મગ ની દાળ ના ઢોકળા – આ વેરાઇટી એકદમ સ્વાદિષ્ટ, સુગંધિત અને મન લલચાવે એવી છે.

મગ ની દાળ ના ઢોકળા

ઢોકળા ની આ વેરાઇટી એકદમ સ્વાદિષ્ટ , સુગંધિત અને લલચાવે એવી છે. આ ઢોકળા ને મીઠી ચટણી અને તીખી ચટણી સાથે પીરસી શકાય. નાસ્તા માં , ચા / કોફી સાથે કે જમવામાં દરેક સમય પર સેટ થાય એવા આ સ્વાદિષ્ટ ઢોકળા ચાલો બનાવીએ ..

આ ઢોકળા માં વાટતી વખતે અમેરિકન મકાઈ ના દાનાં પણ નાખી શકાય ..

સામગ્રી :

• ૧.૫ વાડકો મગ ની પીળી દાળ

• ૩-૪ લીલા મરચા

• ૧/૨ ચમચી હળદર

• ૧/૪ ચમચી હિંગ

• મીઠું

• ૨ ચમચા દહીં

• ૨ ચમચી ચણા નો લોટ

• ૨ ચમચી તેલ

• ૨ ચમચી ખાંડ

• ૧.૫ ચમચી eno

• કોથમીર સજાવટ માટે (નારિયલ નું છીન પણ વાપરી શકાય )

વઘાર માટે :

• ૨ ચમચી તેલ

• ૧ ચમચી રાઈ

• ૧.૫ ચમચી તલ

• ૨ લીલા મરચા સમારેલા

• ૧-૨ લાલ સુકા મરચા

• લીમડા ના પાન

• ૧/૨ ચમચી હિંગ

રીત :


સૌ પ્રથમ દાળ ને ધોઈ ૩-૪ કલાક માટે પલાળી લો . હુંફાળા પાણી માં ૧.૫ કલાક પણ પાલાળશો તો ચાલશે. વધારા નું પાણી કાઢી લીલા મરચા સાથે વાટી લો. વાટવા માં ૧-૨ ચમચી પાણી જ ઉમેરવું .


આ પેસ્ટ ને બાઉલ માં કાઢી eno સિવાય ની બધી સામગ્રી ઉમેરો . જરૂર મુજબ પાણી ઉમેરો . બેટર બહુ જાડુ કે પાતળું ના હોવું જોઈએ.


ઢોક્લીયું અને તેલ લગાવેલી થાળી ને ગરમ કરો . હવે દાળ ના મિક્ષેર માં eno નાખી એના ઉપર ૧ ચમચી પાણી નાખો .. તરત ખુબ જ હલાવી ને મિક્ષ કરો અને તુરંત ગરમ થાળી માં રેડો . ૮-૧૦ min માટે બાફો ..


નાની કડાય માં તેલ ગરમ કરો અને વઘાર ની સામગ્રી માં આપેલ દરેક સામગ્રી નાખી વધાર કરો અને ઢોકળા ની થાળી ઉપર પાથરી દો .. કોથમીર અને નારિયલ છીન થી સજાવટ કરો ..


રસોઈની રાણી : રુચિ શાહ (ચેન્નાઇ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *