કોઈ પણ લોટ ના ઉપયોગ વગર ખૂબ જ ઝડપ થી બની જતું હેલ્ધી મમરા નું ખીચું…

આજે આપણે કોઈ પણ લોટ ના ઉપયોગ વગર ખૂબ જ ઝડપ થી બની જતું હેલ્ધી મમરા નું ખીચું જોઈશું. આનું નામ સાંભળતા જ આપણા ગુજરાતી ઓ ને મોંમાં પાણી આવી જાય છે કોઈપણ લોટ નો ઉપયોગ કર્યા વગર હેલ્થી અને ટેસ્ટી ફકત પાચ જ મિનિટ માં બની જતું મમરા માંથી ખીચું બનાવી લઈશું.જેને બન્યા પછી ખાવ ને તો ચોખા ના લોટ ના ખીચા કરતા પણ સરસ લાગે છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.
સામગ્રી

  • મમરા
  • અજમો
  • જીરું
  • લીલા મરચા
  • સીંગતેલ
  • અથાણા નો મસાલો
  • મીઠા લીમડાના પાન
  • મીઠું
  • લીલા ધાણા

રીત

1- હવે આપણે બે કપ મમરા લઈ લઈશું તમે કોઈપણ વાડકી નું માપ સેટ કરી શકો છો આ મમરા તમારે જાડા લેવાના છે હવે તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.અહીંયા આપણે બે વ્યક્તિ ને થાય એટલું આપણે ખીચું બનાવી લઈશું.

2- આપણે મમરા માંથી અધકચરો પાવડર કરવાનો છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ પાવડર નથી કરવાનો થોડો દરદરો રાખવાનો છે હવે બે કપ મમરા માંથી એક કપ પાવડર થયો છે તો તેના માપ થી પાણી લઈ લઈશું.

3- હવે આપણે ગરમા ગરમ ખીચું બનાવવાની શરૂઆત કરી લઈએ ખીચું બનાવવા માટે પાણી એકદમ પરફેક્ટ હોવું જોઈએ તો એક કપ મમરા નો પાવડર છે તેની સામે એક કપ પાણી લઈશું.

4- જો તમારે ખીચું ઢીલું જોઈતું હોય તો બે કપ પાણી લેવાનું અને જો ખીચું થોડું કઠણ જોઈતું હોય તો દોઢ કપ પાણી લેવાનું હવે પાણી ને ઉકળવા દઈશું ત્યારબાદ તેમાં મસાલા કરી લઈશું હવે પાણી ગરમ થઇ ગયું છે તો તેમાં ચાર મીઠા લીમડાના પાન નાખીશું.

5- હવે તેને તોડી ને નાખીશું તેની ફ્લેવર્સ પણ સરસ આવે છે હવે તેમાં એક મોટું મરચું ઝીણા ટુકડા માં સમારી ને લઈ લઈશું હવે તેમાં અડધી નાની ચમચી જીરૂ નાખીશું ત્યારબાદ અડધી નાની ચમચી અજમાને હાથ માં મસળી ને નાખીશું.

6- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે બધું મિક્સ કરી લઈશું હવે આને ઉકાળી લઈશું આ ઉકાળવાથી આમાં બધા મસાલા ની ફ્લેવર્સ આમાં આવી જશે,

7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું પાણી સરસ ઉકળી ગયું છે હવે મમરા નો પાવડર ધીરે ધીરે એડ કરતા જઈશું અને લોટ ને વેલણ થીહલાવતા રહીશું,આમાં સેજ પણ ગાથા ના પડવા જોઈએ એ રીતે હલાવી લઈશું.

8- આપણે બધું જ સરસ મિક્સ કરી લઈશું તમે વિડિયો માં જોઈ શકો છો કે સરસ મિક્સ થઈ ગયું છે હવે આ સ્ટેજ પર તમને લાગતું હશે કે ખીચું બહુ ઢીલું છે પણ આ સિઝાસે એટલે તે કઠણ થઈ જશે હવે તેમાં લીલા ધાણા નાખીશું આપણે લીલા ધાણા એટલે નાખીએ છે કે તેનો કલર સરસ જળવાઈ રહે.

9- હવે તેને સરસ મિક્સ કરી ને ત્રણ થી ચાર મિનિટ માટે કુક કરી લઈશું ગેસ તમારે ધીમો રાખવાનો છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે જો તમારે આના થી વધારે ઘટ્ટ જોઈએ તો વધારે ઘટ્ટ કરી શકો છો.

10- હવે આમાં એક નાની ચમચી તેલ નાખીશું તેલ નાખવાથી એકદમ સરસ સાયનીંગ આવી જાય છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે હવે તેને ફરી થી ઢાંકી ને એક મિનિટ માટે સરસ કુક કરી લઈશું તો હવે એક મિનિટ થઈ ગઈ છે તો આપણું ખીચું એકદમ સરસ રેડી થઈ ગયું છે.

11- હજુ થોડું ઠંડુ થશે એટલે હજુ ઘટ્ટ થશે.હવે તેને સર્વે કરી લઈશું,ગરમા ગરમ ખીચા ને બાઉલ માં સર્વે કરી લઈએ એકદમ ટેસ્ટી ખીચું બની ને રેડી થઈ ગયું છે જોઈ ને જ ખાવાનું મન થઇ જાય તેવું બન્યું છે હવે ગરમા ગરમ ખીચા પર સીંગતેલ નાખીશું ત્યારબાદ અથાણા નો મસાલો ભભરાવી લઈશું,તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *