મમરાની ચટપટી – ફક્ત અમુક મિનિટમાં તૈયાર થઇ જતી આ ચટપટી નાના મોટા દરેકને પસંદ આવશે…

આજે આપણે બહુ ઓછી સામગ્રીથી જે બહુ ચટાકેદાર છે અને ઝટપટ બની જાય છે. મમરાની ચટપટી બનાવવાની રીત.

સામગ્રી

Advertisement
  • મમરા
  • પાકા ટામેટા
  • મીઠું
  • લાલ મરચું
  • જીરુ
  • રાય
  • મીઠો લીમડો
  • કોથમીર
  • તેલ

રીત-

1-સૌથી પહેલા આપણે મમરા ને પલાળવા ના છે. મમરા 100 ગ્રામ દીધા છે.

Advertisement

2- હવે મમરા માં પાણી ઉમેરીશું.

3- હવે મમરા ને બે મિનિટ પલળવા દઈશું. અને પછી નીચોવીને બીજા બાઉલમાં કાઢી લઈશું.

Advertisement

4- હવે આપણા મમરા પલડી ગયા છે હવે હલકા હલકા હાથે નીચોવીને કાઢી લઈશું.

5- આપણા મમરા હવે એકદમ છુટા છુટા થઈ ગયા છે.

Advertisement

6- હવે પેન માં લગભગ બે ચમચી જેટલું તેલ લઈશું.

7- હવે તેમાં અડધી નાની ચમચી જેટલી રાય નાખીશું.

Advertisement

8- હવે રાય તતડી જાય એટલે તેમાં અડધી ચમચી જીરું નાખીશું.

9- હવે તેમાં થોડો મીઠો લીમડો એડ કરીશું.

Advertisement

10- હવે તેમાં ત્રણ મોટા ટામેટા ને ટુકડા કરી ઉમેરીશું.

11- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ટામેટા નાખીને તરત જ મીઠું એડ કરીશું જેથી ટામેટા સોફ્ટ થવા માંડે.

Advertisement

12- હવે એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું. મરચું થોડું સરખું નાખવાનું છે જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે મરચું ઓછું નાખી શકો છો.

13- હવે આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું.

Advertisement

14- હવે આપણે તેને ઢાંકી દઈશું જ્યાં સુધી ટામેટા સોફ્ટ થઈ જાય.

15- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે.

Advertisement

16- આપણા બધા ટામેટા એકદમ સોફ્ટ થઈ જાય પછી તેમાં આપણે મમરા એડ કરીશું.

17- જો તમને પસંદ હોય તો ખાંડ ઉમેરી શકો છો. એક ચમચી જેટલી.

Advertisement

18- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું.

19- હવે આપણે આમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ટામેટા ભારોભાર હોવા જોઈએ. અને પાકા ટામેટા હશે એટલે તેમાં ખટાશ હશે.

Advertisement

20- હવે તેને બરાબર મિક્સ કરીને એક મિનિટ જેટલું ઢાંકી દઈશું.

21- હવે એક મિનિટ પછી આપણે ચ ટપટી ને હલાવી લઈશું. જેથી નીચે ચોંટે નહીં. હવે આપણે ગેસ બંધ કરી દઈશું.

Advertisement

22- તો આપણી ચટપટી તૈયાર છે બની ગઈ ને ફટાફટ.

23- હવે તેને સર્વ કરીશું.

Advertisement

24- હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું.

25- તમારા બાળકો ને ગરમાગરમ કઈ કે નાસ્તો જોઈતો હોય તો તમે આ બનાવી શકો છો.

Advertisement

26- હવે આપણે ફ્રેશ કોથમીર થી ગાર્નીશ કરીશું.

27- લો મમરાની ચટપટી રેડી છે. બનાવજો ખાજો અને ખવડાવજો થેન્ક્યુ.

Advertisement

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Advertisement

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *