બ્રીટીશ કારાવાસમાંથી ભાગી છૂટેલા મહારાજા રણજીત સીંઘના પત્ની મહારાણી જીંદન કૌરની દીલધડક કહાની

શું તમે જાણો છો મહારાજા રંજીત સિંઘના પત્ની બ્રીટીશ જેલમાંથી કેવી રીતે ભાગ્યા હતા !

તેણીના મૃત્યુ બાદ 155 વર્ષે ઓગસ્ટ 1, 1863ના રોજ માહારાણી જીન્દન કૌર, પંજાબના છેલ્લા સીખ શાશક મહારાજા રણજીત સિંઘના વિધવા,ને ફરી એક ફિલ્મ અને એક પુસ્તક રુપે જીવંત કરવામાં આવી રહ્યા છે.

અમેરિકન ફિલ્મમેકર માઇખલ સીંઘએ 2010માં એક અવોર્ડ વિનિંગ ફિલ્મ ‘રેબેલ ક્વીન, 37 મિનીટ્સ’ લખી છે અને તેને ડાયરેક્ટ પણ કરી હતી. ફિલ્મ તો વર્ષ 2010માં બની હતી પણ તેને આંતરરાષ્ટ્રિય નામના આ વર્ષે જ્યારે તેને યુનાઇટેડ કીંગ્ડમમાં ફેબ્રુઆરીમાં રીલીઝ કરવામાં આવી ત્યારે મળી. લેખક તેમજ દીગદર્શક, સીંઘ હાલ પોતાની ફીલ્મ ‘રાઇડીંગ ધ ટાઇગરઃ ધ સીખ મેસેકર્સ ઓફ 1984’, કે જેના તેઓ પ્રત્યક્ષદર્શી પણ રહ્યા હતા તેનું એડીટીંગ કરી રહ્યા છે.

પણ આ ફિલ્મની ક્રેડીટ બિક્કી સિંઘને જશે, જેઓ એક આઈઆઈટી દીલ્હી ગ્રેજ્યુએટ છે, તેઓ સાઉથ કેલિફોર્નિયામાં એક આઈટી કંપની ચલાવે છે, અને તેઓ પોતાના 500 પાઘડીના કલેક્શનના કારણે પણ જાણીતા છે. તેઓ મહારાણીની વાર્તાથી એટલા આકર્ષાયા અને એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે તેના પ્રોડક્શનમાં 25,000 ડોલરનો ફાળો આપ્યો હતો.

એક સમાચારપત્ર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે મહારાણી જીંદનની કરુણ કથા આજે પણ ઘણી સ્ત્રીઓને પોતાના અત્મ-સમ્માન માટે પ્રેરિત કરી શકે છે.

આ ફિલ્મ કે જેને યુનાઇટેડ સ્ટેટ્સ બહાર બ્રેડફોર્ડ લિટ્રેચર ફેસ્ટિવલમાં આ વર્ષે રીલીઝ કરવામાં આવી તેમાં ઇતિહાસને તેમજ વર્તમાનને એકબીજા સાથે વણીને વાર્તાલાપો દ્વારા બનાવવામાં આવી છે.

પ્રોફેસર ઇન્દુ બાંગા, જે એક ઇતિહાસકાર છે, તેમણે મહારાણી જીન્દાનની બહાદુરીને લોકો સમક્ષ લાવવાની પહેલ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે “બ્રીટીશે મહારાણી જીન્દાનની વાસ્તવિક છબી નહોતી બતાવી અને તેમને એક દ્રોહી એક વિશ્વાસઘાતી તરીકે પ્રદર્શિત કર્યા હતા. પણ હવે કેટલાક નવા પુરાવાઓ મળ્યા છે જે તેની સદંતર વિરોધાભાસી છે.

જો તમે બ્રિટિશ ઇતિહાસ વાંચશો, તો તમે ખ્યાલ આવશે કે તેમણે મહારાણીને દુલીપ સિંઘથી હંમેશા દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે તેમને ભય હતો કે તેમની અસર તેમના દીકરા પર પડશે.”

મહારાણી જીંદાનને એક પુસ્તક, ‘કોહીનૂરઃ ધ સ્ટોરી ઓફ ધી વર્લ્ડ્સ મોસ્ટ ઇનફેમસ ડાયમન્ડ’માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકને વિલિયમ ડાલરીમ્પલ અને અનિતા આનંદ દ્વારા 2016માં પ્રકાશિત કરવામાં આવી હતી.

જેમાં તેમના એપ્રિલ 19, 1849ના ચુન્નાર કીલ્લાના કારાગૃહમાંથી નાટ્યાત્મક રીતે ભાગી જવાનું વર્ણન દર્શાવવામાં આવ્યું છે. પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, ‘ભીખારીના વેશમાં તેણી અંધારાની ઓથે ત્યાંથી છટકી ગયા હતા.’ તેમણે જેલના રખેવાળોને ખુલ્લો પડકાર આપ્યો હતો કે તેણી કોઈ પણ જાતની મદદ વગર ત્યાંથી બહાર નીકળી જશે અને તેણીએ તેમ કરી બતાવ્યું.

મહારાણીના દીકરા દુલીપ સિંહ પર લખવામાં આવેલા ‘’ધી મહારાજાઝ બોક્ષ’ પુસ્તકની લેખીકા ક્રીસ્ટી કેમ્પબેલ જણાવે છે કે ‘જીંદન ઓગણીસમી સદીનાં ઇતિહાસના સૌથી મહત્ત્વના ચરિત્રોમાંનું એક છે તે પછી ભારતીય ઇતિહાસની વાત હોય કે પછી માત્ર સીખ ઇતિહાસની વાત હોય.’

1861માં કેન્સીંગ્ટન ગાર્ડનમાં ચાલ્યાના બે વર્ષ બાદ મહારાજા રણજીત સિંહના સૌથી નાના પત્ની 1, ઓગસ્ટ, 1863ના રોજ મૃત્યુ પામ્યા હતા. તેણી ઉંઘમાં જ મૃત્યુ પામ્યા હતા અને તેમને પશ્ચિમ લંડનમાં ક્યાંક ડાટવામાં આવ્યા હતા કારણ કે તે દિવસોમાં બ્રીટેનમાં અગ્નિદાહ ગેરકાનૂની ગણાતો હતો.

1997માં કેન્સલ ગ્રીન ખાતે આવેલા ડીસેન્ટર્સ ચેપલના રેસ્ટોરેશન વખતે તેમના નામનો કબરનો પથ્થર ખુલ્લો કરવાં આવ્યો હતો, અને તે જ જગ્યાએ 2009માં મહારાણીનું મેમોરીયલ મુ કવામાં આવ્યું હતું.

ઇતિહાસ કાર બંગા એમ પણ જણાવે છે કે મહારાણી જીંદન ભાઈ મહારાજા સીંઘના સંપર્કમાં પણ હતા જેમને સીખ શાશનના જોડાણ બાદ બ્રીટીશ વિદ્રોહી માનવામાં આવતા હતા. બંગા જણાવે છે કે ઘણા બધા ઇતિહાસકારો એવું માને છે કે એંગ્લો સીખ યુદ્ધ એ પ્રથમ સ્વતંત્રતા લડત હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *