મખાના મિક્સ ચિવડા – દિવાળીમાં અવનવા નાસ્તા બનાવો તો આ વાનગી ખાસ બનાવજો..

મખાના એ ખુબજ હેલ્થી છે ખાવા માં , આ દિવાળી પર જીભના સ્વાદ ની સાથે સાથે હેલ્થ નું પણ ધ્યાન રાખીએ. તો ચાલો સુપર હેલ્થી એવા મખાના ના ચેવડા ની રેસીપી જોઈ લઈએ.

સૌ થી પેહલા એક કડાઈ માં ૨-૩ ચમચી તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં ૨ કપ જેટલા મખાના નાખી અને ધીમા ગેસ પર રોસ્ટ કરી લેવાના છે , ૨-૩ મિનિટ જેટલો ટાઈમ લાગશે રોસ્ટ થતા લાગશે , ૧ મખાના લઇ તોડી જોવો જો ક્રિસ્પી ના થયા હોય તો ફરી થી ૧ મિનિટ માટે રોસ્ટ કરી લેવા.

ત્યાર બાદ મખાના ને એક બાઉલ માં લઇ લો.

તે જ કડાઈ માં ૨-૩ ચમચી તેલ ગરમ કરવા મુકવાનું છે , તેલ ગરમ થાય એટલે તેમાં ૨ ડાળી લીમડા ના પાન નાખી દો, ૨ લીલા માર્ચ લાંબા કાપેલા , લીમડો અને મરચાં ને અડધી મિનિટ જેવું સાંતળી લો, પછી તેમાં ૧ ચમચી હળદર , ૨ ચમચી જેટલા કાલા તલ, સૂકું ટોપરું સ્લાઈસ કરેલું , ૧/૪ કપ બદામ આખી , ૧ વાટકી મમરા નાખી દો , ૧ વાટકી દાળિયા –

બધું મિક્સ કરી ૨-૩ મિનિટ માટે ધીમા ગેસ પર શેકી લો , હવે તેમાં પેલા રોસ્ટ કરેલા મખાના નાખી દો , અને ફરી થી ૧ મિનિટ માટે રોસ્ટ કરી લો. આ ચેવડા માં તમે સાથે બીજી વસ્તુ પણ નાખી શકો જેમ કે શીંગદાણા , રોસ્ટ કરેલા ઓટ્સ , નાયલોન પૌઆ આ બધું પણ મખાના સાથે સારું લાગશે ,

હવે આ બધું મિક્સચર ને એક મોટા મિક્સિંગ બાઉલ માં નીકાળી લો. તેમાં ૧ ચમચી દળેલી ખાંડ , ૧ ચમચી મીઠું , ૧.૫ ચમચી આમચૂર પાઉડર , ૧.૫ કપ મકાઈ ના પૌવા , બધું બરાબર રીતે મિક્સ કરી લો ધીમે ધીમે. બસ તમારો એકદમ હેલ્થી એવો મકાઈ નો ચેવડો તૈયાર છે.

ખુબજ પૌષ્ટિક એવા મખાના ચેવડા ની રેસીપી ચોક્કસ થી ટ્રાય કરજો. આ દિવાળી પર હેલ્થી ખાઓ અને મેહમાનો ને પણ ખવડાવો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *