મેંગો પુરણપોળી – પુરણપોળી એટલે કે વેઢમી તો બનાવતા જ હશો તો હવે આ નવા ટ્વીસ્ટ સાથે બનાવો મેંગો પુરણપોળી..

કેમ છો ફ્રેંડસ ,

આપણે બધા પુરણપોળી તો બનાવતા જ હોઈચે છે.અને પુરણપોળી પણ ઘણી ટાઈપ ની બનતી હોય છે જેમ કે ખજૂર , અંજીર, માવા ઘણી રીતે બનાવતા હોઈએ છે…

ફ્રેંડસ અત્યારે કેરી ની સિઝન છે અને કેરી પણ સરસ મળતી થઈ ગઈ છે તો રોજ રોજ કેરી નો રસ પીને કંટાળી ગયા હો તો થોડો ચેન્જ કરી એ..આજે આપણે કેરી ની પુરણ પોળી બનાવીશું.. ટેસ્ટ માં ખરેખર બઉ જ મસ્ત લાગે છે..તો તમે પણ બનાવો કેરી ની પુરણપોળી….જાણી લો તે માટે સામગ્રી :-

મેંગો પુરણપોળી

સામગ્રી:

  • ૧ કપ – તુવેરની દાળ
  • ૧/૨ કપ – ચણાની દાળ
  • ૨ કપ – પાકી કેરીનો પલ્પ (પાણી વગરનો)
  • એલચીનો પાઉડર
  • ૧ વાટકી – ગોળ
  • ૧-૨ ચમચી – ઘી
  • ઘઉંનો લોટ
  • તેલ

રીત:

સૌ પ્રથમ તુવેર દાળ અને ચણાની દાળને પલાળી કુકરમાં જેમ બને તેમ ઓછા પાણીમાં બાફી લેવી.

ત્યાંસુધીમાં ઘઉંના લોટને તેલનું મોણ દઈ રોટલી જેવો લોટ બાંધવો.

હવે એક કડાઈ લઇ તેમાં ઘી લઇ તેની અંદર બને બાફેલ દાળ લેવી.

પછી તેમાં ગોળ અને કેરીનો પલ્પ ઉમેરી સતત હલાવતા રહેવું.

લચકા જેવું કઠણ થાય ત્યાંસુધી હલાવતા રહેવું.

પછી તેમાં એલચીનો પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી થોડુક ઠંડુ થવા દેવું.

હવે લોટના સરખા લુવા કરી તેની બે રોટલી વણી એક રોટલી ઉપર પુરણ ફેલાવવું.

પછી બીજી રોટલી ઉપર કવર કરી કિનારી દાબી લેવી અને રોટલા થેપી તેમ હાથ વડે પાતળી કરવી.

હવે તવી પર બને બાજુ ગુલાબી શેકી લેવી.

પછી ઘી ચોપડી સર્વ કરવું.

તો તૈયાર છે ગરમ ગરમ મેંગો પુરણપોળી.

ટીપ :-

સાદી પુરણપોળી જેમ એક રોટલીમાંથી બનાવી તેમ બનાવી હોય તો પણ બનાવી શકાય.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *