મખનાની ખીર બનાવાની સરળ રીત – આ રીતે તો તમે ક્યારેય નહિ બનાવી હોય જોઈ લેજો

આજે આપણે બનાવીશું મખાનાની ખીર. મખના ખુબજ ન્યુટ્રી એસ છે. આપણે ચોખાની ખીર તો ખાતા જ હોઈએ છે.તો આજે આપણે નવરાત્રિ માં સ્પેશિયલ મખના ની ખીર બનાવીએ. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • એક કપ મખાના
  • 500 એમએલ દૂધ
  • ૨ ચમચી ધી
  • ડ્રાયફ્રુટ કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ
  • ૪ ચમચી ખાંડ
  • ઈલાયચીનો પાઉડર

રીત-

1- મખાનાની ખીર બનાવવા માટે સૌથી પહેલા આપણે ડ્રાયફ્રુટ ને રોસ્ટ કરવાના છે.

2- તો આપણે એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરવા મૂકીશું.

3- હવે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ડ્રાયફ્રુટ નાખીશું. તેને હવે રોસ્ટ કરી લઈશું.

4- ડ્રાયફ્રુટ રોસ્ટ થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લઈશું.

5- હવે આપણે મખના રોસ્ટ કરવાના છે તે જ ઘી માં.એક કપ મખના છે. તેને આપણે ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી રોસ્ટ કરીશું.ધીમા તાપે કરવાના છે બવ ફાસ નથી રાખવાનો.

6- મખાના તમે કોઈપણ ઉપવાસમાં ખાઈ શકો છો. તમે નવરાત્રીના ઉપવાસ માં, શિવરાત્રીના ઉપવાસમાં કોઈપણ ઉપવાસમાં ખાઈ શકો છો. કેમકે આ મખના બહુ જ ન્યુટ્રીએસ છે.

7- મખાના પોપકોર્ન કરતા પણ વધારે ન્યુટ્રીએસ છે. આને ખાલી રોસ્ટ કરી ને દૂધ માં નાખી ને પણ ખાય સકો છો. સાથે ફ્રુટ પણ નાખી શકો છો. હેલ્ધી ઑપ્શન છે આ.

8- તમારે ત્યાં કોઈ મહેમાન આવતા હોય અને તમે ખીર બનાવો તો સરખું ઉકાળવું પડે છે.એમાં આ બવ જલ્દી બની જાય છે.અને ઘટ્ટ થાય છે.

9- નાના બાળકોને પોપકોર્ન ખાવું હોય તો તેના બદલામાં આવી રીતે રોસ્ટ કરી ને અને તેના પર થોડો મસાલો નાખીને પણ આપી શકો છો.

10- આપણા રેડીમેડ મળતા કોર્ન ફ્લેક્સ એ બધા કરતા પણ વધારે ન્યુટ્રી એસ છે.

11- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે મખાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. અને ક્રિસ્પી થઈ ગયા છે. ક્રિસ્પી નેશ નો અવાજ સાંભળી શકો છો. એટલે તમને ખ્યાલ આવશે.

12-હવે ગેસ બંધ કરી લઈશું. હવે તેને એક બાઉલમાં કાઢીશું.

13- હવે મખાના ના બે ભાગ કરી લઈશું.અને થોડા આપણે ગાર્નીશિંગ માટે અલગ કાઢવાના છે. હવે તેને અધકચરા ગ્રેન કરી લઈશું. ઠંડા પડે પછી.

14- હવે અધકચરા ગ્રાઇન્ડ કરી લીધા છે.

15- હવે આપણે દૂધ તૈયાર કરીએ. એ જ પેનમાં 500 એમએલ દૂધ લેવાનું છે.

16- દૂધમાં એક બોઈલ આવે ત્યાં સુધી ઉકાળવા દઈશું.

17- દૂધને વચ્ચે-વચ્ચે હલાવતા રહેશું.જેથી નીચે દૂધ ચોંટે નહી.

18- હવે આપણે તેમાં ચાર ચમચી ખાંડ નાખીશું. જો ગળ્યું તમે વધારે પસંદ કરતા હોય તો તમે વધારે નાખી શકો છો.

19- હવે ખાંડ ઓગળી ગઈ છે તો તેમાં આપણે મખાના ગ્રાઇન્ડ કર્યા તા એ એડ કરીશું.

20- તેનાથી આપણી ખીર ઘટ્ટ થશે. જે આપણે આખા રાખ્યા હતા તે પણ તેમાં એડ કરીશું.

21- હવે તેને દસ મિનિટ જેટલું ઉકળવા દઈશું ધીમા તાપે.

22- જ્યારે તમને એવું લાગે કે મખાના સોફ્ટ થઈ ગયા છે. અને તમારું દૂધ ઘટ્ટ થઈ ગયું હોય ત્યારે આપણે ગેસ બંધ કરી દઈશું. ત્યાં સુધી આપણે ધીમા તાપે કુક થવા દઈશું.

23- આપણા ઘરે કોઈ મહેમાન આવવાનાં હોય તો આ જલ્દી બની જાય છે.

24- મખાના ને પહેલેથી શેકીને ભરી દો અને જ્યારે કોઈ મહેમાન આવે તો તમે ઝટપટ ખીર બનાવી શકો છો. ખીર ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી નીચે ચોંટી ના જાય.

25- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઘટ્ટ થઇ ગઇ છે. લગભગ સાતથી દસ મિનિટ સુધી ઉકાળી લીધું છે.

26- હવે ગેસ બંધ કરીશું અને તેમાં એક નાની ચમચી ઇલાયચી પાઉડર ઉમેરીશું.

27- હવે તેમાં ડ્રાયફ્રુટ પણ ઉમેરીશું જે આપણે રોસ્ટ કર્યા હતા તે.

28- હવે આપણી ખીર તૈયાર થઈ ગઈ છે ઠંડી પડે પછી ફ્રીજ માં મૂકી દઈશું. અને પછી એને સૌ કરીશું.

29- ઠંડી ઠંડી મખના ની ખીર તૈયાર છે બનાવજો ખાજો અને ખવડાવજો.

30- મખના ની ખીર આ નવરાત્રિમાં ચોક્કસથી બનાવજો. થેન્ક્યુ

રેસિપી વિડિઓ :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *