મકાઈ ના ભજીયા – મકાઈની સીઝનમાં એકવાર જરૂર બનાવજો, ઘરમાં બધાને પસંદ આવશે…

આવા વરસાદી વાતાવરણ માં ગરમાગરમ ભજીયા ખાવા નું કોને મન ના થાય ?ને એમાંય વળી કુણી કુણી મકાઈ ની ઋતુ ! ભુટ્ટા નો સ્વાદ તો માણીએ જ છીએ તો આવો આજે મકાઈ ના ભજીયા ની મોજ માણીએ .તમે પણ જરૂર ઘરે બનાવજો .અમારા ઘરે તો બધાં ને ખુબ જ પસંદ છે ..

સામગ્રી –

– ૧ મોટો વાટકી મકાઈ ના દાણા(2 નંગ મકાઈ )

– ચણાનો લોટ અને ઘઉં નો કકરો લોટ ૨ થી ૩ ટે સ્પુન

– આદુ મરચા વાટેલા ૧ ટી સ્પૂન ( તમને નાંખવા હોય તો )

– મીઠું સ્વાદ પ્રમાણે

– હળદર પાવડર ૧/૪ ટી સ્પુન

– લાલ મરચું પાવડર ૧/૨ ટી સ્પુન

– ધાણાજીરું પાવડર ૧/૨ ટી સ્પુન

– સોડા ચપટી

– હિંગ ચપટી

– બારીક કાપેલી કોથમીર

– લીંબુ નો રસ અને થોડી ખાંડ

– તળવા માટે તેલ

– ગમે તો બારીક કાપેલા કાંદા અને બારીક કાપેલું લસણ પણ નાખી શકાય .

રીત –

સ્ટેપ :1


સૌ પ્રથમ મકાઈ ના દાણા ને મિક્સી માં અધકચરા વાટી ળો ,પછી તેમાં ઉપર કહેલ બધો મસાલો ,ચણાનો લોટ અને ઘઉંવ નો લોટ ,કોથમીર ,લીંબુ નો રસ ,ખાંડ બધુ નાખી સારી રીતે મિક્સ કરો .જરૂર લાગે તો થોડું પાણી લઇ ભજીયા માટે ની ખીરું તૈયાર કરો .

સ્ટેપ :2


હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો .તેલ ગરમ થાય એટલે નાના નાના ભજીયા તેલ માં મુકો .લાલ રંગ થાય ત્યાં સુધી બરાબર તળો .પછી તેલ માં થી ઝારા વડે ભજીયા બહાર કાઢી લો .ગ્રીન ચટણી અને સોસ સાથે ગરમાગરમ ભજીયા ની મોજ માણો . મસાલા વાળી ચા અને ગરમાગરમ ભજીયા !ઔર ક્યાં કહેના !

નોંધ :

મેં અહીં દેશી મકાઈ લીધી છે તમે ચાહો તો અમેરિકન લઇ શકો છો ..

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *