મેંગો મસ્તાની – બહાર મળતું આ પુનાનું ફેમસ રેફ્રેશિંગ ડ્રીંક્સ મેંગો મસ્તાની હવે ઘરમાં જ બનાવો..

સખત ગરમીમાં પીવામાં આવતા અનેક પ્રકારના રીફ્રેશિંગ ડ્રીંક્સમાં પૂનાનું મેંગો મસ્તાની ખૂબજ ફેમસ છે.

કેરી – મેંગોમાંથી બનતું હોવાથી નાના મોટા બધાનું હોટ ફેવરીટ ડ્રીંક્સ છે. મુખ્યત્વે ત્યાંની આલ્ફેંઝો -હાકુસ કેરીમાંથી બનાવવામાં આવતું હોય છે. તેમાં મિલ્ક, સુગર, ડ્રાય ફ્રુટ્સ, ટુટીફ્રુટી સાથે મેંગો આઇસ્ક્રીમ કે વેનિલા આઇસ્ક્રીમનું ટોપિંગ કરી બનાવવામાં આવે છે. તેથી મેંગો મસ્તાની ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે. સાથે ગરમીમાં રીફ્રેશનર તો ખરું જ.

વેકેશનમાં કેરીની સિઝન આવતી હોવાથી બાળકોને મેંગો મસ્તાનીની રજામાં ખૂબજ મજા માણવા મળે છે. કેમેકે તેમાં કેરી સાથે આઇસ્ક્રીમ પણ ખાવા મળે છે. બહાર મળતું આ પુનાનું ફેમસ રેફ્રેશિંગ ડ્રીંક્સ મેંગો મસ્તાની હવે ઘરમાં પણ દરેક જગ્યાએ બનવા લાગ્યું છે. જ્યાં હાફુસ-આલ્ફેંઝો કેરી ના મળતી હોય ત્યાં કેસર કે અન્ય કેરીઓમાંથી પણ બાનાવાય છે. હાફુસમાં પલ્પ અને ફ્લેવર વધારે હોવાથી તેમાંથી આ ડ્રીંક્સ બનાવવાથી વધારે ટેસ્ટી અને ફ્લેવરફુલ બનતું હોય છે. મેંગો મસ્તાની બનાવવું પણ ઘણું સરળ છે.

તો આજે હું અહીં મેંગો મસ્તાની બનાવવાની રેસિપિ આપી રહી છું. તો તમે પણ ચોક્કસથી આ વેકેશનમાં જ બનાવવા લાગજો.

મેંગો મસ્તાની બનાવવા માટેની સામગ્રી :

  • 1 રાઇપ આલ્ફેંઝો-હાફુસ કેરી
  • 2 સ્કુપ વેનિલા કે મેંગો આઇસ્ક્રીમ
  • 1 કપ કોલ્ડ મિલ્ક
  • ½ કપ ફ્રેશ ક્રીમ
  • 1/3 કપ સુગર
  • 2-3 ટેબલ સ્પુન ચોપ્ડ ડ્રાય ફ્રુટ્સ ( પિસ્તા, કાજુ, બદામ)
  • 1 ટેબલ્સ્પુન ટુટી ફ્રુટી

એક આલફેંઝો કેરી લઇ ધોઇ લ્યો. તેની છાલ કાઢી ફરીથી એક્વાર ધોઈ લ્યો.

ત્યારબાદ તેના પીસ કાપી લ્યો.

જો તમારે હેંડ બીટર વડે બધું મીશ્રણ મિક્ષ કરવું હોય તો કેરીના ટુકડાને સૌ પ્રથમ ગ્રાઇંડરમાં ગ્રાઈંડ કરી સ્મુધ પેસ્ટ બનાવી લ્યો.

જો તમારે ઇલેક્ટ્રિક બ્લેંડરથી મસ્તાનીનું મિશ્રણ મિક્ષ કરવું હોય તો કેરીના ટુકડાને ગ્રાઇંડ કરવાની જરુર નથી.

મેં અહીં ઇલેક્ટ્રિક બ્લેંડરનો ઉપયોગ કરીને મસ્તાની મિક્ષ કરેલ છે.

એક મોટા મિક્ષિંગ બાઉલમાં 1 કપ કોલ્ડ મિલ્ક ઉમેરો.

તેમાં કેરીના ટુકડા ઉમેરો. ( કેરીના ટુકડા બારીક કરવાથી સરસ જલ્દીથી એકરસ થઈ જશે ).

હવે તેમાં ½ કપ ઠંડું ફ્રેશ ક્રીમ ( ઘરના જ ઠંડા મિલ્કની મલાઇ) ઉમેરો. મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 1/3 કપ સુગર અથવા તમારા સ્વાદ પ્રમાણે જરુર મુજબ સુગર ઉમેરો. જો કેરી જરા ખટાશવાળી હોય તો પણ થોડી સુગર વધારે ઉમેરવી. જેથી મેંગો મસ્તાની સરસ સ્વીટ બનશે.

ફરી બ્લેંડ કરી બધું મીશ્રણ સ્મુધ બનાવી લ્યો. બ્લેંડ કરવાથી મિશ્રણ થીક થઇ જશે.

વધારે થીક થઇ જાય તો મિશ્રણની કંસીસટંસી મસ્તાની જેવી સેટ કરવા માટે થોડુ કોલ્ડ મિલ્ક વધારે ઉમેરી શકાય.

હવે તેને બે લાંબા કાચના ગ્લાસમાં ભરો. ગ્લાસ ¾ ભરાય ત્યાંસુધી જ તેમાં મેંગો મસ્તાની પોર કરો.

ત્યારબાદ તેના પર વેનીલા આઇસ્ક્રીમ અથવા મેંગો આઇસ્ક્રીમનો સ્કુપ મૂકો.

મેં અહીં વેનીલા આઇસક્રીમ મૂકેલો છે. બન્ને આઇસક્રીમ ખૂબજ ટેસ્ટી લાગશે. તમને મનપસંદ ટેસ્ટ કરી શકો છો.

હવે આઇસક્રીમ પર ખૂબજ સારા એવા પ્રમાણમાં ચોપ્ડ ડ્રાય ફ્રુટ્સ ( પિસ્તા, કાજુ, બદામ) સ્પ્રિંકલ કરો.

તેના પર ટુટીફ્રુટી મૂકો. ચેરી ને ટોપ પર મૂકો. કેરીના નાના પીસથી પણ ગાર્નીશ કરી છે.

તો હવે સર્વ કરવા માટે પૂનાનું ફેમસ ડ્રીંક્સ મેંગો મસ્તાની રેડી છે. નાના મોટા બધા માટે ગરમીમાં મેંગો મસ્તાની રીફ્રેશનર બની રહેશે. બર્થડે પાર્ટી કે બીજી કોઇ નાની મોટી પાર્ટીમાં પણ ખૂબજ સરળતાથી બનતું આ ઠંડા- ઠંડા, કુલ –કુલ મેંગો મસ્તાની ઘરે બનાવીને સર્વ કરી શકાય છે. ફુલ ઓફ નટ્સ હોવાથી મેંગો મસ્તાની હેલ્ધી સ્મૂધી પણ છે.

તો આજ સિઝનમાં તમે પણ રીફ્રેશિંગ મેંગો સ્મુધી ઘરે બનાવીને ટેસ્ટ કરી ફ્રેશ રહો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *