મલાઈ પેંડા – માત્ર ૧૦ મિનિટ માં બનાવવા ની સરળ રેસિપી તો હવે ઘરે જ બનાવો ફટાફટ…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે બોઉં જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ જલ્દી બનતા એવા આ મલાઈદાર પેંડા તમે ક્યારેય પણ બનાવી શકો છો.મલાઈ [પેંડા બનાવા ખૂબ જ સરળ છે.અને તમને બિલકુલ મીઠાઈવાળા જેવા પેંડાનો સ્વાદ આવશે. આ રીતે બનાવશો તો એકદમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ તેમજ મીઠા મધુર બનશે. ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌ કોઈ એકવાર ચાખશે એક પેંડો મોઢામાં મુકશે તો ઓગળી જ જશે જેનો સ્વાદ દાઢે જ વળગી જશે, બાળકો તો બીજો પેંડો સામેથી જ માગી લેશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૧ કપ સ્કિમ્ડ મિલ્ક પાવડર
  • ૧/૨ કપ દૂધ
  • ૬ ટેબલ સ્પૂન ખાંડ
  • ૨.૫ ટેબલ સ્પૂન ઘી
  • પિસ્તા ની કતરણ
  • કેસર જરૂર મુજબ

રીત :

૧. એક જાડા તળિયા ના વાસણ માં ગેસ ચાલુ કર્યા વગર મિલ્ક પાવડર લઇ લેવો.

૨. એમાં કેસર વાળું દૂધ, ૨ ટેબલ સ્પૂન ઘી અને ખાંડ ઉમેરી ને બરોબર હલાવી લેવું.

૩. હવે ગેસ ચાલુ કરી ને ધીમા થી માધ્યમ તાપે એને જ્યાં સુધી જાડું ના થાય ત્યાં સુધી હલાવતા રેહવું.

૪. ૭ મિનિટ જેવું થતા મિશ્રણ પેન ને છોડવા માંડે એટલે એમાં ૧ ટી સ્પૂન ઘી ઉમેરી દેવું.

૫. હવે એક વાર હલાવી ને ગેસ બંધ કરી ને આ મિશ્રણ ને બીજા વાસણ માં ઠંડુ કરવા મૂકી દેવું.

૬. ૧૦ મિનિટ જેવું ઠંડુ થાય ત્યાં સુધી પિસ્તા ની કતરણ તૈયાર કરી લેવી.

૭. હવે હાથ માં ઘી લગાડી ને મિશ્રણ માં થી પેંડા વળી લેવા.

૮. ઉપર થી પિસ્તા લગાડી દેવા.

૯. હવે પેંડા પીરસવા માટે તૈયાર છે.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *