સ્વતંત્રતા દિવસે મેનૂને આપો નવો ટ્વિસ્ટ, સરળ રેસિપિ બનાવશે થાળીને રંગીન

સ્વતંત્રતા દિવસે થાળીને પણ નવો લૂક મળે તો તે દિવસ તમારા માટે ખાસ બની જાય છે. આ દિવસે તમે ઓછી મહેનતે અનેક સરળ રેસિપિ ટ્રાય કરીને તેનો આનંદ માણી શકો છો. પરિવારને પણ કંઈ અલગ ખાધાનો આનંદ મળે છે. તો આ સ્વતંત્રતા દિવસે બનાવી લો ત્રિરંગા પુલાવ.

15 ઓગસ્ટને ભારતના ઈતિહાસમાં શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે અનેક સેનાનીઓ શહીદ થયા અને સાથે દેશને આઝાદી અપાવી. આ દિવસે આપણે ખાસ વસ્તુ પીરસીને તેને યાદગાર બનાવવાનો પ્રયાસ કરી શકીએ. તો જાણો તમારા ઘરમાં તમે સરળ રીતે કઈ વસ્તુઓની મદદથી ફટાફટ ત્રિરંગો પુલાવ તૈયાર કરી શકો છો.

ત્રિરંગા પુલાવ માટેની સામગ્રી

“ત્રિરંગા પુલાવ”

3 વાટકી -બાસમતી રાઈસ
ગ્રીન રાઈસ બનાવવા માટે
1/2 વાટકી -પાલકની પૂરી
2 -લીલી ડુંગળી
2 -લીલું લસણ
1/2 ચમચી- કોથમીર
1/2 ચમચી- ગરમ મસાલો

મીઠું સ્વાદાનુસાર
રેડ રાઈસ બનાવવા માટે
1 ગાજર- છીણેલું
1 ચમચી ટમેટા લસણ ની ચટણી
1/2 ચમચી લાલ મરચું પાવડર
સ્વાદ પ્રમાણે મીઠું
પ્લેન વાઈટ બાસમતી રાંધેલા રાઈસ
1 થી ૨ ચમચી તેલ
ગાર્નીશિંગ માટે લેમન ને રાઉન્ડ કટ કરેલ

બનાવવાની રીત

ગ્રીન રાઈસ માટે

સૌથી પહેલા એક કઢાઈમાં બે ચમચી તેલ ગરમ મૂકવું. તેલ ગરમ થાય એટલે એમાં આદુ લસણની પેસ્ટ નાખવી પછી તેમાં ડુંગળી લીલા મરચાં પાલક કોથમીરની ઝીણી પેસ્ટ નાખવી. પછી સરખું મિક્સ કરવું. પછી તેમાં ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવું. હવે તમે તેમાં બાસમતી રાઈસ નાંખવા. બધી ચીજોને સારી રીતે હલાવીને મિક્સ કરો. પાંચ મિનિટ માટે રહેવા દો. તૈયાર છે ગ્રીન રાઈસ.

રેડ રાઈસ

એક કડાઈમાં બે ચમચી તેલ ઉમેરવું. તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી, છીણેલું ગાજર, લસણની ચટણી નાંખવી. પછી તે સરખું હલાવી લેવું. હવે તમે ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને બાસમતી રાઈસ ઉમેરો. આ તમામ મિશ્રણને હલાવી લો. તેને પણ પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દો. તૈયાર થઈ જશે તમારા રેડ રાઈસ.

હવે તમે તમે ઈચ્છો તે શેપમાં ત્રણેય રાઈસને ત્રિરંગાના કલર અનુસાર સજાવીને રાખી શકો છો. ત્રિરંગા પુલાવને રાયતા સાથે સર્વ કરીને મજા માણી શકાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *