મખાનાનો ચેવડો – એકનાએક મમરા પૌવાના નાસ્તાથી કંટાળી ગયા છો? તો આ ચેવડો બધાને પસંદ આવશે..

આપણે બધા ના ઘરે નાસ્તામાં ચેવડો તો બને જ છે પણ આજે હું તમારામાટે લઇને આવી છું મખાના નો ચેવડો … મખાના એ કમળનાં બીજ (લોટસ સીડ) છે. કમળ નાં ફુલ અને પાંદડા ખુબસુરત હોય છે પરન્તુ તેનાં બીજ એ પણ વિશ્વ ભર મા સૌથી વધુ તંદુરસ્ત ખોરાક ગણાય છે. મોટાભાગના લોકો જાણતા નથી કે તેં કમળ નાં બીજ તરીકે ઉગાડવામાં આવે છે અને તેને પ્રોસેસિંગ કરી તેમાંથી મખાનાં બનાવવામાં આવે છે

કેટલાંક સમય થી મખાના એક સ્વાસ્થ્ય ખાદ્ય પદાર્થ તરીકે ચર્ચામા છે. મખાનાં માંથી હળવા નાસ્તાની ઘણી વાનગીઓ બને છે.ખીર ,મખાના નું શાક ,ભેલ લાડુ બિજું ઘણું બધું બનતું હોય છે … મખાનાં મા ઘણાં પોષક તત્વો રહેલા છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીજ, થાયમીન , પ્રોટીન પ્રચુર માત્રામાં હોય છે. કોલેસ્ટ્રોલ , સેચુંરેટડ ફેટ અને સોડિયમ ખૂબ ઓછાં પ્રમાણ માં હોય છે.

જો તમે નિયમિત સવારે મખાણા નું સેવન કરો તો તમે બિમારીમાંથી મુક્તિ મેળવી શકો. આમ, પણ ડ્રાયફ્રૂટ્સ એ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે અને દરેક ડ્રાયફ્રૂટ્સમાંથી તમે અનેક પ્રકાર ના પોષકતત્વો પ્રાપ્ત કરી શકો. મખાણા એ એક એવું ડ્રાયફ્રુટ છે જેને તમે બ્રેકફાસ્ટ માં નિયમિત રીતે ઉપયોગમાં લઇ શકો. તો ચાલો એકદમ બનાવી દયિયે મખાના નો ચેવડો….

“મખાના ચીવડા”

  • ૧ બાઉલ – માખાના
  • ૧બાઉલ – મમરા
  • ૧ બાઉલ – જાડા પૌવા
  • અર્ધો બાઉલ – સીંગદાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • ૬-૭ લિમાડો ના પાન
  • ૩-૪ લીલાં મરચાં
  • અર્ધી ચમચી – હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી કાળો મરી પાઉડર
  • ૧ ચમચી ચાટ મસાલો
  • જોઈતા પ્રમાણમાં – કાજૂ અને દ્રાક્ષ

સૌ પ્રથમ એક પેન માં તેલ વગર પૌવા પછી મમરા પછી મખાનાને શેકી કેવા.

હવે પૌવા ,મમરા , મખાંના એક મોટા બાઉલાં માં લઇ તેમાં સીંગદાણા ,મરચા,લીમડા ના પાન , કાજૂ ,દ્રાક્ષ, બધું તળીને ઉમેરવું.

હવે વઘારીયા માં બે ચમચી તેલ ગરમ મૂકી ૧ ચમચી લાલ મરચું અને અર્ધી ચમચી હળદર ઉમેરી બાઉલ માં વઘાર રેડી દેવો.

હવે ચાટ મસાલો અને મરી પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરવું.

હવે સરખું બધું મિક્સ કરી ચેવડો ભરનીમાં ભરી દેવો.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *