મેંગો શીરો – સ્વાદિષ્ટ શીરો અને કેરીનો અનેરો સ્વાદ

આજે આપણે મેંગો શીરો બનાવીશું. જે સ્વાદિષ્ટ શીરો અને કેરીનો અનેરો સ્વાદ આવે છે કેરી ની સીઝન માં એકવાર અચૂક ટ્રાય કરજો નઈ તો આખું વર્ષ રાહ જોવી પડશે આ ખુબ જ સરસ લાગે છે, અને તેનો કલર પણ સરસ દેખાય છે,તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • પાકી કેરી
  • ખાંડ
  • દૂધ
  • સોજી
  • કાજુ
  • બદામ
  • કીસમીસ

રીત

1- સૌથી પહેલા આપણે બે પાકી કેરી લઈશું,તેને છોલી ને સમારી લીધી છે હવે તેમાં બે કપ દૂધ ઉમેરી,આપણે ભ્લેન્ડર ની મદદ થી તેને ભ્લેન્ડ કરી લઈશું હવે આ મિશ્રણ ને સાઈડ માં મૂકી દઈશું.

2- હવે એક વાસણ માં બે ચમચી ઘી લઈશું,હવે તેમાં અડધો કપ રવો એડ કરીશું,હવે રવા ને ધીમા તાપે શેકી લેવાનો છે જ્યાંસુધી તેનો કલર બદલાઈ ના જાય ત્યાં સુધી તેને હલાવી લઈશું,અહીંયા આપણે વાસણ લીધું છે તે નાનું છે લોયુ ગસવું ના પડે એટલે નાના વાસણ માં બનાવવાનું નક્કી કર્યું છે.

3- હવે પાંચ થી સાત મિનિટ માં જ રવા નો કલર પણ બદલાઈ ગયો છે અને તેની સુગંધ પણ બહુ જ આવવા લાગી છે હવે આ જે લોટ છે તે શેકાય ગયો છે અને કાળો નથી પડવા દેવાનો એટલે તેને હલાવતા હલાવતા રહીશું.હવે આપણે જે મિક્સર તૈયાર કર્યું છે તે આમાં એડ કરી લઈશું.તેમાં ગાંઠા ના પડે તે રીતે હલાવતા હલાવતા ઉમેરવાનું છે.

4- આપણે મિશ્રણ ને ગરમ રાખવાની કોઈ જરૂર નથી તેને નોર્મલ જ રાખી ને એડ કરવાનું છે,હવે તેને આ રીતે હલાવતા હલાવતા જાડું થવા દઈશું, થોડી વાર માં જ પાંચ મિનિટ માં જ જાડું થવા લાગશે અને આપણે તેને સતત હલાવીશું,જેથી તેમાં કોઈ ગાઠા ના પડે.

5- હવે પાંચ મિનિટ પછી તમે જોશો તો મિશ્રણ ઘટ્ટ થઈ ગયું હશે તો તેમાં અડધો કપ ખાંડ એડ કરીશું,આપણે અડધો કપ રવો લીધો છે તો અડધો કપ ખાંડ ઉમેરવાની છે,ખાંડ ઉમેરતા પાણી છુટશે જેથી તે ઢીલું થશે,હવે તેને આપણે સતત હલાવતા રહીશું.

6- જ્યાં સુધી તેનું પાણી બળી ના જ્યાં ત્યાં સુધી આપણો શીરો પેન છોડવા ના માળે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાણી નો ભાગ છે તે ઘણો બળી ગયો છે જે કેરી નો કલર અને ફ્લેવર્સ બન્ને અંદર સમાય ગયા છે આની સુગંધ પણ આવી રહી છે હવે ત્રણ થી ચાર મિનિટ વધુ થઈ ગઈ છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઘણું સુકાઈ ગયું છે.

7- હવે પેન પણ છોડવા માડ્યું છે આ પેલા શિરા કરતા પણ અલગ છે, આ ઓછા ઘી માં પણ ટેસ્ટી બને છે એક અલગ મેંગો ફ્લેવર્સ હોય છે, ઉનાળા ની સીઝન માં ખાવા ની બવ જ મજા આવે છે હવે આપણે આની અંદર ડ્રાય ફ્રુટ એડ કરીશું.

8- આપણે અહીંયા કાજુ, બદામ અને કીસમીસ એડ કરીશું,આ એડ કરવાથી બહુ ટેસ્ટી લાગે છે,તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે હવે આ શીરો પીરસવા માટે રેડી છે આને તમે ગરમાં ગરમ પણ પીરસી શકો છો.હવે એક વાડકી માં ઘી લગાવી લઈશું.હવે તેમાં ભરી લઈશું.

9- હવે તેની પર એક પ્લેટ ને ઉંધી પાડી ને પીરસી દઈશું,ઉપર થી વધુ ડ્રાય ફ્રુટ ને પિસ્તા અને જે પણ પસંદ હોય તે તમે ભભરાવી ને ગાર્નિશ કરી શકો છો, દેખાય છે અદભુત મેંગો શીરો તો તમે જરૂર થી ટ્રાય કરો અને કેરી સીઝન જતા પહેલા એકવાર જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *