લચ્છેદાર મલાઈદાર ઇન્સ્ટન્ટ રબડી – ઓછા ટાઈમ માં, ઓછી મેહનત થી, ઓછા ખર્ચ માં બનાવો મલાઈદાર રબડી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “રબડી ખાવાની સાચી મજા ત્યારે જ આવે જયારે એ ખૂબ જ લચ્છેદાર મલાઈદાર હોય છે.” રબડીને આવી લચ્છેદાર મલાઈદાર બનાવા માટે દૂધનર લાંબા સમય સુધી ઉકાળવું પડે છે.અને હલાવતા રહેવું પડે છે.મલાઈને ઉખેડતાં રહેવી પડે છે.

જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ફટાફટ પીવાનું પણ મન થઈ જઈ એવી ઠંડી ઠંડી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રીમી તેમજ મીઠી મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ પીધી હોય આવી રબડી એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી કેહશો.ઘરમાં છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???


સામગ્રી :

  • ૧ લિટર ફુલ ફેટ દૂધ
  • ૪ બ્રેડ સ્લાઈસ
  • ૧/૨ કપ ખાંડ
  • ૫૦ ગ્રામ મિલ્ક પાવડર
  • પિસ્તા
  • બદામ
  • કેસર
  • ઈલાયચી

રીત :


૧. દૂધ ને ગરમ કરવા મૂકવું અને ઉભરો આવે એટલે ધીમા તાપે ઉકળવા દેવું.

૨. હવે બીજી બાજુ એક મિક્સર માં બે બ્રેડ ની સાઈડ કાપી ને ટુકડા કરી ને લેવી. એમાં ૮ પિસ્તા, ૮ બદામ, કેસર અને ઈલાયચી ઉમેરી ને મિક્સી માં પાવડર કરી લેવું.

૩. બીજી બે બ્રેડ સ્લાઈસ ની સાઈડ કાપી ને એને પાતળી વણી લેવી અને બ્રેડ ને કાતર થી પાતળી પાતળી કાપી લેવી.

૪. દૂધ માં બ્રેડ નો પાવડર અને બ્રેડ ના ટુકડા મિક્સ કરી દેવા.

૫. મિલ્ક પાવડર માં થોડું ઉકાળેલું દૂધ ઉમેરી ને મિક્સ કરી લેવું અને રબડી માં ઉમેરી દેવું.

૬. હવે ૫ મિનિટ ઉકાળી ને ઉપર થી વધારે બદામ પિસ્તા ની કતરણ ઉમેરી ને ગેસ બંધ કરી દેવો.

૭. રબડી ને એક રાત ઠંડી કરી ને પીરસવી.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *