ભોજનમાં કંઈ નવું ટ્રાય કરવું છે તો ઘરે જ બનાવી લો આ મેથી મટર મલાઈ, નાના મોટા સૌ થઈ જશે ખુશ

કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું. મેથી મટર મલાઈ સબ્જી તો બાળકોને ગ્રીન સબ્જી પસંદ નથી હોતી તો આ રીતે પંજાબી સ્ટાઈલમાં વ્હાઇટ ગ્રેવીમાં આ સબ્જી બનાવશો તો બાળકો ને ખૂબ જ પસંદ આવશે. એમાં પણ મેથી અને લીલા શાકભાજી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો ચાલો જોઈએ વિડીયો રેસીપી દ્રારા મેથી મટર મલાઈ સબ્જી ની રેસીપી. રેસ્ટોરન્ટ જેવું જ મેથી મટર મલાઈનું પંજાબી સબ્જી બનાવવાની પરફેક્ટ રીત.

મેથી મટર મલાઈ:-

સામગ્રી:-

1 બાઉલ સમારેલી મેથી
½ બાઉલ બાફેલા વટાણા
2 લીલા મરચાં
3 સમારેલી ડુંગળી
1 તમાલપત્ર
7-8 કાજુ
3 ઈલાયચી
8-10 કળી લસણ
1 ચમચી તેલ અને 1 ચમચી ઘી વઘાર માટે
1 ચમચી જીરું
1 ચમચી ગરમ મસાલો
2 ચમચી મલાઈ
સ્વાદ પ્રમાણે મીઠું
પાણી

રીત:-

સ્ટેપ 1:-
સૌપ્રથમ એક પેનમાં 1 ચમચી ઘી લો અને મેથી ઉમેરીને સાંતળી લો.
સ્ટેપ 2:-
હવે એ જ પેનમાં 1 ચમચી તેલ ઉમેરી ડુંગળી, તમાલપત્ર, કાજુ, ઈલાયચી, લીલા મરચાં, લસણ ઉમેરી લો અને મિક્સ કરી લો. હવે એમાં ઠોડુ પાણી ઉમેરી ઢાંકી ને કુક થવા દો.


સ્ટેપ 3:-
કુક થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી લો અને ઠંડું થવા માટે મૂકો. ઠંડું થાય ત્યારે તેને ક્રશ કરી લો.
સ્ટેપ 4:-
હવે એક કડાઈમાં 1ચમચી તેલ અને 1 ચમચી ઘી ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય ત્યારે તેમાં 1 ચમચી જીરું ઉમેરી ગ્રેવી ઉમેરી લો અને મિક્સ કરી લો
સ્ટેપ 5:-
હવે એમાં બાફેલા વટાણા અને મેથી ઉમેરી ઠોડું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, અને 2 ચમચી ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. અને ઢાંકી ને કુક થવા દો.


સ્ટેપ 6:-
કુક થઈ જાય ત્યારબાદ તેમાં 2 ચમચી મલાઈ ઉમેરી મિક્સ કરી લો. 3 થી 4 મિનિટ કુક થવા દો અને ગેસ બંધ કરી લો અને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *