મગની દાળ -ઓટ્સ ની ખીચડી એકદમ હેલ્ધી અને વજન ઉતારવા માં પણ ઉપયોગી

આજે આપણે મગની દાળ-ઓટ્સ ની ખીચડી એકદમ હેલ્ધી અને વજન ઉતારવામાં પણ ઉપયોગી બને છે.ખાવા માં ખુબ જ ટેસ્ટી સાથે હેલ્ધી અને વજન ઉતારવામાં બહુ ઉપયોગી છે.


સામગ્રી

  • તેલ
  • ઘી
  • મગ ની દાળ (છોડીયા વગરની)
  • ઓટ્સ
  • લીલુ મરચું
  • ગાજર
  • ટામેટા
  • લાલ મરચું
  • ઓટ્સ
  • રાય
  • જીરું
  • લીલા ચણા
  • ડુંગળી
  • લસણ

રીત

1- સૌથી પહેલાં કૂકરમાં ૧ ચમચી તેલ લઈશું. ત્યારબાદ તેમાં એક ચમચી ઘી એડ કરીશું. બન્ને વસ્તુ ગરમ થાય એટલે ૧ ચમચી રાઈ નાખીશું.અને એક ચમચી જીરું નાખીશું.અને એક તમાલપત્ર અને બે લીલા મરચા ઝીણા સમારેલા એડ કરીશું.

2- હવે એક ચમચી ક્રશ કરેલું લસણ એડ કરીશું.હવે બન્ને વસ્તુ ને ધીમા ગેસ પર સાંતળી લઈશું.ત્યારબાદ એક સામરેલી ડુંગળી નાખીશું.અને એક ગાજર ટુકડા કરીને એડ કરીશું.ત્યારબાદ એક ટામેટું સમારેલું એડ કરીશું.ત્યારબાદ ૧/૪કપ લીલા ચણા નાખીશું.

3- હવે બધું મિક્સ કરી લઈશું.હવે તેમાં થોડી હળદર નાખીશું.હવે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.હવે તમારા સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે તેમાં અડધો કપ મગ ની દાળ છોડીયા વગર ની લીધી છે. તે એડ કરીશું.


4- હવે ૧/૨કપ ઓટ્સ એડ કરીશું.હવે બધી વસ્તુ ને સરસ રીતે મિક્સ કરી લઈશું.હવે તેમાં બે કપ પાણી એડ કરીશું.હવે ધીમા ગેસ પર બે સીટી વગાડી લઈશું.ત્યાર પછી એક ચમચી ગરમ મસાલો ઉમેરી શું.હવે તેને મિક્સ કરી લઈશું.

5- હવે ગરમા ગરમ ખીચડી ને સર્વે કરીશું. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આને તમે દહીં સાથે સર્વ કરી શકો છો.તો તમે જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *