મહારાષ્ટ્રની એક સ્વાદિષ્ટ વાનગી મિસળ હવે બનશે તમારા રસોડે પણ, બનાવતા શીખો આ સરળ રેસિપીથી…

મિસળ એ મહારાષ્ટ્રની એક સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી સવારના નાસ્તામાં કે બપોરના ભોજમમાં પણ ખવાય છે. આ વાનગી બનાવવામાં સરળ છે, સસ્તી છે અને પૌષ્ટીક છે. મિસળનો સ્વાદ મધ્યમ તીખો થી અત્યંત તીખો હોઈ શકે છે. ખાણીપીણી બજારમાં પણ મિસળ એ અત્યંત લોકપ્રિય વાનગી છે. ગુજરાતમાં એ સેવ ઉસળ તરીકે ઓળખાય છે.

મિક્ષ કઠોળ બાફીને બનતી આ વાનગી મહારાષ્ટ્ર નાં લોકો ના ઘરેઘરમાં બને જ છે. તે પૌષ્ટિક તો છે જ પણ સાથે સાથે તેમાં સેવ ઉમેરીને ખાવામાં આવે તો તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે. ઘણીવાર પુના મીશળ પાતળુ બને અથવા તો તેનો રસો વધારે રહી જાય તો ખાવાની મજા નથી આવતી. આજે અમે તમારી સાથે એવી રેસિપી શેર કરવા જઈ રહ્યા છે જેનાથી તમારુ પુના મીશળ એકદમ ઘટ્ટ અને ટેસ્ટી બનશે.

સામગ્રી :

કઠોળ ની સામગ્રી :

– 1 કપ મઠ

– 1/2 કપ ચોળી

– 1/4 કપ છોલે

– 1/3 કપ રાજમા

– 1/2 કપ ચણા

મીશળ નો મસાલો બનવાની સામગ્રી :

– 1/3 કપ આખા ધાણા

– 4-5 સૂકાં મરચાં

– 2 ચમચી જીરું

– 2-3 મોળા મરચાં

– 10-15 લસણ ની કળી

વઘાર માટે ની સામગ્રી :

– 1 નંગ કાંદો સમારેલો

– ૩ ચમચી મરચાં અને લસણ ની પેસ્ટ

– 4-5 ચમચી તેલ

– 1 ચમચી મરચું પાવડર

– 1 ચમચી લીંબુ નો રસ

– સ્વાદ મુજબ મીઠું

– 1 નંગ નાનું જીણું સમારેલું બાફેલું બટાકું

ગાર્નિશ માટે ની સામગ્રી :

– જીણી સેવ

– જીણા સમારેલાં કાંદા

રીત :

સ્ટેપ :1


સૌ પ્રથમ બધાં કઠોળ એક તપેલી માં લઈ .તેને 7-8 કલાક પલાળી ને રાખવાં .ત્યાર પછી કૂકર માં 5-6 સીટી વગાડી બાફી લેવાં .

સ્ટેપ :2

પુના મીશળ નો મસાલો તૈયાર કરવાં માટે :


એક કડાઈ માં બધાં સુકા મસાલા લઇ તેને બરાબર શેકી .ઠંડુ થાય પછી મિક્સર જાર માં પીસી લેવું .તો ત્યાર થયું મીશળ મસાલો ..

સ્ટેપ :3


હવે એક પેન માં તેલ લઇ તેમાં જીણા સમારેલાં કાંદા અને મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી સંતાડવા. ત્યારબાદ તેમાં બાફેલાં કઠોળ ઉમેરી .તેમાં મરચું પાવડર ,2-3 ચમચી મીશળ મસાલો ,મીઠું ઉમેરી ઉસળ ને ઉકાળવા દેવું .

સ્ટેપ :4


10-15 મિનિટ ઉકાળવા દઈ તેમાં છેલ્લે તેમાં બાફેલાં બટાકાં અને લીંબુ નો રસ ઉમેરી . ઉશળ માં જીણા કાંદા અને સેવ ઉમેરી ગરમ ગરમ બન સાથે સર્વ કરવું .

નોંધ : આપડે મિક્સ કઠોળ માંથી ઉસળ બનાવતા હોવ તો કમસેકમ સાત થી આઠ કલાક માટે ગરમ પાણીમાં કઠોળ પલાળી રાખો. કૂકરમાં કઠોળ સાથે દોઢેક કપ કે જરૂરિયાત અનુસાર પાણી નાંખી તેમાં જ મીઠુ, અને ચપટી સોડા ઉમેરી તેની મિડિયમ ગેસ પર 5થી 6 સીટી વગાડો.બનાવેલો ઉસળ મસાલો જરૂર મુજબ ઉમેરવો .બાકી નો તમે સ્ટોર કરી ને રાખી શકો છો ..

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *