રાજસ્થાની મકાઈ ઢોકળા – રાજસ્થાનની આ વાન્ગીહવે બનશે તમારા રસોડે તો એકવાર જરૂર બનાવજો…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે રાજસ્થાની ફેમસ “મકાઈના લોટના ઢોકળા” જયારે રાજસ્થાન જઈએ ત્યારે ગુજરાતીઓ ખાસ આ આઈટમ ખાવાનું બોઉં જ પસંદ કરે છે. મકાઈના ઢોકળાની રેસિપી હવે તમે પણ ઘરે બેઠા માણી શકો છો. એકદમ ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ ચટાકેદાર બનશે. કોમેન્ટ કરી જણાવજો તમને રેસિપી કેવી લાગી?

સામગ્રી :

  • ૧ કપ મકાઈ નો લોટ
  • ૧/૪ કપ અધકચરા વાટેલા વટાણા
  • ૧/૪ કપ દહીં
  • ૧ ટેબલ સ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  • ૨ ટેબલ સ્પૂન કસૂરી મેથી
  • ૧ ટી સ્પૂન અજમો
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧/૪ ટી સ્પૂન હિંગ
  • ૧ ટી સ્પૂન લાલ મરચું
  • ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  • ૧/૨ ટી સ્પૂન સંચળ પાવડર
  • ૧ ચપટી ખાવા નો સોડા
  • ૧ ટેબલ સ્પૂન તેલ
  • ઘી ઉપર થી રેડવા
  • મીઠું સ્વાદ અનુસાર

ચટણી માટે –

  • ૪ લસણ ની કળી
  • ૧/૨ ટી સ્પૂન મીઠું
  • ૧ ટી સ્પૂન લાલ મરચું
  • ૧/૪ કપ દહીં

રીત :

૧. એક બોઉલ માં લોટ અને બધા સુખા મસાલા, વટાણા, કસૂરી મેથી, ખાવા નો સોડા, તેલ અને દહીં ઉમેરી ને રોટલી જેવો લોટ બાંધી લેવો.

૨. લોટ ને બરોબર મસળી ને એમાં થી ગોળ ઢોકળા બનાવી દેવા, જેમાં વચ્ચે એક કાણું હોય.

૩. હવે એક થાળી માં તેલ લગાડી ને આ ઢોકળા મૂકી દેવા. થોડા દૂર દૂર મુકવા જેથી કરી ને વરાળ બધે થી પસાર થાય.

૪. ઢોકળીયા માં કે તપેલા માં પાણી ગરમ મૂકી ને વરાળ નીકળે એટલે ઢોકળા ની થાળી મૂકી ને ૨૦ મિનિટ માટે વરાળે બાફી લેવા.

૫. એક ચપ્પુ ની મદદ થી ઢોકળા ચઢ્યા છે કે નહિ એ ચેક કરી લેવું.

૬. ઢોકળા ગરમ હોય ત્યારે ઉપર ઘી રેડવું.

૭. હવે ઢોકળા ની ચટણી માટે લસણ ને મીઠા અને મરચા પાવડર સાથે ખાંડી લેવું.

૧૦. હવે એમાં દહીં ઉમેરી ને મિક્સ કરી દેવું.

૧૧. ઢોકળા ને ઉપર બનાવેલી ચટણી સાથે કે દાળ કે પછી લીલી ચટણી સાથે પીરસવા.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *