મકાઈ ની રાબડી – રાજસ્થાન અને ઉત્તર ભારતની પ્રખ્યાત મકાઈની રાબડી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “રાજસ્થાન અને ઉત્તર ભારતની પ્રખ્યાત મકાઈની રાબડી” શિયાળાની સીઝનમાં આપણે સૌઉં કોઈ એવી વાનગી શોધતા હોઈ છીએજે આપણા શરીરને તાકાત પણ આપે તેમજ ગરમાવો આપે.આ બનાવામાં તો સરળ છે જ.તેમજ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સરસ છે.જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે??

ફટાફટ ખાવાનું મન પણ થઈ જઈ એવી ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તેમજ મીઠી મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી મકાઈની રાબડી.એકવાર ઘરે બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને ખૂબ જ ભાવશે.પીધા પછી પણ સ્વાદ દાઢે જ વળગી જશે. એટલી મસ્ત મજેદાર લાગશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૧/૪ કપ મકાઈ ના ફાડા
  • ૧ કપ દહીં
  • ૧ ટેબલ સ્પૂન મકાઈ નો લોટ
  • શેકેલા જીરા નો પાવડર
  • લાલ મરચું પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :

૧. મકાઈ ના ફાડા ને ધોઈ ને ગરમ પાણી માં ૧ કલાક પલાળી દેવા. ઉપર ઉપર જે ફોતરાં આવે એને એક ગરણી ની મદદ થી કાઢી લેવા.

૨. હવે એક બીજા વાસણ માં દહીં અને ૨ કપ પાણી લઇ ને છાશ બનાવી લેવી.

૩. છાશ માં પલાળેલા ફાડા માં થી પાણી કાઢી ને મિક્સ કરી લેવા.

૪. બધું મિક્સ થઇ જાય એટલે ગેસ ચાલુ કરી ને એને હલાવતા હલાવતા ગરમ કરીશું.

૫. એક ઉભરો આવે ત્યાં સુધી ચોંટવા ની બીક રહે છે.

૬. મિશ્રણ માં સ્વાદ અનુસાર મીઠું અને ૧/૨ ટી સ્પૂન શેકેલા જીરા નો પાવડર ઉમેરવો ઉમેરી દેવું.

૭. મિશ્રણ ને ફાડા પાકે ત્યાં સુધી ચઢવા દેવું. વધુ જાડું થાય તો પાણી કે છાશ ઉમેરવી. ૧૫ થી ૨૦ મિનિટ જેવું પાકતા થાય છે.

૮. આ રાબડી ને ગરમાગરમ ઉપર થી શેકેલા જીરા નો પાવડર અને લાલ મરચું પાવડર ભભરાવી ને પીરસવી.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *