મખમલી પરાઠા – દરરોજ પરિવારને કાંઈક હેલ્થી અને ટેસ્ટી વાનગી બનાવી આપવાનું વિચારો છો?

સવાર પડે ત્યારથી દરેક મહિલાઓ ની એક જ સમસ્યા હોય છે કે નાસ્તામાં એવું શું બનાવવું કે જે દરેક લોકો ને પસંદ આવે અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય. તો આજે હું એક એવી વાનગી જણાવીશું કે જે તમારી એક દિવસની પરેશાની દુર કરશે. તેમજ ખુબજ હેલ્દી હોવાની સાથે સાથે બાળકોને તેમંજ મોટા લોકોને પણ ખુબજ પસંદ પણ આવે છે.

સવારના નાસ્તામાં તમારે કઈ હેલ્દી નાસ્તો કરવો છે તો તમે ઘરે જ બનાવી શકો છો મખમલી પરાઠા. તેને બનાવવા માટે વધારે પડતી સામગ્રી ની પણ જરૂર નથી રહેતી.

આજે અમે જણાવીશું મખમલી પરાઠા બનાવવાની એકદમ આસાન રીત. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવાય છે મખમલી પરાઠા.

જરૂરી સામગ્રી :

– એક કપ ઘવનો લોટ

– એક કપ બાંધેલું દહીં

– 1/2 ચમચી આદું

– લીલા ધાણા

– 1/2 ચમચી મરચું પાવડર

– ચપટી હિંગ

– 1/2 ચમચી લીલા મરચા

– 1/2 ચમચી ઘણાં પાવડર

– સ્વાદ અનુસાર મીઠું

– ચપટી હળદર

– શેકવા માટે ઘી

– 1 ચમચી તેલ

– જરૂર મુજબ પાણી

બનાવવાની રીત :

સ્ટેપ :1


મખમલી પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ ધાણા ને જીણા જીણા સમારી લેવા.હવે એક કથરોટ માં ઘવ નો લોટ જે આપને રોટલી માટે વાપરીએ છીએ એજ જીણો દલાવેલો લોટ લેવો.ત્યાર બાદ આ લોટ માં લીલા મરચા,આદું , હળદર, મરચું પાવડર ,ધાણા પાવડર ,સ્વાદ અનુસાર મીઠું અને તેલ નું મોણ નાખી બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેવી.

સ્ટેપ :3


ત્યાર બાદ તેમાં લીલા ધાણા નાખવા અને પછી તેમાં બાંધેલું દાહી અને જરૂરિયાત અનુસાર પાણી મિક્સ કરી લોટ બાંધી લેવો.


સ્ટેપ :4

લોટ એકદમ મુલાયમ બંધાઈ જાય પછી તેને ૧૦ થી ૨૦ મીનીટ માટે મૂકી દેવો જેથી એકદન કુણો પાડી જાય અને પરાઠા બીકુલ સોફ્ટ બને. ૧૦ થી ૨૦ મિનીટ પછી આ લોટ માંથી નાના નાના લુવા બનાવી લેવા. અને પછી તેને પરાઠાન નો જે આકાર આપવો હોય ગોળ અથવા ત્રિકોણ અથવા ચોરસ એ આકાર માં વાણી લેવા.

સ્ટેપ :5


હવે એક તવા ને ગેસ પર ગરમ કરવા રાખી દો અને ગરમ તવા પર વણેલા પરાઠા માં ઘી મૂકી ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી શેકી લેવા.જયારે પરાઠા શેકી જાય એટલે તેને એક પ્લેટ માં કાઢી લેવા, તો તૈયાર છે મખમલી પરાઠા.આ પરાઠાને તમે લીલા ધાણા ની ચટણી સાથે અથવા લીંબુ ના અથાણાં સાથે સર્વ કરો .

સ્ટેપ :5


એક વાર જરૂર ટ્રાય કરો આ એકદમ આસાન અને ખુબજ ટેસ્ટી રેસીપી તમારા ઘરે દરેક લોકો આંગળા ચાટતા રહી જશે. તેમજ દરરોજ સવારે આવા પરાઠા ની જ ડીમાંડ થશે .

નોંધ :

– મલમલ ના કપડાં માં દહીં બાંધવું .

– તમે તમારાં ટેસ્ટ પ્રમાણે જીણા કાંદા સમારેલાં પણ લઇ શકો છો .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *