મખાના લાડુ – મખાનાની ભલે કોઈપણ વાનગી નહિ પસંદ હોય પણ આ લાડુ બધાને ખુબ પસંદ આવશે…

મખાનાં કમળ ના બિયામાંથી તૈયાર થાય છે. આ શરીર માટે ખુપ જ ઉપયોગી છે. નાનાથી માંડીને મોટા સુધી ઓને ઉપયોગ થાય છે. મખાનાં આપણે રોજ જમવા માં લેતા નથી હોતા.તો આવી રીતે લાડુ બનાવીશું તો બધા ખુશી થી ખાઈ શકશે. મખાનાં નો ચેવડો પણ બનાવી શકો છો..

મખાંના- ૨૫૦ ગ્રામ

દેશી કેટેડ કોપરું- ૫૦ ગ્રામ

પીસેલી ખાંડ- ૧૨૫ ગ્રામ

ઘી – ૧૦૦ ગ્રામ

ઈલાયચી પાવડર – ૧ નાની ચમચી

કાજુ બદામ ની કતરણ – ૪ ચમચી

ચારોળી – ૧ ચમચી

દૂધ – ૨ નાની ચમચી

રીત:-

૧ – કઢાઈ ગરમ કરી મખાનાં શેકી લેવા. ઘી નાખી થોડા લાલ થાય એટલા શેકી લેવા.

૨- મખાનાં શેકાઈ જાય પછી એજ કઢાઈ માં કોપરાનું છીણ શેકી લેઉ.

૩- મખાનાં અને કોપરું ઠંડુ પડે પછી મિક્સર માં ક્રશ કરી લેઉ.

૪ – હવે એક વાસણમાં ક્રશ કરેલા મખાનાં, કોપરાનું છીણ પીસેલી ખાંડ , કાજુ , બદામ, ઈલાયચી પાવડર ચારોળી બધુ નાખી સરખું મિક્સ કરી લેઉ.

૫ – ઘી ગરમ કરી મિશ્રણ માં નાખવું. હવે તેમાં ૧ થી ૨ ચમચી દૂધ નાખવું.બધું મિશ્રણ મિક્સ કરી મીડિયમ સાઈઝ ના લાડુ બનાવવા.

૬- આવી રીતે મખાનાં ના લાડુ તૈયાર કરી તમે એરટાઈટ ડબ્બા માં પણ રાખી શકો છો.

ટીપ- મખાનાં એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી શેકી લેવા. કાજુ બદામ અને ચારોળી ઘી માં શેકી મિક્સર માં ક્રશ કરી લેવી.

મિત્રો આપને મારી આ વાનગી ગમી કે નહીં તે અચૂક થી જણાવજો…. જેથી બીજી આવી હેલ્થી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે.

રસોઈની રાણી : નેહા આર ઠક્કર (વડોદરા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *