લગ્ન પ્રસંગના જમણવારમાં બનતી મીઠાઈ મેંગો પ્લેઝર(મેંગો ક્રીમ સલાડ)ઘરે જ સરળતાથી બનાવવાની પરફેકટ રીત

આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગના જમણવારમાં બનતી મીઠાઈ મેંગો પ્લેઝર ઘરે જ સરળતાથી બનાવવાની પરફેક્ટ રીત જોઈશું. અત્યારે કેરી નો રસ તો બધા બનાવતા જ હોય છે. તેની સિવાય ની બીજી વાનગી જોઈશું. અત્યારે આપણે કોઈ ઘર ની બહાર નથી નીકળતા બહાર જવાનું ટાળી એ છે.અને લગ્ન પ્રસંગ માં જવાનું પણ ટાળીએ છે.અને બધા ની ફેવરીટ વાનગી જે છે તે શું છે ખબર છે તમને? એ છે મેંગો પ્લેઝર.

આ હમેશા આપણે ઘરે નથી બનાવતા લગ્ન પ્રસંગ માં જઈએ ત્યાં જ ખાતા હોય છે.ત્યારે ભરપૂર માત્રામાં ખાતા હોય છે.આપણે બીજું કઈ નથી ખાવાનું મેન કોર્સ તો અડવા નું જ નથી.તો આ વાનગી ને ઘરે કઈ રીતે બનાવી શકીએ.તો આજે આપણે એજ વાનગી જોઈશું. સાથે સાથે તેની ટિપ્સ પણ જોઈ લઈશું.

સામગ્રી

  • દૂધ
  • કેરી
  • ખાંડ
  • ક્રીમ

રીત


1- હવે પહેલા ટિપ્સ જોઈશું. જ્યારે આપણે મેંગો પ્લેઝર બનાવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે કેરી ની આપણે પસંદગી કરીએ એ કેરી એકદમ મીઠી હોવી જોઈએ. એટલે બને ત્યાંસુધી આપુસ કેરી લેવાની છે અથવા તો કેસર કેરી લેવાની છે.બન્ને માંથી કોઈપણ કેરી લઈ શકો છો.

2- હવે જયારે તમે બનાવો ત્યારે કેરી ના એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે.અને તેના ગોટલા નો ભાગ છે તે સરસ ક્લીન કરી લેવાનો.અને તે ટુકડા ને ક્રશ કરી લેવાના.જો તમે 200ગ્રામ ક્રીમ નો ઉપયોગ કરશો ને તો અડધો કપ દૂધ એડ કરજો.એટલે સરસ બેલેન્સ થઈ જશે.એટલે વધારે ક્રીમી પણ નઈ લાગે.અને બહુ વધારે હેવી પણ નઈ પડે ખાવા માં. પણ જ્યારે ઘરે બનાવશો ત્યારે આ વાત નું ધ્યાન રાખવાનું છે થોડું દૂધ ઉમેરશો ને તો એકદમ સરસ તેનો ટેસ્ટ આવશે. અને બેલેન્સ રહેશે.અને હેવી પણ નઈ થઈ જાય.તો આ વાત નું ધ્યાન રાખજો.જ્યારે કેરી ની પસંદગી કરો ત્યારે તેમાં રેસા ના હોવા જોઈએ.અને એકદમ સરસ પાકેલી કેરી હોય તેવી લેવાની છે.

3- હવે કેરી ના નાના ટુકડા કરી લેવાના છે.જ્યારે તમે ટુકડા ક્રશ કરતા હોય ત્યારે થોડા પ્રમાણમાં ખાંડ એડ કરી દેવાની.અને થોડું એકદમ ઠંડુ દૂધ એડ કરી લઈશું.અને ખાંડ બહુ વધારે પ્રમાણમાં નથી એડ કરવાની.કારણકે કેરી મીઠી જ હોય છે.એટલે ખાંડ નું પ્રમાણ ઓછું રાખશો ને તો તેનો સ્વાદ તમે લગ્ન પ્રસંગ માં ક્રીમ સલાડ ખાવ છો ને તેના જેવો જ આવશે.જો તમે 200 ગ્રામ ક્રીમ લો.તો 500 ગ્રામ કેરી લેવાની છે.અને તેને કટ કરી લેવાની. અને વચ્ચે નો જે ભાગ હોય તેને કાઢી લેવાનો છે.અને તેને ક્રશ કરી લેવાનો છે. આ જે માપ છે તે પાચ થી છ જણ ને થાય ને એટલા બાઉલ તૈયાર થશે. આ નાની નાની વાત નું ધ્યાન રાખજો અને મેંગો પ્લેઝર ઘરે બનાવજો.તો ચાલો હવે આપણે શરૂ કરીએ.


4- સૌથી પહેલા ૧૦૦ગ્રામ ક્રીમ લઈશું. અહીંયા આપણે કેસર કેરી નો પલ્પ લઈશું.અને આપણે બે કેરી લીધી હતી તેમાંથી એક કેરી નો પલ્પ કાઢ્યો છે. અને બીજી કેરી ના પીસ કરી લીધા છે. તો અડધો કપ કેરી પલ્પ એડ કરીશું. હવે પા કપ જેટલું આપણે દૂધ એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું.

5- આ પ્લેઝર બહુ સરળ રીતે બની જાય છે.આને બહુ સરસ રીતે મિક્સ કરી.હવે બાકી નો પલ્પ પણ એડ કરીશું.હવે તે પણ એડ કરીશું. આમાં બહુ વધારે પ્રમાણમાં ખાંડ નથી એડ કરવાની.કારણકે કેરી મીઠી હોય છે. હવે તેમાં આપૂસ કેરી ના ટુકડા એડ કરીશું.હવે તે પણ મિક્સ કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર એકદમ સરસ આવી ગયો છે.

6- આ તમે ઘરે જ બનાવી શકો છો. તમારા ઘરે ગેસ્ટ આવ્યા હોય તો તેમને તમે ઇમ્પરેસ કરી શકશો.હવે મેંગો પ્લેઝર તૈયાર થઈ ગયું છે. હવે તેને સર્વે કરી લઈશું.હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું.તેની થીકનેસ તમે વીડિયોમાં જોઈ શકો છો એકદમ સરસ છે.હવે ઉપર કેરી ના ટુકડા મૂકી દઈશું.લગ્ન પ્રસંગ માં તમેંજે મેંગો પ્લેઝર ખાતા હતા તે મેંગો પ્લેઝર દેખાય રહ્યો છેને કે ક્રીમ સલાડ.

7- જે વાનગી તમે લગ્ન પ્રસંગ માં જમતા હતા એ હવે તે વાનગી તમે તમારા ઘરે પણ મળશે.એકદમ ઇઝીલી બને છે અને મસ્ત મજાની બને છે તો તમે ચોક્કસથી તેને ઘરે ટ્રાય કરજો. અને આપણે જોઈ તે ટિપ્સ ને ફોલો કરજો તો પરફેક્ટ જ બનશે.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *