મગના ચનાજોર – ચટાકેદાર અને મજેદાર ચનાજોરથી પણ વઘારે સ્વાદિષ્ટ અને ગુણકારી મગના ચનાજોર ખૂબ જ ઝડપથી બની જાય છે

મગના ચનાજોર.

અમુક જગ્યા એની વાનગીઓથી પ્રખ્યાત થઈ જતી હોય છે….જેમકે લૉ ગાર્ડન પર ખૂમચા વાળાના ચનાજોર ગરમ….હા, આ ચનાજોર ગરમ ત્યાના જ વખણાતા હોય છે…..પણ આજે હંમેશા કંઈક અલગ લઈને આવતા શોભના શાહ આજે મગના ચનાજોર લઈને આવ્યાં છે.

ચટાકેદાર અને મજેદાર ચનાજોરથી પણ વઘારે સ્વાદિષ્ટ અને ગુણકારી મગના ચનાજોર ખૂબ જ ઝડપથી બની જાય છે.

આવો શીખીએ કેવી રીતે બને છે….

સામગ્રી

  • તૈયાર મગના ચનાજોર
  • લીંબુ નો રસ
  • કેપ્સીકમ
  • ડુંગળી
  • ટામેટું
  • કોથમીર
  • ચાટ મસાલો

સૌપ્રથમ ડુંગળી,કેપ્સીકમ,ટામેટું આ બધા ના એકદમ નાના ટુકડા કરી દો.

હવે મગના ચનાજોર ગરમ લો.

ઝીણા સમારેલા કેપ્સીકમ,ટામેટું,ડુંગળી આ બધું જ એમા નાંખો.

હવે જરુર મુજબ મીઠું ઉમેરો.

હવે એમાં ચાટ મસાલો ઉમેરો.

જો તીખો સ્વાદ જોઈતો હોય તો ગરમ મસાલો તથા મરચું પાવડર ઉમેરી શકો છો.

હવે બધું જ બરાબર હલાવી દો.

છેલ્લે લીંબુ નીચોવી દો.

પીરસતી વખતે કોથમીર અને ઝીણી સેલ ભભરાવીને આપી શકાય છે.

ખૂબ જ ઝટપટ અને પૌષ્ટિક નાસ્તો તૈયાર છે.

મગના ચનાજોર ગરમ ખાવ અને ખવડાવો.

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *