
  • મીઠું દહીં
  • ૧ કપ દહીં
  • ૧ ચમચી ખાંડ

સૌ થી પેલા ફોતરાવાળી દાળ ને મિક્સર માં ક્રશ કરી અને અડધા કલાક પાણી માં પલાળી રાખવાની છે.

પછી પલાળેલી દાળ ને એક મોટા મિક્સિંગ બાઉલ માં લઇ લો, તેમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખી દો, મીઠું નાખી બરાબર હલાવી લો.

પછી ૨ ચપટી ખાવાનો સોડા નાખી પછી સોડા ને એક્ટિવ કરવા માટે ૧ ચમચી જેટલો લીંબુ નો રસ નાખી દો,

પછી હાથે થી બરાબર હલાવી લો અને ઢાંકી દઈ ૨ મિનિટ માટે મૂકી રાખો.

તેલ ગરમ થાય એટલે થોડા થોડા કરી ને બધા વડા મીડીયમ ગેસ પર તળી લેવાના છે , બધા વડા ને ધીમે ધીમે કરી ને તળી લેવાના છે.

એક વાસણ માં હૂંફાળું પાણી લો તેમાં વડા નાખી દો, વડા નાખી દઈ પછી હળવા હાથે દબાવી લઇ પાણી નિતારી લેવાનું છે. આવી રીતે બધા વડા નું પાણી નિતારી લો.

હવે ગળ્યું દહીં બનાવી લઈએ , તેના માટે એક બાઉલ માં દહીં લઇ લો, તેમાં ખાંડ નાખી બરાબર હલાવી લઇ અને એકદમ સ્મૂથ દહીં તૈયાર કરી લેવાનું છે.

હવે એક પ્લેટ માં પાણી નિતારી લીધેલા વડા ગોઠવી દો , ઉપર દહીં નાખી દો , પછી આમલી ની ચટણી નાખી દો. આમલી ની ચટણી તમને દહીંવડા માં ના પસંદ હોય તો તે અવોઇડ કરી શકો છો, પછી છેલ્લે ઉપર થી લાલ મરચું સ્પ્રિન્કલ કરી દો. અને સર્વ કરો.

ખુબજ ઝડપ થી બની જતા આ દહીં વડા એક વાર જરૂર થી બનાવજો , કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય ત્યાર માટે આ એક બહુ જ સારું ઓપ્શન છે.



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *