નોન કૂકડ ક્રીમી મેંગો કુલ્ફી – ગેસ ચાલુ કર્યા વગર બનાવો આ યમ્મી કુલ્ફી…

ગરમીમાં કુલ્ફી કે આઈસ ક્રીમનું નામ પડતાજ ખાવાનું મન થઈ જાય. તેનાથી ઘણી ઠંડક મળે છે. ઘરે બનાવેલી કુલ્ફીમાં રહેલા દૂધ, ક્રીમ, મિલ્ક પાવડર વગેરે હોવાથી હેલ્થી પણ છે. અહી હું આપ સૌ માટે નોન કૂકડ ક્રીમી મેંગો કુલ્ફી બનાવવાની રેસીપી આપી રહી છું. તેમાં ખાસ કરીને બિલકુલ કઈ જ કુક કરવાનું નથી. માત્ર ગ્રાઇન્ડરમાં મિક્ષ કરીને આ કુલ્ફી ખુબજ સરળતાથી બની જાય છે.

બજારમાં મળતી હોય તેવી જ કુલ્ફીના ટેસ્ટવાળી આ મેંગો કુલ્ફી ખુબજ સરસ ક્રીમી પણ બને છે. તો તમે પણ કેરીની આ સિઝનમાં જ નોન કૂકડ ક્રીમી મેંગો કુલ્ફીની મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો. બાળકોથી માંડીને વડીલો સુધીના દરેકને મેંગો એલચી ફ્લેવરની આ કુલ્ફી ખાવી ખૂબજ પસંદ પડશે.

નોન કૂકડ ક્રીમી મેંગો કુલ્ફી બનાવવા માટેની સામગ્રી :

  • ૨ મોટી પાકી મીઠી કેરી
  • ૧/૨ પિન્ચ સોલ્ટ
  • ૩/૪ કપ દૂધ ની ફ્રેશ મલાઈ – ક્રીમ
  • ૩ ટેબલ સ્પુન કન્ડેન્સ્ડ મિલ્ક
  • ૩ ટેબલ સ્પુન મિલ્ક પાવડર
  • ૧/૨ તી સ્પુન એલચી
  • ૩-૪ ટેબલ સ્પુન કલર્ડ જેલી સ્વીટ

ગાર્નીશીંગ માટે :

  • પીસ્તા સ્લીવર્સ – જરૂર મુજબ

નોન કૂકડ ક્રીમી મેંગો કુલ્ફી બનાવવાની રીત :

૨ મોટી પાકી કેરીને પાણીથી ધોઈને સાફ કરી તેની છાલ કાઢી લ્યો. હવે એક બાઉલમાં તેના નાના પીસ કરી લ્યો. ત્યારબાદ તેને ગ્રાઇન્ડરનાં મોટા જારમાં ઉમેરી બિલકુલ પાણી ઉમેર્યા વગર જ ગ્રાઇન્ડ –બ્લેન્ડ કરી સ્મુધ ફાઈન પેસ્ટ બનાવી લ્યો. જેથી કુલ્ફીમાં ક્રિસ્ટલ ના થાય.

હવે બનેલા પલ્પનાં જારમાં જ ૩ ટેબલ સ્પુન કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો. હવે તેમાં ૩ ટેબલ સ્પુન મિલ્ક પાવડર ઉમેરો. ત્યારબાદ તેમાં ૧/૨ પિન્ચ સોલ્ટ ઉમેરો અને સાથે ૩/૪ કપ દૂધ ની ફ્રેશ મલાઈ – ક્રીમ ઉમેરો. હવે જારનું ઢાંકણ બંધ કરી ફરી ગ્રાઈન્ડ કરી સરસ સ્મુધ પેસ્ટ બનાવી લ્યો. હવે ક્રીમી, થિક, સ્વીટ કુલ્ફી માટેનું મિશ્રણ રેડી છે.

હવે આ મિક્સચર એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લ્યો. ત્યારબાદ તેમાં એલચી ઉમેરી મિક્ષ કરો અને કલર્ડ જેલી સ્વીટ ઉમેરીને પણ મિક્ષ કરી લ્યો.
હવે કુલ્ફીનું તમારી પાસેનું મોલ્ડ લઇ બધા મોલ્ડમાં આ ક્રીમી મેંગો મિક્સચર ભરી દ્યો. મોલ્ડ ને ૨-૩ વાર ટેપ કરી લ્યો. મોલ્ડને લીડથી એરટાઈટ કરી દ્યો. ફ્રીઝરમાં ૭-૮ કલાક માટે સેટ થવા માટે મુકો.

મોલ્ડ ના હોય તો પપેર કપ કે પ્લાસ્ટિકનાં નાના કપમાં મિક્સચર ભરી તેના પર એલ્યુમીનીયમ ફોઈલથી પેક કરી લ્યો. તેના પર ચપ્પુ વડે કાપો પાડી તેમાં કુલ્ફીની સ્ટીક ફેટ કરી દ્યો. ત્યારબાદ ફ્રીઝરમાં કુલ્ફી સેટ થવા માટે મુકો.

૭-૮ કલાક બાદ સેટ થયેલી ક્રીમી મેંગો કુલ્ફી ફ્રીઝરમાંથી બહાર કાઢી લ્યો.

પાણી ભરેલા વાસણમાં થોડી વાર રાખી ડીમોલ્ડ કરો.

ખુબજ ક્રીમી, ટેસ્ટી, ફલેવરફુલ નોન કુકડ ક્રીમી મેંગો કુલ્ફી સર્વ કરવા માટે રેડી છે. તેના પર પિસ્તાના સ્લીવર્સ સ્પ્રીન્કલ કરી સર્વ કરો. બાળકોથી માંડીને મોટા સુધીના દરેક લોકોને ખુબજ ભાવશે.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *