મેંગો કલાકંદ – અજમેરની પ્રખ્યાત મીઠાઈ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરવા જેવી મીઠાઈ છે…

મેંગો કલાકંદ:-

મેંગો ની આ નવીન મીઠાઈ તમને અને ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો મેંગો ની સીઝનમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો.. કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું અજમેરની પ્રખ્યાત મીઠાઈ જેનું નામ છે મેંગો કલાકંદ.

Advertisement

• તો આ મીઠાઈ ને મેંગો બરફી પણ કહેવાય છે. અને આ મીઠાઈ ખૂબ જ ઓછી સામગ્રી માં બની જાય છે. અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે. એકવાર બનાવશો તો ઘરમાં બધા વારંવાર ફરમાઈશ કરશે. તો ચાલો જોઈએ વિડીયો રેસીપી દ્રારા મેંગો કલાકંદ. તો મિત્રો રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

• સામગ્રી:-

Advertisement
  • • 500 ગ્રામ દૂધ
  • • 1 કેરી નો પલ્પ
  • • 4 ચમચી સાકર (ખાંડ)
  • • ચપટી ઈલાયચી પાવડર
  • • ડ્રાયફ્રૂટ ના ટુકડા

• રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ એક પેનમાં દૂધ ઉમેરી લો. અને ગેસ ની મીડીયમ આંચ પર ઉકળવા મૂકો.

Advertisement

• સ્ટેપ 2:-હવે એમાં એક ઉભરો આવે ત્યારે એક કેરીને છાલ છોલીને સમારી લો અને એનો રસ કાઢી લેવો. રસ કાઢતી વખતે પાણી ઉમેરવાનું નથી.

• સ્ટેપ 3:-હવે આ કેરીના પલ્પ ને ધીમે ધીમે દૂધમાં ઉમેરતાં જાઓ અને હલાવતા જાઓ. એકદમ સારી રીતે બધું મીક્સ કરી લો.

Advertisement

• સ્ટેપ 4:-હવે જેમ જેમ દૂધ ઉકળવા લાગશે તેમ તેમ દૂધ ફાટી અને નાની નાની કડીઓ થવા લાગશે.

• સ્ટેપ 5:-તો આ રીતે કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી બધું દૂધ બળી ન જાય ત્યાં સુધી.

Advertisement

• સ્ટેપ 6:-તો હવે બધું દૂધ બળી ગયું છે અને માવો રેડી થઈ ગયો છે તો આ સમયે 4 ચમચી સાકર ઉમેરી લો. તમે સાકર ને બદલે ખાંડ પણ ઉમેરી શકો છો. અને બરાબર મિક્ષ કરી લો.

• સ્ટેપ 7:-હવે એમાં ઈલાયચી પાવડર ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં સમારેલું ડ્રાયફ્રૂટ ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો. અને ગેસ બંધ કરી લો. અને સવિૅંગ પ્લેટ માં પાથરી લો. અને ઉપરથી ડ્રાયફ્રૂટ થી ગાનિૅશિગ કરી લો અને પીસ કરી લો.

Advertisement

• તો ખૂબ જ ડેલીસિયસ મેંગો કલાકંદ રેડી છે.

વિડિઓ રેસિપી:

Advertisement


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

યુટ્યુબ ચેનલ : Prisha Tube

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *