મસ્ત મખાના – સ્વાદના ખજાના, મજાના મખાના… બાળકોને પણ ખૂબી પસંદ આવશે…

મસ્ત મખાના…!!

સ્વાદના ખજાના,મજાના મખાના…..!!!

ખાઓપીઓ ને મોજ કરો…આ શિયાળામાં કેટકેટલું ખાવું???

તાજા શાક,તાજા ફળો,ને તાજી વાનગીઓ…પછી વજન તો વધે જ ને….હા પણ તમે ચિંતા ના કરશો આજે આપના માટે એક હેલ્ધી ડીશ લઈ ને આવ્યા છે શોભના શાહ….આપ જો હેલ્થ કોન્શીયસ હશો તો પણ આ જરુર ખાઈ શકશો.

જો ડાયટીંગ કરતા હશો તો પણ આરામથી ખાઈ શકો છો.

જો તબિયત નાદુરસ્ત હશે,અથવા જેની પાચનશકિત નબળી હશે એ પણ ખાઈ શકશે.

ટુંકમાં તમામ લોકો આ મોજથી ખાઈ શકે છે.

તો ચાલો ઝટપટ બનતી આ ડીશને કેવી રીતે બનાવાય તે શીખી લઈ એ.

સામગ્રી.

  • મખાના
  • ઘી
  • ચાટમસાલો
  • મરી પાવડર
  • સિંગદાણા
  • લીમડો
  • હીંગ
  • મીઠું

રીત

સૌ પ્રથમ મખાનાને એકદમ ધીમા તાપે પાંચથી દસ મિનિટ સુધી શેકો.

વચ્ચે વચ્ચે હલાવતાં રહો.

ત્યાં સુધી શેકો જયા સુધી એને હાથમાં લઈને દબાવીએ તો એકદમ સરસ રીતે ભાંગી જવો જોઈએ.

એકદમ ક્રિષ્પી થાય ત્યાં સુધી શેકવાના છે.

હવે એક મોટ પેનમાં બે ચમચી ઘી લો.

એમાં સિંગદાણા નાખી હલાવો.એ શેકાઈ જાય ત્યાં સુધી હલાવો.

હવે એમાં હીંગ,લીમડો,મીઠું,ચાટમસાલો,અને મરી પાવડર….આ બધું જ ભેળવી દો અને તરતજ મખાના પણ નાંખી દો.બે જ મિનિટમાં ગેસ બંધ કરી દો.

બધું જ બરાબર હલાવી દો.

બસ તૈયાર છે એકદમ ચટપટા ,સ્વાદિષ્ટ અને ગુણકારી મખાના .

આ મખાના તમે ગમેતે સમયે ખાઈ શકો છો.

ચા,કોફી સાથે પણ આપી શકો છો.

જો આપને આ રેસીપી ગમી હોય તો જરુર જણાવજો અને લાઈક,કોમેન્ટ અથવા શેર કરજો…..

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *